મોદી વિરોધી, બીજેપી વિરોધી, એન્ટી ઈન્ડિયા એજન્ડા ચલાવનાર ઝોહરાન મમદાનીને ફન્ડીંગ કરનારી સંસ્થા કઈ છે?
ઝોહરાન મમદાનીને અમેરિકાની ઈસ્લામિક સંસ્થા CAIR (કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન્સ) દ્વારા તગડુ ફન્ડીંગ આવે છે. આ એ જ સંસ્થા છે જે ભારત, હિંદુઓ અને ઈજરાયેલ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે જાણીતી છે. CAIR એ મમદાનીને કૂલ એક લાખ ડૉલરનું અત્યાર સુધી ફન્ડીંગ કર્યુ છે.

ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યા પછી ન્યૂયોર્ક સિટીના મેયર બનવા જઈ રહેલા ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મમદાની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના નિવેદન માટે ટીકાનો વરસાદ વરસી રહ્યો છે.. તેમનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ 2002ના ગુજરાત રમખાણો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે અને ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા પછી, માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ તેમના મતવિસ્તારમાં લગભગ બે લાખ ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ પણ તેમની ટીકા કરી છે.
મમદાનીને CAIR કરે છે ફન્ડીંગ
મમદાનીને અમેરિકન ઇસ્લામિક સંગઠન CAIR તરફથી ભંડોળ મળ્યું છે, જેના પર ભારત અને હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ છે. જે CAIR ઝોરહાન મમદાનીને ફન્ડીંગ કરી રહી છે. આ એજ સંસ્થા છે જે ભારતમાં ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પર કરાયેલા હુમલા મામલે સવાલ ઉઠાવી રહી હતી. એ સમયે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન સામે કરાયેલી કાર્યવાહી પર આપત્તિ વ્યક્ત કરી હતી. તે કહે છે કે CAIR અમેરિકાની સૌથી મોટી મુસ્લિમ રાઈટ્સની સંસ્થા છે જે ભારતની દક્ષિણપંથી અને એન્ટી મુસ્લિમ હિંદુત્વ સરકારની પાકિસ્તાનના નાગરિકો અને મસ્જિદો પર બોંબ ફેંકવાની નિંદા કરે છે.

આવા સમયે કોઈ સ્વતંત્ર વિચારધારાવાળા મુસ્લિમો એવો સવાલ ન કર્યો કે કાશ્મીરના પહલગામમાં જ્યારે નિર્દોષ 26 પ્રવાસીઓને તેમના ધર્મ પૂછી પૂછીને પોઈન્ટ બ્લેન્ક ફાયર કરીને મારી નાખવામાં આવ્યા ત્યારે કેમ તેમને કોઈ માનવાધિકાર ન દેખાયા. એ લોકોને બચાવવા માટે વચ્ચે પડેલા કાશ્મીરી સ્થાનિક આદિલને પણ આતંકીઓએ મારી નાખ્યો ત્યારે CAIR ક્યાં હતી અને ભારતે જ્યારે તેમના નાગરિકોનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ, એ પણ આતંકીઓને મારવામાં આવી રહ્યા હતા. ભારતના આ ઓપરેશનમાં એકપણ પાકિસ્તાનના નાગરિકનો જીવ ગયો નથી. આજ CAIR પાસેથી મમદાની ફન્ડ મેળવે છે. તેને એ દેખાય છે કે ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યુ તેમના આતંકી ઠેકાણાઓને અને મસ્જિદોને ધ્વસ્ત કરી પરંતુ એ નથી દેખાતુ કે એ મસ્જિદોની આડમાં આતંકીઓના હેડ ક્વાર્ટર્સ હતા. જેને ભારતે નિશાન બનાવ્યા હતા.
CAIR એ પહલગામ હુમલામાં મૃત્યુ પામનારા 26 હિંદુઓ વિશે કંઈ ન લખ્યુ
આ બેવડા વલણો ધરાવતી મુસ્લિમ સિવિલ સંસ્થા કાશ્મીર વિશે પણ જૂઠાણુ ફેલાવે છે. તે કાશ્મીરને પાકિસ્તાન એડમિનિસ્ટર્ડ કાશ્મીર ગણાવે છે અને ભારત માટે ઈન્ડિયા ઓક્યુપાઈડ કાશ્મીર લખે છે. એટલે ભારતનું નહીં પરંતુ ભારત અધિકૃત કાશ્મીર. આ સંસ્થાએ પહલગામ હુમલા બાદ લખ્યુ , પહલગામમાં ટુરિસ્ટ પર આતંકી હુમલો થયો, જેમા 26 લોકોના મોત થયા. અહીં જાણી જોઈને હિંદુ શબ્દનો પ્રયોગ કરવાનું ટાળ્યુ. જ્યારે હકીકત એ છે કે એકમાત્ર સ્થાનિક મુસ્લિમને બાદ કરતા મરનારા તમામ હિંદુ હતા. પરંતુ આ સંસ્થાએ 26 હિંદુઓ વિશે કંઈ ન લખ્યુ પરંતુ જે એક કાશ્મીરી મુસ્લિમ નાગરિકનું મોત થયુ તેના વિશે જરૂર લખ્યુ. CIAR એ લખ્યુ કે એ હુમલામાં લોકોને બચાવવા માટે વચ્ચે પડેલ એક કાશ્મીરી મુસ્લિમનું પણ મોત થયુ. જેને લોકોએ બચાવવાની કોશિશ કરી. આ જ દર્શાવે છે કે આ સંસ્થાના હિંદુ-મુસ્લિમ માટે બેવડા વલણો છે.
CAIR એ પહલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું નથી માનતી
હદ તો ત્યાં થઈ કે બાકાયદા આ સંસ્થાએ પહલગામ હુમલા માટે પાકિસ્તાનની સફાઈ પણ આપી કે પાકિસ્તાને આ હુમલામાં તેનો હાથ હોવાનો ઈનકાર કર્યો છે. આના પરથી તો એવુ જ લાગે છે કે આ સંસ્થા અમેરિકામાં પાકિસ્તાનનો જ એજન્ડા ચલાવી રહી છે. એ પણ એજ ટુલકિટનો હિસ્સો છે જે દુનિયાભરમાં કાશ્મીર પર પાકિસ્તાનનો પ્રોપેગેન્ડા ફેલાવે છે. આથી જ તે કહે છે કે કાશ્મીર પર ભારતે 75 વર્ષથી કબજો કર્યો છે તે દુનિયાનો સૌથી વધુ હેવી મિલિટરાઈઝ ઝોન છે. જ્યાં 7 લાખ ભારતીય સેના છે. 2 લાખ પેરામિલિટરી ફોર્સ તૈનાત છે.
મમદાની ઈઝરાયેલના અસ્તિત્વને સ્વીકારતા નથી
એકતરફ ઝોહરાન મમદાની ખુદને પ્રોગ્રેસિવ મુસ્લિમ નેતા ગણાવવાની કોશિશ કરે છે પરંતુ તે એવા સંગઠનો પાસેથી ફન્ડ મેળવે છે જે યહુદીઓ અને ભારતની વિરુદ્ધ છે. મમદાનીએ હાલમાં જ એ નારાનો બચાવ કરતા જેમા મળ્યા હતા કે યહુદીઓ વિરુદ્ધ હિંસાને પુરી દુનિયામાં ફેલાવો. (“Globalize the Intifada” ) આટલુ જ નહીં તેઓ ઈઝરાયેલના અસ્તિત્વને પણ નકારી ચુક્યા છે.
બે વર્ષ પહેલા મમદાનીએ 7 ઓક્ટોબર 2023માં હમાઝના આતંકીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમા 1200 લોકોની હત્યા કરી હતી. 250 લોકોનું અપહરણ કર્યુ હતુ. ત્યારે મમદાનીએ હમાસના આતંકવાદીઓની બિલકુલ નિંદા ન કરી. પરંતુ તેના માટે તેમણે ઈઝરાયેલ પર જ આરોપ લગાવી દીધા. મમદાનીએ લખ્યુ કે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલમાં માર્યા ગયેલા સેંકડો લોકોના મોત પર હું શોકાતૂર છુ. નેતન્યાહુએ યુદ્ધનું એલાન કર્યુ અને ઈઝરાયેલી સરકાર ગાઝાની વીજળી કાપી નાખી. આવનારા દિવસોમાં આ હિંસા વધુ ભડકશે.
ટ્રમ્પ મમદાનીને કટ્ટર વામપંથી અને 100% કોમ્યુનિસ્ટ લ્યુનાટિક(
આથી જ જ્યારે મમદાનીનો ડેમોક્રેટિક ઉમેદવાર બનવાનું નક્કી થયુ તો તુરંત ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ એજન્ડાની વિરુદ્ધમાં આવી ગયા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. ટ્રમ્પે લખ્યુ “આખરે એ થઈ જ ગયુ, ડેમોક્રેટ્સે હદ પાર કરી જ નાખી, ઝોહરાન મમદાની 100% કોમ્યુનિસ્ટ લ્યુનાટિક(પાગલ, સનકી) છે. તેમણે ડેમોક્રેટિક પ્રાઈમરી જીતી લીધી છે અને તે મેયર બનવા તરફ નીકળી પડ્યો છે. તે કટ્ટર વામપંથી તો પહેલા પણ રહ્યો છે. પરંતુ આ વધુ ખતરનાક થઈ રહ્યુ છે. તે ઘણો ભયાનક અને કર્કશ, કડવુ બોલનારો છે. તે બિલકુલ સ્માર્ટ નથી.” ન્યૂયોર્ક ના મેયર પદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માટે ટ્રમ્પના આ શબ્દો છે. ન્યૂયોર્ક વિશે કહેવાય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનની નીતિને કારણે અમેરિકામાં અનેક મુસ્લિમ શરણાર્થી આવ્યા. તેના કારણે ન્યૂયોર્કની ટાઈમ સ્કવેર બિલડીંગની નીચે નમાઝ પઢતા મુસ્લિમો જોવા મળે છે. આ જ મુસ્લિમ આબાદીને કારણે મમદાનીને આશા છે કે તેઓ ન્યૂયોર્કના મેયર આરામથી બની જ જશે .મમદાનીને ભલે હિંદુઓ, હિંદુત્વ કે ભારતથી નફરત હોય પરંતુ જ્યારે પ્રયારનો સમય આવ્યો તો તેમણે હિંદી અને ઊર્દુનો જ સહારો લીધો. આટલુ જ નહીં હિંદી ફિલ્મોનો જ સહારો લીધો.
