Afghanistan Crisis : અમેરિકાની તાલિબાન સાથેની વાતચીતનું કારણ છે ચોંકાવનારું : ઝલમી ખલીલઝાદ

ઝલમી ખલીલઝાદે (Zalmay Khalilzad) જણાવ્યું હતું કે, કે અમેરિકા તાલિબાન સામેનું યુદ્ધ હારી રહ્યું હતું, તેથી તેણે વાતચીતનો માર્ગ પસંદ કર્યો છે. આ સાથે તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે અશરફ ગનીને જવાબદાર ગણાવ્યા છે.

Afghanistan Crisis : અમેરિકાની તાલિબાન સાથેની વાતચીતનું કારણ છે ચોંકાવનારું : ઝલમી ખલીલઝાદ
Zalmay khalilzad (File photo)

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યા બાદ અમેરિકાએ સૈન્ય પાછું ખેંચી લીધું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના (America) સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવની ભૂમિકા નિભાવ્યા બાદ આ પદ છોડનાર ઝલમી ખલીલઝાદ (Zalmay Khalilzad) મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે અમેરિકા તાલિબાન સામેનું યુદ્ધ હારી રહ્યું હતું, તેથી તેણે વિકલ્પ તરીકે વાતચીત પસંદ કરી. તેણે એક અમેરિકન ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમેરિકી સેનાએ યુદ્ધના મેદાનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાં નિષ્ફ્ળતા જ મળી હતી.

ખલીલઝાદે કહ્યું, ‘તાલિબાન સાથેની વાતચીતના નિર્ણયનું પરિણામ હતું, જેમાં સાબિત થયું કે અમે યુદ્ધ જીતી રહ્યા નથી. ત્યારે સમય સારો ચાલી રહ્યો ન હતો. તેથી વહેલા કે મોડું સમાધાન કરી લેવું સારું હતું.’ અફઘાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાની સમસ્યાઓ માટે તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગનીને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે ગનીના અચાનક જવાથી અફઘાનિસ્તાનની રાજધાનીમાં ગભરાટ ફેલાયો હતો. વધુમાં કહ્યું હતું કે, તાલિબાન તેમની સાથે સત્તાની વહેંચણી સરકાર બનાવવા અને આગામી સરકારમાં અશરફ ગની વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓને સામેલ કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. તેણે કહ્યું કે આ બધી વસ્તુઓ એટલા માટે થઈ નથી કારણ કે ગનીએ દેશ છોડી દીધો હતો.

ખલીલઝાદે કહ્યું કે ગની સત્તા છોડવા માંગતા ના હતા. તેમણે કહ્યું કે ગનીએ કાબુલથી ભાગી છૂટ્યા બાદ કહ્યું હતું કે તેમને ખૂન-ખરાબાથી બચવા માટે આ પગકું ભર્યું હતું. પરંતુ આ વાત સદંતર ખોટી છે. ખલીલઝાદે કહ્યું, ‘પ્રશ્ન એ છે કે રાષ્ટ્રપતિ ગનીએ જે કર્યું તે શા માટે કર્યું? જો તે શાંતિ માટે અલગ થવા તૈયાર હતા તો એક વર્ષ પહેલાં કે છ મહિના પહેલાં આ વાત કહી હોત તો પરસ્પર સ્વીકાર્ય વ્યક્તિ સરકારનું નેતૃત્વ કરી શક્ત. પરંતુ ગનીએ એવું કર્યું નહિ.

ઝલમી ખલીલઝાદે કહ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી અલ-કાયદાને ખતમ કરવામાં સફળ રહ્યું છે પરંતુ તે લોકતાંત્રિક અફઘાનિસ્તાન ના બનાવી શક્યું. તાલિબાન 1990ના દાયકાની જેમ લોકો પર દબાણ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ખલીલઝાદે કહ્યું કે અમેરિકા અફઘાન શાંતિ વાટાઘાટોમાંથી અલગ પરિણામ ઈચ્છે છે. ખલીલઝાદે જણાવ્યું હતું કે તાલિબાન આતંકવાદી જૂથો સાથેના સંબંધો તોડવા અને અફઘાન જમીનનો ઉપયોગ અમેરિકા અથવા તેના સહયોગીઓ સામે ન થવા દેવાના તેના વચનને પૂર્ણ કરે છે.

ખલીલઝાદના જણાવ્યા અનુસાર, જો ઈસ્લામિક અમીરાત એક સમાવિષ્ટ સરકાર નહીં બનાવે અને અફઘાનિસ્તાનના અધિકારોનું સન્માન નહીં કરે તો અફઘાનિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો સામાન્ય નહીં રહે. ખલીલઝાદે ચેતવણી આપી છે કે જો અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પડી ભાંગશે તો ગૃહયુદ્ધની શક્યતા પણ સેવાઈ રહી છે. જો તાલિબાન અફઘાન લોકોના અધિકારોનું સન્માન ન કરે અને આતંકવાદ પર ફરીથી અમારી પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે તો સામાન્યતા સ્થિતિને લઈને કોઈ પગલું ભરવામાં નહીં આવે.

આ પણ વાંચો  Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

આ પણ વાંચો : Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati