10 વર્ષ સુધી સત્તામાં રહેલા શી જિનપિંગ ફરી બન્યા ચીનના કેપ્ટન, જાણો કેવી રીતે બન્યા લોકોની પસંદ

China News: 10 વર્ષ સુધી સત્તામાં રહેલા શી જિનપિંગને જૂના નિયમ મુજબ બેઈજિંગમાં મળેલા 20મા મહાસંમેલન (કોંગ્રેસ)માં તેમના અનુગામીને સત્તા સોંપવાનો તેમનો વારો હતો, પરંતુ CPCએ સત્તા પરિવર્તન અંગેના જૂના નિયમો જ બદલી નાખ્યા અને જિનપિંગ ત્રીજીવાર સીપીસીના મહાસચિવ તરીકે ચૂંટાયા.

10 વર્ષ સુધી સત્તામાં રહેલા શી જિનપિંગ ફરી બન્યા ચીનના કેપ્ટન, જાણો કેવી રીતે બન્યા લોકોની પસંદ
શી જિનપિંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 9:26 PM

ચીનમાં (China) સત્તા માટેના કડવા સંઘર્ષનો અંત લાવી એક દાયકા પહેલા જ્યારે  સત્તા પર રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) એ પક્ષનું નેતૃત્વ કરવા માટે શી જિનપિંગને પસંદ કર્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે શાંત અને ધીર-ગંભીર દેખાતા આ પ્રભાવશાળી નેતા પાર્ટીના સ્થાપક માઓ ત્સે સુંગના રસ્તે ચાલ જીવન પર્યંત દેશના નેતા બનવાની રાહ પર આગળ વધશે. તત્કાલિન રાષ્ટ્રપતિ હું જિંતાઓના ઉત્તરાધિકારી તરીકે ચૂંટવા માટે નવેમ્બર 2012માં CPCના 18માં મહાસંમેલન (કોંગ્રેસ)માં તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને શિષ્ઠ અને બુદ્ધિજીવી ઉપ પ્રધાનમંત્રી લી કિંગ વચ્ચે સ્પર્ધા હતી.

આ મુકાબલામાં શી જીનપિંગનો વિજય થયો, ત્યારબાદ લીના સમર્થક હું જિંતાઓએ પાર્ટીના જૂના નિયમોનું પાલન કરીને તમામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓની જેમ શીને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપી હતી. શી માઓ યુગના ભૂતપૂર્વ પ્રભાવશાળી નાયબ વડાપ્રધાન શી ઝોંગશુનના પુત્ર છે. એક સમયે જિનપિંગના પ્રતિસ્પર્ધી રહેલા લી વડાપ્રધાન તરીકે દેશના બીજા નંબરના નેતા બન્યા હતા અને તેમણે પણ જિનપિંગનું સમર્થન કર્યુ હતુ. ત્યારબાદ પાર્ટી અને દેશના નેતા તરીકે શીને પડકાર આપનારુ કોઈ રહ્યુ ન હતુ. જે દસ વર્ષ સુધી સત્તામાં રહેલા જિનપિંગને જૂના નિયમ મુજબ, બેઇજિંગમાં મળેલા 20મા મહાસંમેલન (કોંગ્રેસ)માં તેમના અનુગામીને સત્તા સોંપવાનો સમય હતો, પરંતુ સીપીસીએ સત્તા પરિવર્તન અંગેના જૂના નિયમો જ બદલી નાખી ફરી જિનપિંગને જ ત્રીજીવાર સીપીસીના મહાસચિવ તરીકે ચૂંટ્યા હતા.

ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ?

સત્તા સંભાળ્યા પછીના પ્રથમ દિવસથી જ, શીએ ભ્રષ્ટાચાર સામે સખત ઝુંબેશ શરૂ કરી, આ ઝુંબેશને કારણે તેઓ લોકોમાં પણ ખાસ્સા લોકપ્રિય બન્યા. આ લોકપ્રિયતાને કારણે તેમને તેમના રાજકીય વિરોધીઓ અને ખાસ કરીને ટોચના સેનાપતિઓને વ્યવસ્થિત રીતે હાંકી કાઢવામાં મદદ મળી હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ વાંગ જિઆંગવેઇએ જણાવ્યું હતું કે શી જિનપિંગના છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર ઊંચાઈએ પહોંચવાનું મુખ્ય કારણ તેમનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વર્ષ 1953માં જન્મેલા, શી એ અનેક કોમ્યુનિસ્ટ નેતાઓથી વિપરીત એવા તેમના પિતા શી ઝોંગશુનના કારણે સત્તાને નજીકથી જોઈ હતી. માઓએ ક્રાંતિકારી નેતા ઝોંગશુનને પ્રચાર અને શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. શી જ્યારે યુવાન હતા, ત્યારે તેમના પરિવારને ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું. તેમના પિતાના ઉદારવાદી વિચારોને કારણે માઓએ તેમને ઘણા હેરાન કર્યા હતા. એવું કહેવાય છે કે શીએ તેમનું બાળપણ માઓની નજીક ઝોંગનાનહાઈમાં વિતાવ્યું હતું, જે બેઈજિંગમાં પાર્ટી નેતૃત્વના સત્તાવાર રહેણાંક સંકુલ છે.

શીના પિતા અને માઓ વચ્ચે મતભેદો ઉભા થયા પછી, અને ઝોંગશુનને દેશનિકાલ કરવામાં આવ્યા પછી, શીના તમામ વિશેષાધિકારો છીનવી લેવામાં આવ્યા. માઓની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન શીને 13 વર્ષની ઉંમરે શાળા છોડી દેવી પડી હતી અને ગામમાં જઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વારંવારના પ્રયાસો પછી, શી 1974માં સીપીસીમાં જોડાવામાં સફળ થયા. વર્ષો પછી, શીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે તેમના પિતાના ખોટા કાર્યોને કારણે તેમને સીપીસીમાં જોડાતા અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ એક લેખમાં જણાવ્યું છે કે પાર્ટીમાં વિવિધ હોદ્દા પર લગભગ 38 વર્ષ પછી શી જિનપિંગ ટોચના પદ પર પહોંચ્યા છે.

શીએ 1975 થી 1979 દરમિયાન બેઇજિંગની પ્રતિષ્ઠિત શિન્હુઆ યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેણે પ્રસિદ્ધ ચીની લોક ગાયક પેંગ લિયુઆન સાથે લગ્ન કર્યા. તેમને ઝી મિંગ્ઝ નામની પુત્રી છે. મિંગઝે હાર્વર્ડમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને બાદમાં શી દેશના ટોચના નેતા તરીકે ઉભરી આવ્યા પછી બેઇજિંગ પરત ફર્યા. ચીનના લોકો માને છે કે શીના સત્તામાં રહેવાથી એક નવા યુગની શરૂઆત થઈ છે, જેને શી યુગ કહેવામાં આવે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">