AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World : સાઉદી અરેબિયામાંથી મળી આવ્યું 8 હજાર વર્ષ જૂનું પ્રાચીન મંદિર, મૂર્તિપૂજાની સંસ્કૃતિનું અનુમાન

સાઉદી અરેબિયાની (Saudi Arabia )આ જગ્યા પર 8000 વર્ષ પહેલાં ભવ્ય મંદિર હતું. તેમજ પડોશી જમીન પર કબ્રસ્તાન હતું. અહીં ખોદકામમાં મળેલા શિલાલેખોનો અભ્યાસ હજી  ચાલુ છે.

World : સાઉદી અરેબિયામાંથી મળી આવ્યું 8 હજાર વર્ષ જૂનું પ્રાચીન મંદિર, મૂર્તિપૂજાની સંસ્કૃતિનું અનુમાન
Temple found in Saudi Arabia (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:56 AM
Share

આશ્ચર્ય પમાડે તેવા એક સમાચાર (news ) સાઉદી અરબથી મળી રહ્યા છે. જેમાં સાઉદી અરેબિયામાં(Saudi Arabia ) 8000 વર્ષ જૂનું એક ધાર્મિક સ્થળ અને મંદિર(Temple ) મળી આવ્યું છે. આ ઐતિહાસિક મંદિરના ઘણા શિલાલેખો રિયાધના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત દરિયાકાંઠા આવેલા એક શહેરના ખોદકામ દરમ્યાન મળી આવ્યા છે. સાઉદી અરેબિયાના પુરાતત્વવિદોની એક ટીમે નવી ટેક્નોલોજી મશીનો વડે અલ-ફવના સ્થળે આ ધાર્મિક કેન્દ્રને શોધી કાઢવામાં સફળતા મળી છે. આ સંશોધનમાં મળેલા અવશેષોને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આ શોધવા માટે ઉચ્ચ ગુણવત્તાની એરિયલ ફોટોગ્રાફી, કંટ્રોલ પોઈન્ટ સાથેના ડ્રોન ફૂટેજ, રિમોટ સેન્સિંગ, લેસર સેન્સિંગ તેમજ બીજા અન્ય ઘણા સર્વેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મંદિરનું સંશોધન

‘સાઉદી ગેઝેટ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, અલ-ફાનો નો આ એક વિસ્તાર છેલ્લા 40 વર્ષથી પુરાતત્વ વિભાગના લોકો માટે હોટ સ્પોટ રહ્યો છે. અત્યાર સુધી સર્વેક્ષણ સ્થળ પરની ઘણી શોધો કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની શોધ આ મંદિરની છે,જેમાં તોડી પાડવામાં આવેલા પરિસરમાંથી વેદીના ભાગોના અવશેષો પણ મળી આવ્યા છે. આ જ બતાવે છે કે તે સમયે અહીં એવા લોકો રહેતા હતા, જેમના જીવનમાં પૂજા અને યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓનું ખૂબ મહત્વ રહ્યું હશે. આ મંદિરનું નામ તુવૈક પર્વતની બાજુમાં આવેલું પથ્થર કાપેલું મંદિર કહેવામાં આવે છે, જે હવે અલ-ફવ તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર અલ-ફાના લોકો ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિમાં માનતા હતા. અહીં ખોદકામ દરમ્યાન એક શિલાલેખ મળી આવ્યો છે, જે અલ-ફાના દેવ કાહલના અસ્તિત્વની પુષ્ટિ કરે છે.

આ સ્થળ પર એક પ્રાચીન મોટા શહેરની પણ શોધ થઈ છે, જેના પર કેટલાક ટાવર બનાવવામાં આવ્યા છે. આ સર્વે દરમિયાન, નહેરો, જળાશયો અને વિશ્વની સૌથી સૂકી જમીન અને કઠોર રણના વાતાવરણમાં સેંકડો ખાડાઓ સહિત પ્રદેશમાં જટિલ સિંચાઈ પ્રણાલીઓ પણ મળી આવી છે. અહીં અગાઉ થયેલા સંશોધન મુજબ હજારો વર્ષો પહેલાથી આ વિસ્તારમાં મંદિર અને મૂર્તિપૂજાની સંસ્કૃતિ રહી હશે.

સાઉદી અરેબિયાની આ જગ્યા પર 8000 વર્ષ પહેલાં ભવ્ય મંદિર હતું. તેમજ પડોશી જમીન પર કબ્રસ્તાન હતું. અહીં ખોદકામમાં મળેલા શિલાલેખોનો અભ્યાસ હજી  ચાલુ છે. નવી ટેકનોલોજીએ નિયોલિથિક માનવ વસાહતોના અવશેષો વિશે ઘણી માહિતી જાહેર કરી છે. આ સાઇટ પર નવા સંશોધન દરમિયાન, આ મંદિરની ખૂબ નજીક 2,807 કબરો પણ મળી આવી છે. પરંતુ મૃતક કયા ધર્મનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જોકે એવું કહેવાય રહ્યું છે કે અહીં મળી આવેલી કબરો અલગ-અલગ સમયની છે.

g clip-path="url(#clip0_868_265)">