સાઉદીમાં મહિલાઓ પરથી કેટલાક પ્રતિબંધો હટાવાયા, પહેલી વાર Women’s camel beauty contestનું આયોજન થયું
સાઉદી અરેબિયામાં પ્રથમ વખત મહિલાઓની ઊંટ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 મહિલાઓ પોતાના ઊંટ સાથે જોડાઈ હતી.
સાઉદી અરેબિયાના (Saudi Arabia) રણમાં સાઉદી મહિલાઓ તેમના સુંદર ઊંટ સાથે સામેલ થઇ. સૌપ્રથમ વખત દેશની મહિલાઓએ આ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો. પોતાની રૂઢિચુસ્ત પરંપરાઓ માટે જાણીતા સાઉદી અરેબિયામાં પ્રથમ વખત Women’s camel beauty contestનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત રાજા અબ્દેલઅઝીઝ ફેસ્ટિવલનો એક ભાગ માનવામાં આવતી આ સ્પર્ધામાં ફક્ત પુરુષો જ તેમના સુંદર ઊંટ સાથે ભાગ લેતા હતા.
અહેવાલ મુજબ, રાજધાની રિયાધના ઉત્તર-પૂર્વમાં આવેલા રુમા રણમાં સપ્તાહના અંતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધા પછી 27 વર્ષીય લામિયા અલ-રશીદીએ કહ્યું, “તે નાની હતી ત્યારથી જ ઊંટોમાં રસ હતો. તેણે કહ્યું કે તેના પરિવાર પાસે 40 ઊંટો છે. સ્પર્ધામાં સામેલ અન્ય એક યુવતી, જેણે રંગબેરંગી શાલથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો, તેણે કહ્યું કે જ્યારે મહિલાઓ માટે આ ઇવેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે તેણે તેમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
7 વર્ષની માલથના ઊંટે ત્રીજું ઇનામ જીત્યું
સાઉદી અરેબિયામાં પ્રથમ વખત 40 મહિલા સ્પર્ધકોએ Women’s camel beauty contestમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર સાત વર્ષની ઉંમરે, માલથ બિન્ત ઈનાદ સૌથી નાની સ્પર્ધક હતી અને તેના પ્રાણીએ ત્રીજું ઇનામ જીત્યું હતું. આ 40 દિવસીય તહેવાર ગયા મહિને શરૂ થયો હતો. પાંચ મહિલા સ્પર્ધકોએ 10 લાખ રિયાલ (લગભગ $260,000)ની ઈનામી રકમ જીતી. પુરસ્કાર જીત્યા બાદ માલથના પિતાએ કહ્યું કે તેમની પાસે 200થી વધુ ઊંટ છે. હરીફાઈમાં મહિલાઓની એન્ટ્રીથી તે ખૂબ જ ખુશ છે, આનાથી તહેવાર પ્રત્યે લોકોનો ઉત્સાહ વધશે અને ઊંટની કિંમતમાં વધારો થશે.
અનેક માપદંડો પર કરવામાં આવે છે ઊંટની સુંદરતાનું મૂલ્યાંકન
Camel beauty contestએ સાઉદી અરેબિયામાં યોજાતી મુખ્ય સ્પર્ધા છે. આમાં ઊંટની સુંદરતાનું મૂલ્યાંકન ઘણા માપદંડો પર કરવામાં આવે છે, પરંતુ ઊંટના હોઠ, ગરદન અને ખૂંધના કદને સુંદરતાના મુખ્ય માપદંડો માનવામાં આવે છે. અગાઉ ડિસેમ્બરમાં, ઘણા સહભાગીઓને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા કારણ કે તેઓએ તેમના ઊંટને બોટોક્સના ઇન્જેક્શન આપ્યા હતા. સપ્તાહના અંતે Women’s camel beauty contest દરમિયાન લાલ રેતીના ટ્રેક પર યોજાયેલી પરેડમાં ઘોડા પર બેઠેલી મહિલાઓના ઊંટોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મહિલાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો
વૈશ્વિક સ્તરે સાઉદી અરેબિયા પૂર્વ સુધી તેની રૂઢિચુસ્ત પરંપરાઓ માટે ઓળખાય છે. જે અંતર્ગત મહિલાઓ પર ઘણા પ્રતિબંધો હતા, પરંતુ 2017માં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સત્તામાં આવ્યા બાદથી મહિલાઓ પરના કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો –
પાયલોટે 10 મિનિટની અંદર બે વાર મોતને હરાવ્યું, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો –