પાયલોટે 10 મિનિટની અંદર બે વાર મોતને હરાવ્યું, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ

ક્રેશ થયેલા નાના પ્લેનમાં માત્ર પાઈલટ (Pilot) જ સવાર હતો, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની ઓળખ 70 વર્ષીય માર્ક જેનકિન્સ તરીકે થઈ છે. તે યુએસ એરફોર્સના "ખૂબ જ અનુભવી" અને ફાઈટર પાઈલટ છે.

પાયલોટે 10 મિનિટની અંદર બે વાર મોતને હરાવ્યું, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ
Plane Crash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 2:36 PM

અમેરિકાના લોસ એન્જલસ (Los Angeles)માં નાના પ્લેનના પાયલોટે થોડી જ મિનિટોમાં બે વખત મોતને માત આપી હતી. રવિવારે આ નાનું પ્લેન રેલવે ટ્રેક (Railway track) પર ક્રેશ થયું હતું. પાયલોટ આ દુર્ઘટનામાંથી બચી ગયો હતો, પોલીસે તેને પાટા પરથી હટાવવાની કામગીરી પ્રથમ કરતા તે પેસેન્જર ટ્રેનની ટક્કરથી બચી ગયો હતો.

પ્લેન રેલ્વે ક્રોસિંગ પર ક્રેશ થયું

‘બોડીકેમ વીડિયો’ (અધિકારીઓના શરીર પર લગાવેલા કેમેરાના વીડિયો)માં અધિકારી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે, વીડિયોમાં ‘સેસ્ના 172’ એરક્રાફ્ટના કોકપિટમાંથી લોહીથી લથપથ પાયલટને બહાર કાઢતા જોવા મળે છે. પોલીસ કેપ્ટન ક્રિસ્ટોફર જીને પત્રકારોને જણાવ્યું હતું કે એરપોર્ટથી ઉડાન ભરેલું સિંગલ એન્જિન પ્લેન રેલ્વે ક્રોસિંગ (Railway crossing) પર જ ક્રેશ થયું હતું.

અકસ્માત (Accident)ની થોડી જ મિનિટોમાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાર્જન્ટ જોસેફ કેવસ્ટનીએ CBSN લોસ એન્જલસને જણાવ્યું હતું કે “મેં મેટ્રોલિંકને ટ્રેનની તમામ ગતિવિધિઓ બંધ કરવા વિનંતી કરી હતી, પરંતુ દેખીતી રીતે આવું થયું ન હતું.” તે જ સમયે ઓફિસર ક્રિસ્ટોફર એબોયેટે જણાવ્યું હતું કે તેઓ પ્રથમ ક્રેશ થયેલા વિમાન (Plane)ના પાયલટને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે કોકપિટની અંદર ફસાયેલો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આટલા વર્ષોની તાલીમ કામમાં આવી: ઓફિસર

ઓફિસર રોબર્ટ શેરોકે કહ્યું કે તરત જ ઘંટ વાગવા લાગ્યા અને ફ્લેશિંગ લાઈટોથી ટ્રેન (Train)ના આગમનનો સંકેત મળ્યો. “અમે જોયું કે એક ટ્રેન ખૂબ જ ઝડપે અમારી તરફ આવી રહી હતી, તેણે કહ્યું અન્ય એક અધિકારી ડેમિયન કાસ્ટ્રોએ જણાવ્યું કે આટલા વર્ષોની તાલીમ કામમાં આવી.આવા સમયે તમારી પાસે વિચારવાનો વધારે સમય ન હોય, તમારે ફક્ત આગળ વધવું પડે છે.

‘બોડીકેમ વીડિયો’માં બતાવવામાં આવ્યું છે કે, અધિકારીઓએ પાયલોટને ત્યાંથી હટાવતા જ ટ્રેન પ્લેનના કાટમાળ પર જોરદાર અવાજ કરીને ત્યાંથી રવાના થઈ ગઈ હતી. શેરોકે કહ્યું, “પાયલોટે 10 મિનિટની અંદર બે વાર મૃત્યુને હરાવ્યું.”

ક્રેશ થયેલા નાના પ્લેનમાં માત્ર પાઈલટ જ સવાર હતો, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની ઓળખ 70 વર્ષીય માર્ક જેનકિન્સ તરીકે થઈ છે. તે યુએસ એરફોર્સના “ખૂબ જ અનુભવી” અને ફાઇટર પાઇલટ છે.

આ પણ વાંચો: Pig Heart Transplant: વિશ્વમાં પ્રથમ વખત અમેરિકામાં ડુક્કરનું હૃદય માણસના શરીરમાં ધબકશે

g clip-path="url(#clip0_868_265)">