London News : મહિલા આરક્ષણ બિલ વિશ્વભરમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે, લંડનમાં BRS નેતા કે. કવિતાનું નિવેદન
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કવિતાનું લંડનમાં સમાજના લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં કે.કવિતાએ તેમના રાજ્યમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું તેલંગાણા રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં અગ્રેસર છે.
London : ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે કવિતાએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ વિશ્વભરમાં મહિલાઓને જાહેર જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે. લંડનમાં થિંક ટેન્ક ‘બ્રિજ ઇન્ડિયા’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેલંગાણા વિધાન પરિષદમાં BRSના સભ્ય કે. કવિતાએ લોકોને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો London News : ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ લંડનમાં ઉજવણી, પોલીસે પેટ્રોલિંગ વધાર્યું
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કવિતાનું લંડનમાં સમાજના લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં કે.કવિતાએ તેમના રાજ્યમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું તેલંગાણા રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં અગ્રેસર છે.
Celebrating a historic moment at the @BridgeIndiaOrg Event in Central Hall, Westminister, as India passes the Nari Shakti Vandhan Abhyan, a monumental step towards gender equality. Reflecting on the journey, acknowledging biases, and emphasizing the importance of women in shaping… pic.twitter.com/VGtY5bA7ZL
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 7, 2023
લંડનની તેમની મુલાકાત દરમિયાન કવિતાએ કહ્યું કે આપણે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ, જ્યાં ઓછામાં ઓછી 70 કરોડ મહિલાઓ છે. જો આપણા દેશની મહિલાઓ માટે કોઈ સકારાત્મક પરિવર્તન આવ્યું હોય તો, હું માનું છું કે વિશ્વને તેની જાણ થવી જોઈએ.
વધુમાં તેમણે મહિલા અનામત બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આ બિલ આપણા દેશની મહિલાઓને સક્ષમ બનાવવા માટે સાબિત થશે અને ભારતની પ્રગતિમાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરશે. જ્યારે ભારતમાં રાજકીય પક્ષોમાં મહિલાઓને મજબૂત પ્રતિનિધિત્વ આપવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પક્ષોએ પરંપરાગત રીતે આ મામલે જાગૃતતા દર્શાવી નથી.
BRS નેતા કે. કવિતાએ કહ્યું કે જ્યારે હું મહિલા આરક્ષણ બિલ વિશે વાત કરું છું, તે માત્ર 181 મહિલા સાંસદ પૂરતી વાત નથી, પરંતુ તે અબજો મહિલાઓની વાત છે.
મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરે છે, તેને 21 સપ્ટેમ્બરના રોજ સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 28 સપ્ટેમ્બરે આ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા.