AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીજળી કાપ અને ઇંધણની તીવ્ર અછત, આ દેશની હાલત ધીરે ધીરે લથડી રહી છે

આ દેશ ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. જેમાં વારંવાર વીજળી કાપ અને ઇંધણની તીવ્ર અછત જોવા મળી રહી છે. આ સમસ્યા મધ્યમ વર્ગીય માટે હેરાનરૂપ છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે વીજળીની માંગ 25% સુધી વધી જાય છે. દેશની હાલત અત્યંત ગંભીર બની રહી છે.

વીજળી કાપ અને ઇંધણની તીવ્ર અછત, આ દેશની હાલત ધીરે ધીરે લથડી રહી છે
| Updated on: May 05, 2025 | 8:32 PM
Share

ઈરાન હાલમાં ગંભીર રીતે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેમાં વારંવાર વીજળી કાપ અને ઇંધણની તીવ્ર અછત જોવા મળી રહી છે. આ સમસ્યા મધ્યમ વર્ગીય માટે હેરાનરૂપ છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે વીજળીની માંગ 25% સુધી વધી જાય છે.

રિપોર્ટમાં થયો ખુલાસો

ઈરાન ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ, સરકાર ઉર્જા સંકટ અંગે ખોટા દાવા કરી રહી છે અને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઊર્જાની અછત દિવસેને દિવસે વધી રહી છે, જ્યારે સરકારી અધિકારીઓ ખાતરી આપી રહ્યા છે કે પરિસ્થિતિ ટૂંક સમયમાં કંટ્રોલમાં આવી જશે. નેશનલ ઈરાનીયન ઓઈલ રિફાઈનિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની (NIORDC)ના CEO એ 2024ના અંત સુધીમાં તેલ અને ડીઝલનું ઉત્પાદન વધારવાનો દાવો કર્યો હતો પરંતુ ઈરાન ઈન્ટરનેશનલ દ્વારા મેળવેલા સિક્રેટ અહેવાલમાં આ દાવાનો પર્દાફાશ થયો છે. રિપોર્ટ મુજબ, ઉત્પાદનમાં ખૂબ જ ઓછો વધારો થયો છે.

પશ્ચિમી દેશોમાં પ્રતિબંધ

ઇંધણની માંગને પહોંચી વળવા માટે ઈરાની સરકાર ઇંધણની ગુણવત્તા સાથે સમાધાન કરી રહી છે અને ખતરનાક રસાયણો ઉમેરી રહી છે, જે કેટલાક પશ્ચિમી દેશોમાં પ્રતિબંધિત છે. આ ઇંધણની ગુણવત્તા માટે અને જનતાના આરોગ્ય માટે એક મોટો ખતરો છે. સરકારે 2018થી તેના ઇંધણમાં રસાયણો ઉમેરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ ઈરાનમાં ઉત્પાદિત ઇંધણનો એક ચોથો ભાગ માત્ર યુરોપિયન બાજુ જ ખરો ઉતરે છે.

આ સંકટને કારણે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને જનતા પાસે માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું કે દેશ વીજળી, પાણી, ઉર્જા, પૈસા અને પર્યાવરણ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જો કે, તેમણે ભવિષ્યમાં આવી સમસ્યાઓ અટકાવવાનું વચન આપ્યું છે.

પાકિસ્તાનનો ઈરાનને ટેકો

આ કટોકટી અનેક પરિબળોનું પરિણામ હોઈ શકે છે, જેમાં યુએસ પ્રતિબંધોને કારણે કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો અને વીજળીની વધતી માંગનો સમાવેશ થાય છે. આ ગંભીર કટોકટી માત્ર ઈરાનની અર્થવ્યવસ્થાને જ નહીં પરંતુ લોકોના જીવનને પણ ઊંડી અસર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈરાનને ટેકો આપવામાં વ્યસ્ત છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના ખાસ માનવામાં આવે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">