King Charles Coronation: બ્રિટન મંદીની ગર્તામાં પણ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી પાછળ ખર્ચશે 1 હજાર કરોડ ! કથળતી અર્થ વ્યવસ્થાને પડતા પર પાટુ
એક તરફ યુકેની અર્થવ્યવસ્થા અત્યારે ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં રાજાના રાજ્યાભિષેક માટે કરવામાં આવી રહેલ જંગી ખર્ચ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ કાર્યક્રમ સરકારી ખર્ચે ન યોજવો જોઈએ.

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાનો આજે રાજ્યાભિષેક છે. દેશના 70 વર્ષના ઈતિહાસમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે. દેખીતી રીતે તેને ભવ્ય બનાવવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. આ ખાસ અવસર માટે લંડનમાં વેસ્ટમિન્સ્ટર અબેને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આ માટે વિશ્વભરમાંથી લગભગ 2,000 જાણીતી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ ઈવેન્ટ પર અંદાજિત 100 મિલિયન પાઉન્ડ ( એટલે લગભગ રૂ. 10,21,37,37,500) ખર્ચ કરવામાં આવ્યો છે.
એક તરફ યુકેની અર્થવ્યવસ્થા અત્યારે ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં રાજાના રાજ્યાભિષેક માટે કરવામાં આવી રહેલ જંગી ખર્ચ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ કાર્યક્રમ સરકારી ખર્ચે ન યોજવો જોઈએ.
આ પ્રસંગે ભારતીય મૂળના અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે રાજા ચાર્લ્સ III ના રાજ્યાભિષેકની ઉજવણી માટે એક વિશેષ સંદેશ આપ્યો છે, જેમાં એક હજાર વર્ષ કરતાં વધુ જૂના ધાર્મિક સમારોહમાં તમામ ધર્મો દ્વારા ભજવવામાં આવતી કેન્દ્રીય ભૂમિકાને પ્રકાશિત કરવામાં આવી છે.
બ્રિટનમાં મંદી વચ્ચે ખર્ચાડ જલસો !
પરંતુ કિંગ ચાર્લ્સે પોતે પહેલ કરીને આ પ્રસંગનો ખર્ચ ઘટાડવા કહ્યું છે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી લગભગ 2,000 VIP ભાગ લેશે. વર્ષ 1953માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેક પ્રસંગે ચાર ગણા વધુ મહેમાનો હાજર હતા. આ કાર્યક્રમ માત્ર એક કલાક ચાલશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે તે ઘણા કલાકો સુધી ટકી શકે છે. આ હોવા છતાં, આ ઇવેન્ટમાં આશરે 100 મિલિયન પાઉન્ડ અથવા લગભગ $125 મિલિયનનો ખર્ચ થવાનો અંદાજ છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેક પર લગભગ 1.5 મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા, જે આજની દ્રષ્ટિએ પાંચ મિલિયન પાઉન્ડ છે. 1937માં જ્યોર્જ VI ના રાજ્યાભિષેકની કિંમત £4.5 મિલિયન હતી. આ રકમ આજે 24.8 મિલિયન પાઉન્ડની સમકક્ષ છે.
યુકેની જીડીપી કોવિડ પહેલાના સ્તર કરતાં 0.6% નીચે
આ ઇવેન્ટનો ખર્ચ યુકે સરકાર ઉઠાવી રહી છે. એટલે કે તે બ્રિટિશ કરદાતાના ખિસ્સામાંથી જશે. બકિંગહામ પેલેસ પણ આમાં થોડું યોગદાન આપી રહ્યું છે. જોકે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એક સર્વે અનુસાર 51 ટકા લોકોનું કહેવું છે કે સરકારે તેનો ખર્ચ ઉઠાવવો જોઈએ નહીં. દેશમાં 8 મેના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આનાથી યુકેના અર્થતંત્રને £1.36 બિલિયનનો ખર્ચ થવાનો અંદાજ છે. હાલમાં યુકેની જીડીપી કોવિડ પહેલાના સ્તર કરતાં 0.6% નીચી છે. બ્રિટન એક માત્ર G-7 અર્થતંત્ર છે જે હજુ સુધી કોવિડમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. એક અનુમાન મુજબ, આ વર્ષે બ્રિટન મંદીમાં સપડાય તેવી શક્યતા 75 ટકા છે.
કથળતી અર્થવ્યવસ્થા પર ભારે પડશે તાજપોશી !
કેન્ટરબરીના આર્કબિશપમાં આજરોજ કિંગ ચાર્લ્સનો તાજ પહેરાવશે. આ સાથે લંડન અને બ્રિટનના અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસની ઉજવણી શરૂ થશે. આ ઉજવણી 8 મે સુધી ચાલુ રહેશે. તે દિવસે દેશમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં દેશના લાખો લોકો જોડાશે. પરંતુ બ્રિટનની કથળતી અર્થવ્યવસ્થાને જોતા આ ખર્ચાડ પ્રસંગ પર સવાલો ઉઠી રહ્યા છે. બકિંગહામ પેલેસે આ ઇવેન્ટ માટે કુલ કેટલો ખર્ચ થશે તે અંગે કોઈ માહિતી આપી નથી.