Pakistan : પાણીના એક-એક બુંદ માટે તરસી રહ્યા છે પાકિસ્તાનીઓ, PM ઈમરાન ખાન સામે વિરોધ પ્રદર્શન

|

Feb 27, 2022 | 4:27 PM

ટોરોન્ટો સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ એન્ડ સિક્યોરિટી (IFFRAS) અનુસાર, પાણીની કટોકટીને કારણે લોકોએ વિરોધ શરૂ કર્યા છે અને તે પાકિસ્તાનની બિમાર અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે.

Pakistan : પાણીના એક-એક બુંદ માટે તરસી રહ્યા છે પાકિસ્તાનીઓ, PM ઈમરાન ખાન સામે વિરોધ પ્રદર્શન
PM Imran Khan (File Photo)

Follow us on

Pakistan : પાકિસ્તાનમાં દરરોજ એક યા બીજી મુશ્કેલીમાં જોવા મળે છે. ત્યારે હવે દેશમાં પાણીની સમસ્યા (Water Crisis) સર્જાઈ છે. પાકિસ્તાનનો સિંધ પ્રાંત આ દિવસોમાં પાણીની અછતનો સામનો કરી રહ્યો છે.જેના કારણે થરપારકર જિલ્લાના મીઠી શહેરમાં ડઝનબંધ લોકોએ ઈમરાન ખાન (Imran Khan) સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રહેવાસીઓ મોંઘા ભાવે પાણીની બોટલો ખરીદવા મજબુર

ડૉન અખબારના અહેવાલ મુજબ,આ વિરોધ કૌમી અવામી તહરીક(Qaumi Awami Tehreek)  પાર્ટીના નેતૃત્વમાં થયો છે. પાર્ટીના નેતાઓએ કહ્યું કે આ સંકટ માટે જાહેર આરોગ્ય વિભાગના અધિકારીઓ સંપૂર્ણપણે જવાબદાર છે.આગેવાનોએ જણાવ્યું હતુ કે, શહેરના રહેવાસીઓને મોંઘા ભાવે પાણીની બોટલો ખરીદવાની ફરજ પડી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે લોકો આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકતા નથી તેઓને કુવાઓનું અત્યંત ઝેરી પાણી પીવા મજબુર બન્યા છે. PHED અને ખાનગી કંપનીઓના અધિકારીઓ દ્વારા થયેલા ભ્રષ્ટાચારને કારણે તમામ રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ્સે કામ કરવાનું બંધ કરી દીધુ છે.તમને જણાવી દઈએ કે,આ પ્લાન્ટની કિંમત લગભગ 15 અબજ પાકિસ્તાની રૂપિયા છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

જળ સંકટ દેશના બિમાર અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે

આ વિરોધ પાકિસ્તાનમાં ચાલી રહેલા જળ સંકટ વચ્ચે આવ્યો છે અને તે દેશની સ્થિરતા માટે વિનાશક સાબિત થઈ શકે છે. ટોરોન્ટો સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ એન્ડ સિક્યોરિટી (IFFRAS) અનુસાર, પાણીની કટોકટીને કારણે લોકોએ વિરોધ શરૂ કર્યા છે અને તે પાકિસ્તાનની બિમાર અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત, તે પ્રાંતો વચ્ચેના ઝઘડા પણ વધારી શકે છે.

ખેડૂતોએ મુખ્ય હાઇવે બ્લોક કર્યા

સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના ખેડૂતોએ સિંધુ નદીમાંથી તેમના હિસ્સાનું પાણી છોડવાની માંગ કરવા માટે મુખ્ય હાઇવે બ્લોક કરવાનું શરૂ કર્યું છે.થિંક ટેન્કે જણાવ્યુ હતુ કે, સૌથી ધનાઢ્ય અને રાજકીય રીતે પ્રભુત્વ ધરાવતા પંજાબ પ્રાંત પર ઘણીવાર નદીના પાણીની સૌથી વધુની ફાળવણી કરવામાં આવે છે, જ્યારે અન્ય પ્રાંતોને સૂકવવામાં આવે છે.

 

આ પણ વાંચો : Russia Ukraine War : ‘યુક્રેનના બે મોટા શહેરોને ઘેરી લીધા’, રશિયાનો દાવો, કહ્યું- યુક્રેનના 471 સૈનિકોની પણ ધરપકડ કરવામાં આવી

Published On - 4:27 pm, Sun, 27 February 22

Next Article