ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આવતીકાલે મહાભિયોગ પર થશે વોટિંગ

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આવતીકાલે મહાભિયોગ પર થશે વોટિંગ

અમેરિકાની કેપીટલ હિંસાને લઈને અમેરિકાના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિરુદ્ધ બુધવારે મહાભિયોગની કાર્યવાહી શરૂ થવાની છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Jan 12, 2021 | 11:59 PM

અમેરિકાની કેપીટલ હિંસાને લઈને અમેરિકાના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિરુદ્ધ બુધવારે મહાભિયોગની કાર્યવાહી શરૂ થવાની છે. જેમાં અમેરિકાના સંસદના નીચલા સદનમાં સોમવારે લાવવામાં આવેલા પ્રસ્તાવ પર બુધવારે વોટિંગ થવાનું છે. આના આધારે મહાભિયોગના આરોપ નક્કી કરવામાં આવશે. પ્રતિનિધિ સભામાં  બુધવારે પ્રથમ એક અન્ય પ્રસ્તાવ પર મતદાન થશે.  સોમવારે રજૂ કરાયેલા પ્રસ્તાવમાં Donald Trump પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે  કેપીટલ હિલ ( અમેરિકી સંસદ) પરના હુમલા માટે તેમણે તેમના સમર્થકોને ઉશ્કેરયા હતા.

આ પ્રસ્તાવમાં ટ્રમ્પને હટાવવા ઉપરાંત ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સ અને કેબિનેટને અપીલ છે કે 25માં બંધારણીય સુધારાને લાગુ કરે. આનો ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીના સાંસદોએ વિરોધ કર્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે  જો આની પર અમલ નહીં થાય તો બુધવારે મહાભિયોગ પર સવારે ચર્ચા શરૂ કરવામાં આવશે અને સાંજ સુધી તેની પર વોટિંગ કરવામાં આવશે. અમેરિકા પ્રતિનિધિ સભાના સ્પીકર અને ડેમોક્રેટ નેય નેન્સી પેલોસીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે ખતરો છે. તેથી આપણે બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે જલ્દી પગલાં લેવા જોઈએ.

સોમવારે  રાષ્ટ્રપતિ માઈક પેન્સ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટુંકી મુલાકાત કરવામાં આવી હતી. કેપીટલ હિંસા બાદ પ્રથમવાર આ બંનેએ મુલાકાત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે બંને વચ્ચે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જો બુધવારે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર થશે તો અમેરિકાના પ્રથમ  રાષ્ટ્રપતિ હશે જેમની વિરુદ્ધ બે વાર મહાભિયોગનો સામનો કરશે.

આ પણ વાંચો: પરીક્ષાના વિકલ્પના વિવાદમાં હાઈકોર્ટે GTUની તરફેણમાં આપ્યો ચુકાદો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati