પરીક્ષાના વિકલ્પના વિવાદમાં હાઈકોર્ટે GTUની તરફેણમાં આપ્યો ચુકાદો

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા 14 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ કરી હતી.

  • Tv9 webdesk42
  • Published On - 23:44 PM, 12 Jan 2021
Gujarat HC rejects petition seeking permission for online exams in GTU

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા 14 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે
GTUની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ અરજીની સુનવણીમાં GTUએ દલીલ કરી હતી કે અત્યારે લેવાતી પરીક્ષામાં પણ પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા આપતા હોવાની અને કોરોના કાબૂમાં આવ્યો હોવાથી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની કોઈ જરૂર જણાતી નથી. GTUની આ દલીલને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની 14 વિદ્યાર્થીઓની અરજી નકારી છે.

 

 

સાથે જ આ અરજીની સુનાવણીમાં મૌખિક અવલોકન કરતાં હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે શાળાએ જઈ શકે તો GTUના આ 14 વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવા કેમ ન જઈ શકે? GTUના એડવોકેટે GTUનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો આવ્યો છે, શાળાઓ પણ હવે શરૂ થઈ ગઈ છે. હાલમાં GTU દ્વારા જે પરીક્ષા લેવાઈ રહી છે, તેમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી જ રહ્યા છે.

 

આ પણ વાંચો: રાજકોટના ધોરાજીમાં ઉદ્યોગકારો બેફામ, લોકોએ નદી બચાવો અભિયાન શરૂ કર્યું