AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વ્લાદિમીર પૂતિન ની નેટવર્થ જાણશો તો ચોંકી જશો, ₹6700000 નું ટૉયલેટ, ₹76000 બ્રશ…. આટલા અમીર છે રશિયાના રાષ્ટ્રપતિ

રશિય રાષ્ટ્રપતિ 4 ડિસેમ્બરે તેની બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે જ તેની નેટવર્થ પણ ચર્ચામાં છે. જે અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે.

વ્લાદિમીર પૂતિન ની નેટવર્થ જાણશો તો ચોંકી જશો, ₹6700000 નું ટૉયલેટ, ₹76000 બ્રશ.... આટલા અમીર છે રશિયાના રાષ્ટ્રપતિ
| Updated on: Dec 03, 2025 | 5:42 PM
Share

Vladimir Putin Net Worth: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતીકાલે (4Dec) એ તેની બે દિવસની ભારત યાત્રાએ આવી રહ્યા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે બિઝનેસ સંબંધિત અનેક ડિલ થવાની સંભાવના છે. પુતિનની ગણતરી દુનિયાના સૌથી અમીર નેતાઓમાં થાય છે. તેમની અઘોષિત સંપત્તિ અબજો ડૉલરની હોઈ શકે છે.

ધ વીક અનુસાર, 73 વર્ષીય પુતિનની વાર્ષિક કમાણી જ $140,000 (આશરે રૂ. 1.26 કરોડ) કમાય છે. અહેવાલ મુજબ, તેમની પાસે 800 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ, એક ટ્રેલર અને ત્રણ કાર છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે તેમની સંપત્તિ આના કરતા ઘણી વધારે છે, કારણ કે પુતિને તેમની ઘણી સંપત્તિ છુપાવી રાખી છે.

1.4 બિલિયન ડોલરનો વિશાળ મહેલ

પુતિનની જાહેર કરેલી સંપત્તિ અને મિલકતો કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. એકતરફ જ્યાં પુતિન 800 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ, એક ટ્રેલર અને ત્રણ કારના માલિક હોવાનો દાવો કરે છે, પરંતુ તેમની વિશાળ, વૈભવી મિલકતોની અફવાઓ સતત ફેલાઈ રહી છે. આમાં બ્લેક સીના કિનારે બનેલો 1,90,000 વર્ગ ફુટનો એક કિલ્લા જેવુ વિશાળ ઘર પણ સામેલ છે, આ સાથે 19 અન્ય ઘર પણ છે. જેની કિંમત આશરે 1.4 બિલિયન ડોલર હોવાનું કહેવાય છે. આ બ્લેક સી વાળા ઘરના “પુતિનની દેહાતી કોટેજ” તરીકે ઓળખવામાં આવે છે.

આ વિશાળ ઘરની ખાસિયતો

પૂતિનના વિશાળ ઘરની છત પર સુંદર કલાત્મક ચિત્રો અને દિવાલોને ગ્રીક દેવતાઓની મૂર્તિઓથી સજાવવામાં આવી છે. આ મહેલમાં એક સ્વિમિંગ પૂલ પણ છે. બાથરૂમમાં 850 ડૉલર (લગભગ 76 હજાર રૂપિયા) નું ઈટાલિયન ટૉયલેટ બ્રશ અને 1250 ડૉલર (1.13 લાખ રૂપિયા) નો ટૉયલેટ પેપર હોલ્ડર લાગેલો છે. અહીં દિવસ-રાત 40 કર્મચારીઓ કામ કરે છે. તેની દેખરેખમાં વર્ષે 20 લાખ ડૉલરનો ખર્ચ આવે છે.

લક્ઝરી ઘડિયાળો અને વિમાનો પ્રત્યેનો જુસ્સો

પુતિન લક્ઝરી ઘડિયાળોનો પણ શોખીન છે. ફોર્ચ્યુન અનુસાર, પુતિન ઘણીવાર ઉચ્ચ કક્ષાની લક્ઝરી ઘડિયાળો પહેરતા જોવા મળે છે, જે તેમની વાર્ષિક આવક કરતાં ઘણી વધારે કિંમતની હોય છે. તેમની પાસે અનેક ઘરો, સેંકડો કાર અને ડઝનબંધ વિમાનો અને હેલિકોપ્ટર હોવાની પણ અફવા છે. પુતિન પાસે 58 વિમાનો અને હેલિકોપ્ટર હોવાના અહેવાલ છે, જેમાં “ધ ફ્લાઇંગ ક્રેમલિન” નામનું $716 મિલિયનનું વિશાળ વિમાન પણ સામેલ છે. તેમાં $75,000 (આશરે રૂ. 67 લાખ)નું સોનાનું બનેલું શૌચાલય હોવાનું પણ કહેવાય છે.

22 ડબ્બાવાળી ટ્રેન

  • પુતિન પાસે 22 ડબ્બાવાળી ‘ઘોસ્ટ ટ્રેન’ પણ છે.
  • આ ટ્રેનમાં જીમ, સ્કિનકેર અને મસાજ પાર્લર જેમા એન્ટી એજિંગ મશીનો લાગેલી છે. અને એક ટર્કિશ બાથ સ્ટીમ રૂમ જેવી વૈભવી સુવિધાઓ છે.
  • તેમાં વૈભવી બેડરૂમ, સુશોભિત ડાઇનિંગ કાર અને મૂવી થિયેટર પણ છે.
  • આ ટ્રેન સંપૂર્ણપણે બખ્તરબંધ છે અને બુલેટપ્રૂફ દરવાજા અને બારીઓથી સજ્જ છે.
  • તેમાં જીવન રક્ષક તબીબી ઉપકરણો પણ લાગેલા છે.
  • આ વૈભવી ટ્રેનના નિર્માણમાં આશરે $74 મિલિયનનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.

સંપત્તિની સાથે જોડાયેલુ છે રહસ્ય

પુતિનની સંપત્તિનો સ્ત્રોત હજુ પણ રહસ્ય છે. એવું કહેવાય છે કે તેમણે અગ્રણી રશિયાના અગ્રણી ઉદ્યોગપતિઓને ડરાવી ધમકાવીને રોકડ અને કંપનીના શેર પડાવી લીધા. સીએનએન અનુસાર, જો તેઓ ના પાડે તો તેમની ધરપકડ અથવા તેનાથી પણ બદ્દતર ધમકી આપવામાં આવતી હતી. 2018 માં, બ્રાઉડરે એક પ્રસારણકર્તાને જણાવ્યું હતું કે તેમની સંપત્તિ સરકારી તિજોરીમાંથી ખંડણી અને મોટા પાયે ચોરીનું પરિણામ છે.

જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">