AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં યોજાનાર G-20માં યુક્રેન યુદ્ધનો મુદ્દો ન ઉઠાવવો જોઈએ, પુતિન-જિનપિંગે લીધો મોટો નિર્ણય

યુક્રેન યુદ્ધ બાદ એકલા પડી ગયેલા પુતિનને મળવા નવા મિત્ર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પહોંચ્યા હતા. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ પહેલા અમેરિકા પણ ચીનને ચેતવણી આપી ચૂક્યું છે.

ભારતમાં યોજાનાર G-20માં યુક્રેન યુદ્ધનો મુદ્દો ન ઉઠાવવો જોઈએ, પુતિન-જિનપિંગે લીધો મોટો નિર્ણય
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 3:52 PM
Share

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયા પહોચ્યા હતા. સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર હતી. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારથી તમામ દેશોની કૂટનીતિ બદલાઈ ગઈ છે. રશિયા અને ચીન ગાઢ મિત્રો બની ગયા છે. ઈરાન-રશિયા સંબંધો બની ગયા છે. ઈરાની ડ્રોન્સે યુક્રેનના ઘણા શહેરોનો નાશ કર્યો છે.

આ યુદ્ધ પછી રશિયા એકલું પડી ગયું હતું. રશિયા પોતાને એકલતા અનુભવવા લાગ્યુ હતું. જોકે ભારતે ક્યારેય તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો ન હતો. પીએમ મોદીએ ચોક્કસપણે કહ્યું હતું કે, યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. વાતચિત દ્વારા ઉકેલ શોધવો જોઈએ.

આ પણ વાચો: ચીનમાં પણ મોદી લહેર ! PM મોદીને દુનિયાના સૌથી ખાસ નેતા માને છે ચીનીઓ, આપ્યું લાઓક્સિયન નામ, જાણો શું છે તેનો અર્થ

આ વખતે G-20માં ભારત પાસે છે. વિશ્વની 20 શક્તિઓ તેમાં ભાગ લે છે. રશિયાના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. આમાં બંને નેતાઓએ G-20ના વૈશ્વિક મંચમાં યુક્રેન યુદ્ધનો મામલો નહીં ઉઠાવવા પર સહમતિ દર્શાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, ચીન પાસે આ યુદ્ધને શાંત કરવાની યોજના છે, પરંતુ પશ્ચિમી દેશ તેને સ્વીકારવા તૈયાર નથી.

રશિયા-યુક્રેન સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

બંને નેતાઓએ ક્રેમલિનમાં ઈન્ડો-પેસિફિક રણનીતિનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે, આનાથી શાંતિ અને સ્થિરતા પર નકારાત્મક અસર પડે છે. આવું પહેલીવાર થઈ રહ્યું હતું, જ્યારે ઈન્ડો-પેસિફિકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે, અગાઉ રશિયન અધિકારીઓ તેને ભારત અને રશિયા વચ્ચે તણાવ પેદા કરવાનું પશ્ચિમી ષડયંત્ર ગણાવતા હતા.

આ બેઠકમાં G-20નો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે, G20 જેવું વૈશ્વિક મંચ આર્થિક મુદ્દાઓ માટે બનાવવામાં આવ્યું છે, તેમાં અન્ય મુદ્દાઓને સામેલ ન કરવા જોઈએ. આ મુદ્દે પણ બંને નેતાઓ સહમત થયા હતા.

આ સંબંધનો ભારત પર અસર

આ મિત્રતા ભારત માટે બહુ સારી નથી. પરંતુ ગયા વર્ષથી રશિયા અને ચીન નજીક આવી રહ્યા હતા. જ્યારે પણ વૈશ્વિક મંચ પર રશિયા વિરુદ્ધ કોઈ મતદાન થયું ત્યારે ચીને હંમેશા રશિયાનું સમર્થન કર્યું છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પણ ઘણા સારા છે. અહીં ચીન સાથે ભારતનો તણાવ યથાવત છે.

ચીન LAC પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. જેના કારણે બંને દેશોમાં તણાવ છે. બંનેની સેના સરહદ પર તૈનાત છે. પરંતુ જો ચીન અને રશિયાની મિત્રતા વધુ ગાઢ થશે તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે. જોકે વિદેશી બાબતોના નિષ્ણાતો માને છે કે આ એક ડીલ છે. જે પોતાના સ્વાર્થ માટે ચાલે છે. રશિયા અને ચીન માત્ર અસ્થાયી મિત્રો છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">