બ્રિટનમાં લંડનથી બર્મિગહામ સુધી ફેલાઈ હિંસાની આગ, જાણો કેમ યુકેમાં ફાટી નીકળ્યા તોફાન
UK Roots : ત્રણ છોકરીઓની હત્યા કરનાર હત્યારાની ધરપકડ બાદ પણ બ્રિટનમાં ફાટી નીકળેલા રમખાણો અટકી રહ્યાં નથી. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેરે પોલીસને હિંસક પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી વર્તવા માટેની સૂચના આપી છે.

ઈંગ્લેન્ડના કાઉન્ટી મર્સીસાઈડમાં અમેરિકાની લોકપ્રિય ગાયિકા ટેલર સ્વિફ્ટની થીમવાળી ડાન્સ પાર્ટીમાં ત્રણ યુવતીઓની હત્યા બાદ વાતાવરણ વણસ્યું હતું. 31 જુલાઈથી બ્રિટનના અનેક શહેરો રમખાણોની આગમાં લપેટાઈને સળગી રહ્યાં છે. ડાન્સ પાર્ટીમાં હત્યાને અંજામ આપનાર કિશોર આરોપી હાલ તો પોલીસની કસ્ટડીમાં છે, તેની ઓળખ એક્સેલ મુગનવા રૂડાકુબાના તરીકે થવા પામી છે.
પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીની ઓળખને લઈને પહેલા ભારે વિરોધ થયો હતો, તેને મુસ્લિમ ગણાવવામાં આવી રહ્યો હતો. બ્રિટનમાં ઠેર ઠેર ફાટી નીકળેવી હીંસામાં ટોળાનું નેતૃત્વ બ્રિટનના જમણેરી નેતાઓ કરી રહ્યા છે. પીએમ કીર સ્ટારમેરે પોલીસને આવા પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી છે.
છોકરીઓની હત્યાના વિરોધમાં શરૂ થયેલા પ્રદર્શનોએ હિંસક વળાક લઈને વિસ્થાપિતો વિરોધી અને મુસ્લિમો વિરોધીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હિંસા પર ઉતરેલા લોકો, સ્થળાંતર કરનારાઓને આશ્રય આપતી મસ્જિદો અને હોટલોમાં તોડફોડ કરી હતી અને આગ લગાડી દેવામાં આવી હતી. દેશના વિભિન્ન શહેરોના રસ્તાઓ પર હિંસા પર ઉતરી આવેલા લોકોને રોકવા માટે પોલીસને સખત મહેનત કરવી પડી રહી છે.
કીર સ્ટારમરનું કડક વલણ
હિંસા શરૂ થયા પછી તરત જ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારર, ગત 1 ઓગસ્ટના રોજ પોલીસ વડાને મળ્યા હતા અને સૂચના આપી હતી કે, હિંસા પર ઉતરી આવેલા અને ઉગ્રવાદી તત્વો સામે કડકાઈ દાખવવી જોઈએ. પોલીસને છુટા હાથે કામ કરવાનો છુટોદોર આપતા પીએમએ એમ પણ કહ્યું હતું કે, “દેશમાં જે અરાજકતા જોવા મળી છે તેને સુધારવા માટે પોલીસને અમારો સંપૂર્ણ સહયોગ છે.
સત્તામાં આવ્યાના થોડાક જ અઠવાડિયા પછી, કીર સ્ટારરને ત્રણ યુવતીઓની હત્યાઓ અને તેના પછી ફાટી નીકળેલા રમખાણોનો સામનો કરવો પડ્યો. નિષ્ણાતોનું માનવું છે કે અત્યંત જમણેરી પાંખ અને તેમના વિરોધીઓ આ તકનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રણ યુવતીઓની હત્યા બાદ બ્રિટનમાં ફેક ન્યૂઝ અને અફવાઓના પડીકા વહેતા થયા છે. જેના આધારે રેફ્યુજી અને મુસ્લિમ વિરોધી તત્વો હીંસાની આડમાં સક્રિય થયા અને બ્રિટનમા ઠેર ઠેર લઘુમતીઓને નિશાન બનાવવા લાગ્યા.
A Muslim man was stabbed in Crosby, Liverpool today.
I’ve just spoken to Meg here at Abdullah Quilliam Mosque. She witnessed a Pakistani man stabbed by a white male at Crosby Train Station – near Southport.
Here’s what she said. pic.twitter.com/lljeZojagF
— Lila (@LilaTamea) August 2, 2024
સ્થળાંતર કરનારાઓને કીરનો સંદેશ
શુક્રવાર અને રવિવારે આપવામાં આવેલા નિવેદનોમાં, બ્રિટનના વડાપ્રધાન સ્ટારમેરે સ્પષ્ટ કર્યું કે, તેઓ ઇચ્છે છે કે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેણે હિંસાનો ભોગ બનેલા મુસ્લિમો અને વસાહતીઓને સંદેશ મોકલ્યો, “જે લોકો તેમના રંગ અથવા તેમના ધર્મના કારણે નિશાન બનાવવામાં આવ્યા છે, તમને કહેવા માંગુ છું કે આ હિંસક ટોળું આપણા દેશનું પ્રતિનિધિત્વ કરતું નથી. અમે તેમને ન્યાય અપાવીશું, હું જાણું છું કે આ હિસાનુ વાતાવરણ કેટલું ડરામણું છે.
હિંસા કેવી રીતે ફાટી નીકળી?
મંગળવારે બ્રિટનના સાઉથપોર્ટમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવા લાગી હતી કે છોકરીઓની હત્યા કરનાર વ્યક્તિ કટ્ટરપંથી ઇસ્લામિક ઇમિગ્રન્ટ છે. બુધવાર 31 જુલાઈના રોજ, લંડનમાં વડાપ્રધાનના ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસસ્થાન પાસે હજારો લોકો એકઠા થયા અને ‘અમારા બાળકોને બચાવો’, ‘અમને અમારો દેશ પાછો જોઈએ છે’ અને ‘બોટ્સ રોકો’ (સ્થળાંતરીઓને રોકો) જેવા નારા લગાવવાનું શરૂ કર્યું.
જોકે, પોલીસે ત્યારે સ્પષ્ટતા કરી હતી કે, આ હુમલાનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી અને શંકાસ્પદ વ્યક્તિનો જન્મ બ્રિટનમાં જ થયો હતો. આ પછી પણ હિંસા અટકી રહી નથી. કેટલાક જૂથો પણ સ્થળાંતર કરનારાઓના સમર્થનમાં શેરીઓમાં ઉતર્યા છે અને દૂર-જમણેરી વિરોધીઓ સાથે અથડામણ કરી છે.
I utterly condemn the far-right thuggery we have seen this weekend.
Be in no doubt: those who have participated in this violence will face the full force of the law. pic.twitter.com/uNeJtD8pCQ
— Keir Starmer (@Keir_Starmer) August 4, 2024
આ હિંસા ચોક્કસપણે ત્રણ છોકરીઓની હત્યાના નામે શરૂ થઈ હતી, પરંતુ તેનો આધાર ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે દક્ષિણપંથી લોકો દ્વારા આ એક સુનિયોજિત કાવતરું છે.
હિંસાથી પ્રભાવિત શહેરોમાં લિવરપૂલ, હલ, બ્રિસ્ટોલ, લીડ્સ, બ્લેકપૂલ, બેલફાસ્ટ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, નોટિંગહામ અને માન્ચેસ્ટર વગેરેનો સમાવેશ થાય છે.