શું અમેરિકા હવે ચીન સામે યુદ્ધ કરવાની કરી રહ્યુ છે તૈયારી? આ બે દેશો પાસે માગી મદદ, આખરે શું છે ચાચા ચૌધરી બનતા ટ્રમ્પની યોજના- વાંચો
અમેરિકા વિશ્વ મંચ પર પોતાને એવા દેશ તરીકે રજૂ કરે છે જેણે તાઇવાનને સુરક્ષાની ખાતરી આપી છે. પરંતુ આ ગેરંટી રસ વગરની નથી. અમેરિકા તાઇવાનને સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર છે. તાઇવાનના બહાને, અમેરિકા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પોતાની હાજરી નોંધાવતું રહે છે. હવે ઓસ્ટ્રેલિયા અને જાપાનને પ્રશ્નો પૂછીને, અમેરિકાએ ફરી અનેક થિયરીને જન્મ આપ્યો છે.

અમેરિકાની સરકારે તેના બે વિશ્વસનીય સાથી દેશોને પૂછેલા પ્રશ્નોના જવાબ વિશ્વનું આગામી ભૂ-રાજકીય ચિત્ર નક્કી કરી શકે છે. અમેરિકાએ પૂછ્યું છે કે જો તાઇવાનના મુદ્દા પર ચીન સાથે યુદ્ધ થાય છે, તો આ સમયે આ બંને દેશોની ભૂમિકા શું હશે? નોંધનીય છે કે બંને દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના મુખ્ય સહયોગી છે અને QUAD ગઠબંધનના સભ્યો છે. ભારત પણ ક્વાડ (QUAD)નો સભ્ય છે. પ્રશ્ન એ છે કે અમેરિકા તેના બે સાથીઓને આવો સવાલ કેમ પૂછી રહ્યું છે? શું તાઇવાનના મુદ્દા પર અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ જેવા ટકરાવની સ્થિતિ આવવાની છે? શું રશિયા-યુક્રેન, ઇઝરાયલ-હમાસ અને ઈરાન-ઇઝરાયલ પછી દુનિયા વધુ એક મુકાબલાનો સામનો કરવા જઈ રહી છે. ...
