AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુલ્લો પડ્યો ઉત્તર કોરિયાનો ખેલ, ઈઝરાયેલ પર હુમલો કરવા હમાસને કિમે આપ્યા હતા ઘાતક હથિયાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નિકળેલા યુદ્ધના આજે 13માં દિવસે (7 થી 19 ઓક્ટોબર) ઉતર કોરિયાનું નામ સામે આવ્યું છે. ઉત્તર કોરિયાના કટ્ટર દુશ્મન એવા દક્ષિણ કોરિયાના સૈન્ય નિષ્ણાંતોનું માનવું છે કે, હમાસે ગત 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરેલા હુમલામાં ઉત્તર કોરિયાએ પૂરા પાડેલા હથિયારોનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. જો કે ઉત્તર કોરિયાએ, દક્ષિણ કોરિયાના આ દાવાને ફગાવી દેવાની સાથે અમેરિકા ઉપર આવા હળહળતા જૂઠ્ઠાણા ફેલાવાનો આરોપ મૂક્યો છે.

ખુલ્લો પડ્યો ઉત્તર કોરિયાનો ખેલ, ઈઝરાયેલ પર હુમલો કરવા હમાસને કિમે આપ્યા હતા ઘાતક હથિયાર
Kim Jong and North Korea's weapons
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 5:14 PM
Share

દક્ષિણ કોરિયાના કેટલાક સૈન્ય નિષ્ણાતોએ આધારભૂત પુરાવાના આધારે દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાએ ઇઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસને ઘાતક શસ્ત્રો પૂરા પાડ્યા હતા. ઈઝરાયેલ દ્વારા હમાસના જપ્ત કરાયેલા હથિયારોનુ બારીકાઈથી ચકાસણી કરતા જાણવા મળે છે કે, હમાસ દ્વારા ઈઝરાયેલમાં હુમલો કરવા ઉપયોગમાં લેવાયેલા હથિયારો જેમા ખાસ કરીને રોકેટ ગાઝામાં નહી પરંતુ ઉત્તર કોરિયામાં બનાવવામાં આવ્યા હતા. વૈશ્વિક સમાચાર સંસ્થા APએ ઉત્તર કોરિયાના હથિયારો પર નજર રાખનારા દક્ષિણ કોરિયાના બે સૈન્ય નિષ્ણાતોને ટાંકીને આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હમાસે 7 ઓક્ટોબરના હુમલા માટે ઉત્તર કોરિયાના એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને ખભાથી ચાલતા હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

રોકેટ-સંચાલિત ગ્રેનેડ પ્રક્ષેપકો સિંગલ વોરહેડ ફાયર કરે છે અને ઝડપથી ફરીથી લોડ કરી શકાય છે. તે ખાસ કરીને ગેરિલા યુદ્ધ લડતા દળો સામે ખુબ જ અસરકારક હથિયાર તરીકે કામ કરે છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે, ઉત્તર કોરિયાએ સીરિયા, ઇરાક, લેબનોન અને ગાઝા પટ્ટીને F-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ સપ્લાય કર્યા છે. સૈન્ય નિષ્ણાતોનું માનવું છે કે, ઉત્તર કોરિયાએ હંમેશા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે પેલેસ્ટિનિયન જૂથોને સમર્થન કર્યું છે. સ્મોલ આર્મ્સ સર્વેના વરિષ્ઠ સંશોધક મેટ શ્રોડરે આ અંગે જણાવ્યું હતું કે, હમાસે તેના લડવૈયાઓના રોકેટ-સંચાલિત ગ્રેનેડ અને લોન્ચર્સ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, આ ફોટાનુ પૃથ્થકરણ કરતા તેમા વોરહેડમાં લાલ પટ્ટી હોય તેવું લાગે છે. જે બિલકુલ ઉત્તર કોરિયાના F-7 જેવું જ છે.

ઉત્તર કોરિયાના F-7નો ઉપયોગ શું છે?

સૈન્ય ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે, હમાસ સાથે ઉત્તર કોરિયાના શસ્ત્રો જોવા મળવા એ ચોક્કસથી કોઈ આશ્ચર્યજનક નથી. F-7 રોકેટ-સંચાલિત ગ્રેનેડનો ઉપયોગ સશસ્ત્ર વાહનોને બદલે લશ્કરી લક્ષ્યોને નષ્ટ કરવા માટે કરી શકાય છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે મંગળવારે પત્રકારો સાથેની બેઠકમાં ઉત્તર કોરિયાના શસ્ત્રોમાંના એક તરીકે એફ-7ની ખાસ ઓળખ કરી હતી. તેઓ માને છે કે હમાસે આ હુમલામાં આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

ઉત્તર કોરિયાએ ઘણા વધુ હથિયારો મોકલ્યા

ઉત્તર કોરિયાએ, દક્ષિણ કોરિયાના સૈન્ય નિષ્ણાતોના દાવાને ફગાવી દીધા છે. ઉત્તર કોરિયાના વહીવટીતંત્રે આ માટે અમેરિકાને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે, તેમની વિરુદ્ધ “જૂઠ્ઠાણા” ફેલાવવામાં આવી રહ્યાં છે. પરંતુ નિષ્ણાતોના મતે ઉત્તર કોરિયાએ માત્ર હમાસને રોકેટ જ નથી મોકલ્યા પરંતુ હમાસે ઈઝરાયેલમાં કરેલા હુમલામાં ઉત્તર કોરિયાની ટાઈપ 58 સેલ્ફ લોડિંગ રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો, જે કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલનું એક આધુનિક સ્વરૂપ છે. આ સિવાય હમાસના લડવૈયાઓના પ્રમોશનલ વીડિયોમાં તેઓ ઉત્તર કોરિયાની બુલસે ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ સાથે પણ જોવા મળ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">