Quad બેઠક પહેલા બાઈડનના નિવેદનથી ચીનમાં ખળભળાટ ! તાઈવાનના સંરક્ષણ અંગે વાત કરતાં ‘ડ્રેગન’ કહ્યું- અમારા હિતોનું કોઈપણ ભોગે રક્ષણ કરીશું

રશિયા સામે યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine War ) અમેરિકા સીધું સામેલ થવા માંગતું નથી. પરંતુ બિડેને ચીન વિરુદ્ધ તાઈવાન વિવાદમાં સીધો હસ્તક્ષેપ કરવાની વાત કરી છે.

Quad બેઠક પહેલા બાઈડનના નિવેદનથી ચીનમાં ખળભળાટ ! તાઈવાનના સંરક્ષણ અંગે વાત કરતાં 'ડ્રેગન' કહ્યું- અમારા હિતોનું કોઈપણ ભોગે રક્ષણ કરીશું
xi jinping, President of China
Image Credit source: AFP
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 24, 2022 | 7:24 AM

આજે ચીન (China) સહિત સમગ્ર વિશ્વની નજર જાપાન પર છે. જાપાનની રાજધાની ટોક્યોમાં QUAD બેઠક યોજાવા જઈ રહી છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નવા સમીકરણો કેવી રીતે રચાશે ? ચીનનો મુકાબલો કરવા માટે QUAD કઈ પ્રકારની વ્યૂહરચના તૈયાર કરશે તેના પર સૌની નજર રહેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) તાઈવાનને લઈને અમેરિકાની નીતિમાં ફેરફારના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. રશિયા સામે યુક્રેન યુદ્ધમાં અમેરિકા સીધું સામેલ થવા માંગતું નથી. પરંતુ બાઈડને ચીન વિરુદ્ધ તાઈવાન વિવાદ (China-Taiwan Tensions)માં સીધો હસ્તક્ષેપ કરવાની વાત કરી છે.

બાઈડને કહ્યું કે જો ચીને તાઈવાન પર હુમલો કર્યો તો અમે તાઈવાનની રક્ષા માટે સૈન્ય બળનો ઉપયોગ કરીશું. જો કે આ નિવેદન બાદ તરત જ વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આમાં બાઈડનના નિવેદનને પગલે ઓછુ નુકસાન થાય તેવા પ્રયાસ કરાયો હતો. વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડને વન ચાઇના નીતિની વાત કરી અને તાઇવાનમાં શાંતિ અને સ્થિરતાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે. વ્હાઇટ હાઉસ તરફથી વધુમાં કહેવામાં આવ્યું હતું કે તાઇવાન રિલેશન એક્ટ હેઠળ અમેરિકા તાઇવાનને ખતરાની સ્થિતિમાં સૈન્ય મદદ કરશે. પરંતુ ચીને સ્પષ્ટ કર્યું છે કે તે તાઈવાન પર કોઈ ત્રીજાપક્ષના હસ્તક્ષેપને સહન કરશે નહીં. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે જો પ્રાદેશિક અખંડિતતાને ખતરો હશે તો તેઓ પગલાં લેશે, ચીને જે કહ્યું છે તે કરીને બતાવશે.

મતલબ કે અમેરિકાએ હવે સૈન્ય મોરચે ચીનનો મુકાબલો કરવાની તૈયારી કરી લીધી છે. પરંતુ સવાલ એ છે કે ચીન તેનો જવાબ કેવી રીતે આપશે. કારણ કે નિષ્ણાતોનું કહેવું છે કે ચીને યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખીને તાઈવાન પર આક્રમણની યોજનામાં વિલંબ કર્યો હતો. જોકે તેની યુદ્ધ કવાયત ચાલુ છે. પરંતુ હવે બદલાયેલા વાતાવરણમાં શું ચીન QUAD અને AUKUS ના વિરોધ વચ્ચે તાઈવાન સામે વિશેષ સૈન્ય ઓપરેશન ચલાવશે અને શું તેના પછી પરમાણુ દેશો વચ્ચે સંઘર્ષની શક્યતા વધી જશે.

બાઈડને શું કહ્યું ?

બદલાયેલા વૈશ્વિક સમીકરણમાં બદલાતી વિશ્વ વ્યવસ્થાની ચર્ચાઓ અને શક્યતાઓ વચ્ચે રાષ્ટ્રપતિ બાઈડનનું આ મોટું નિવેદન છે. દુનિયાના નામે એક મોટો સંદેશ છે. એશિયામાં સુપરવિલન ચીનને મહાસત્તા અમેરિકાની આ સીધી ચેતવણી છે. આ એક પડકાર છે, અમેરિકા તાઈવાનને બચાવવા માટે સુરક્ષા કવચ બનશે જેને ચીન હડપ કરવા માંગે છે. બાઈડને કહ્યું, અમે એક ચીન નીતિ સાથે સહમત છીએ. અમે તેના પર હસ્તાક્ષર પણ કર્યા છે. અને તેના આધારે તમામ કરારો થયા. પરંતુ જો ચીન તેની શક્તિના જોરે ‘વન ચાઇના’નો વિચાર હાંસલ કરવા માંગતુ હોય તો તે યોગ્ય નથી. આવા સંજોગોમાં યુક્રેનમાં જે થયું તેના જેવું ના થાય તે માટે અમેરિકા કાર્યવાહી કરાશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati