Quad Summit 2022 : ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી, ભારત, અમેરિકા સહિતના 12 દેશો આવ્યા એકસાથે

Quad Summit 2022 : ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી, ભારત, અમેરિકા સહિતના 12 દેશો આવ્યા એકસાથે
PM Modi, Joe biden
Image Credit source: AP

આ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia-Ukraine war) દરમિયાન ત્રણ દેશોના અગ્રણી નેતાઓ એકસાથે મંચ શેર કરશે. આ જ કારણ છે કે આખી દુનિયાની નજર આ કોન્ફરન્સ પર રહેશે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 24, 2022 | 6:38 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલમાં તેમની બે દિવસીય જાપાનની મુલાકાતે છે. તેઓ સોમવારે ડાયસ્પોરાને મળ્યા હતા અને આજે મંગળવારે ક્વાડ લીડર્સ સમિટમાં (Quad Summit) ભાગ લેશે. ક્વાડ એ ચાર દેશોનું સંગઠન છે, જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. આ ચાર દેશો વિશ્વની આર્થિક શક્તિઓ પણ છે. જાપાનની (Japan) રાજધાની ટોકિયોમાં આયોજિત ક્વાડ સમિટમાં પીએમ મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ ભાગ લેશે. આ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન ત્રણ દેશોના અગ્રણી નેતાઓ એકસાથે મંચ શેર કરશે. આ જ કારણ છે કે આખી દુનિયાની નજર આ કોન્ફરન્સ પર રહેશે.

2017માં, ચીન તરફથી વધી રહેલા ખતરાને કારણે ઘણા દેશો માટે ક્વાડ ગ્રૂપ ફરી સક્રિય થયું છે. આમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી ચાર દેશોના સંબંધો આંતરરાષ્ટ્રીય સ્તરે સુધરે અને ચાર દેશો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી ભવ્યતાને રોકી શકે. ચીન સાથે વ્યવહાર કરવા માટે, ભારત અને જાપાનની પહેલ પર ક્વાડ જૂથનો પાયો નાખવામાં આવ્યો હતો. ક્વાડ ગ્રૂપના નેતાઓની હાજરીમાં આજે યોજાનારી બેઠકમાં મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિક અને યુક્રેન વિરુદ્ધ રશિયાના સૈન્ય ઓપરેશન માટે સહકારને વધુ મજબૂત કરવા લાંબા ગાળાના વ્યૂહાત્મક આધાર બનાવવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એવુ માનવામાં આવે છે.

ચીનની વધતી આક્રમકતા પર સંભવિત ચર્ચા

આ મીટિંગમાં, ક્વાડ જૂથના નેતાઓ બતાવશે કે તેમની ભાગીદારી વૈશ્વિક સુધારણા માટેનું બળ છે અને ચીનની વધતી આક્રમકતા વચ્ચે કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે તેમની સંયુક્ત પ્રતિબદ્ધતા છે. આ શિખર સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ચીન અને કવાડ જૂથના સભ્ય દેશો વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વણસેલા છે, જેમાં ચીન લોકતાંત્રિક મૂલ્યોને પડકારી રહ્યું છે અને પ્રતિબંધક વેપાર પ્રણાલી અપનાવી રહ્યું છે.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ પર ચાર દેશોની નજર છે

શિખર બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય પેસિફિક માટે ભારતના વિઝન સહિત બહુ-પરિમાણીય ક્ષેત્રોમાં સહકારને વેગ આપવાના વિકલ્પ રજૂ કરે તેવી અપેક્ષા છે. જાપાન જતા પહેલા વડાપ્રધાન મોદીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જાપાનમાં આ સમિટ ક્વાડ દેશોના નેતાઓને ક્વાડ પહેલની પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. તેમણે કહ્યું હતું કે અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરીશું.

બાઈડને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના 12 દેશો સાથે નવો વેપાર સોદો શરૂ કર્યો

એવા મજબૂત સંકેતો છે કે ચાર દેશોનું ક્વાડ ગ્રૂપ ઉભરતી ટેક્નોલોજી, સપ્લાય ચેઈન, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, કનેક્ટિવિટી, ડિજિટલ વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાનું વચન આપી શકે છે. યુએસ પ્રમુખ જો બાઈડન આ સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે અમેરિકાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી શકે છે. આ ક્ષેત્ર માટેના તેમના લાંબા ગાળાના વિઝનને અનુરૂપ, બાઈડને સોમવારે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના 12 દેશો સાથે તેમની અર્થવ્યવસ્થાને વેગ આપવાના હેતુથી એક નવો વેપાર સોદો શરૂ કર્યો. તેમણે અમેરિકન નાગરિકોને વધતી મોંઘવારી પર સંદેશ આપતા કહ્યું કે આ મોરચે રાહત મેળવતા પહેલા તેમને થોડી પીડા સહન કરવી પડશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati