ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન, પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ કરશે લોન્ચ

ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન, પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ કરશે લોન્ચ
Donald Trump (File)

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી હવે તે પોતાનું પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Oct 21, 2021 | 10:52 AM

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને  લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો હોય તે હવે  પોતાનું પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યા છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવાના છે. જેનું નામ ‘Truth Social’ હશે. આ અંગે ટ્રમ્પે કહ્યું છે કે, ‘અમે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં તાલિબાનની ટ્વિટર પર મોટી હાજરી છે. જ્યારે તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે.

ટ્રમ્પનું કહેવું છે કે તેમનું જૂથ કહેવાતી ઉદાર મીડિયા સંસ્થાઓનો પ્રતિસ્પર્ધી હશે. ટ્રમ્પે એક નિવેદનમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે ‘Truth Social’ નું બીટા વર્ઝન આમંત્રિત યુઝર્સ માટે નવેમ્બરમાં ઉપલબ્ધ થશે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર જેવું જ હશે, જેના પર યુઝર્સ પોતાના વિચારો, ફોટા અને વીડિયો શેર કરી શકશે.

ટ્વિટર અને ફેસબુક ટ્રમ્પ પર પ્રતિબંધ મુક્યા બાદ પોતાની સોશિયલ મીડિયા સાઇટ શરૂ કરવાની વાત કરી હતી. કંપનીનું કહેવું છે કે તે વિડિયો-ઓન-ડિમાન્ડ સેવાનું આયોજન કરી રહી છે જેમાં મનોરંજન પ્રોગ્રામિંગ, સમાચાર અને પોડકાસ્ટનો સમાવેશ થશે.

તમને જણાવી દઈએ કે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિની વેબસાઈટ હેક અને વિકૃત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વેબસાઇટ મુલાકાતીઓને સોમવારે સવારે તુર્કીના હેક્ટિવિસ્ટ ગ્રુપ રુટિલડિઝ દ્વારા એક પેજ પર લાવવામાં આવ્યા હતા. સાઇટ પર લખ્યું હતું કે, “જેઓ અલ્લાહને ભૂલી ગયા હતા તેમના જેવા ન બનો.  તેથી સાથી પોતાને ભૂલી ગયા. અહીં તેઓ ખરેખર ભટકી ગયા હતા. ”

હેકર્સના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સની લિંક્સ પણ વેબપેજ પર મૂકવામાં આવી હતી. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિશ્વભરના રાજકારણીઓને નિશાન બનાવી અન્ય ઘણા સાયબર હુમલાઓની જવાબદારી રૂટઇલ્ડજે લીધી છે.

આ પણ વાંચો : Afghanistan Crisis : અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાને પહેલી વાર ભારતને લઈને કર્યો મોટો દાવો

આ પણ વાંચો : Uttrakhand Rain: ઉત્તરાખંડમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું આજે હવાઈ નિરીક્ષણ કરશે ગૃહ મંત્રી અમિત શાહ, અત્યાર સુધી 55ના મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati