AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાનો ડ્રોનથી હુમલો, 3 બાળકોના પણ મોત

અમેરિકાના મતે, હુમલાખોરને મારી નાખ્યો છે. વાહનમાં મોટીમાત્રામાં વિસ્ફોટકો હતા. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના લોકોને બહાર કાઢવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.

કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાનો ડ્રોનથી હુમલો, 3 બાળકોના પણ મોત
કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટક સાથે હુમલો કરતા જઈ રહેલા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાનો ડ્રોન હુમલો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 7:40 AM
Share

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવ્યા અનુસાર, રવિવારે અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં ત્રણ બાળકો માર્યા ગયા હતા. અમેરિકાએ કહ્યું છે કે તેણે ISIS ના આત્મઘાતી કાર બોમ્બરોને મારી નાખ્યા છે. આ આત્મઘાતી હુમલાખોરો કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જઈ રહ્યા હતા. કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇવેક્યુશન ઓપરેશનની વચ્ચે રવિવારે અમેરિકાએ ઘણા ઇસ્લામિક સ્ટેટ આત્મઘાતી બોમ્બરોને લઇ જતા વાહનને ઉડાવી દીધું હતું. ગત ગુરુવારે કાબુલ એરપોર્ટ પર ISIS આત્મઘાતી હુમલા બાદ યુએસ લશ્કરી દળો દ્વારા આ બીજો ડ્રોન હુમલો હતો. કાબુલમાં થયેલા વિસ્ફોટોમાં 13 અમેરિકન સૈનિકો અને દેશ છોડવાનો પ્રયાસ કરતા ઘણા અફઘાન લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા.

બે યુએસ લશ્કરી અધિકારીઓએ ડ્રોન દ્વારા કરાયેલા હવાઈ હુમલાને સફળ ગણાવતા કહ્યું કે વાહનની અંદર ઘણા બોમ્બર્સ હતા. સૈન્ય પ્રવક્તા અને યુએસ નેવી કેપ્ટન બિલ અર્બને કહ્યું કે યુએસ દ્વારા ડ્રોન સ્ટ્રાઈક સંરક્ષણના ભાગરૂપે કરવામાં આવી હતી. એરસ્ટ્રાઈકમાં કોઈ નાગરિકો માર્યા ગયા છે કે કેમ તે અંગે સૈન્ય તપાસ કરી રહ્યું છે, અર્બને જણાવ્યું હતું કે, હુમલામાં કોઈપણ નિર્દોષ લોકોના જીવ ગયા હશે તો અમેરિકા ઘણું દુખી થશે.

કારમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો હતો બિલ અર્બને કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે લક્ષ્યને સફળતાપૂર્વક મારી નાખ્યું છે. તે દર્શાવે છે કે વાહનમાં મોટીમાત્રામાં વિસ્ફોટકો હતા. અફઘાનિસ્તાનમાંથી અમેરિકના નાગરીકોને બહાર કાઢવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે લગભગ 100 દેશો, તેમજ નાટો અને યુરોપિયન યુનિયન દ્વારા સહી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેને તાલિબાન તરફથી “ખાતરી” મળી છે કે મુસાફરી દસ્તાવેજો ધરાવતા લોકો હજુ પણ દેશ છોડી શકશે. તાલિબાને કહ્યું છે કે તેઓ મંગળવારે અમેરિકા દ્વારા જાહેર કરાયેલ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, એરપોર્ટ પરથી સામાન્ય મુસાફરીની મંજૂરી આપવામાં આવશે અને એરપોર્ટ ઉપર નિયંત્રણ લઈ લેવાશે.

એરપોર્ટ પર હુમલાનો વ્યક્ત કરાયો હતો ભય  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે હવાઈ હુમલા ચાલુ રાખવાનું ચેતવણી આપતા કહ્યું હતુ કે કાબુલ એરપોર્ટ પર વધુ હુમલો થવાની સંભાવના છે. અમેરિકાના વિદેશ વિભાગે હુમલાની ચેતવણીને “ચોક્કસ” અને “વિશ્વસનીય” ગણાવી હતી. ગત ગુરુવાર 26મી ઓગસ્ટના રોજ થયેલા આતંકી આત્મધાતી હુમલા બાદ તાલિબાનોએ એરપોર્ટની આસપાસ સુરક્ષા વધારી દીધી છે, અને વિશ્વના અન્ય દેશ દ્વારા ચાલી રહેલ એરલિફ્ટ દ્વારા અફધાન છોડવાની આશામાં એરપોર્ટના ગેટની બહાર ભેગા થયેલા મોટી ભીડને વિખેરી નાખી છે. તાલિબાને અમેરિકા અને તેના સહયોગીઓ સાથે કામ કરનારાઓ સહીત તમામ અફઘાનિસ્તાનીઓને માફી આપવાનું વચન આપ્યું છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">