Afghanistan: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે બેઠક, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને કરાશે ચર્ચા

UN Security Council: યુનાઈટેડ નેશનલના વડાએ તાલિબાનોને અફઘાનિસ્તાનમાં કરાઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી. તેમણે લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધને સમાપ્ત કરવા માટે સારા હેતુવાળા મંત્રણા માટે પણ અપીલ કરી હતી.

Afghanistan: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે બેઠક, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને કરાશે ચર્ચા
United Nations Security Council (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:46 AM

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (unsc) એસ્ટોનિયા અને નોર્વેની વિનંતીને ધ્યાને લઈને આજે સોમવારે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર તાકીદની બેઠક કરશે. કાઉન્સિલના રાજદ્વારીઓએ રવિવારે જણાવ્યું હતું કે યુએન સેક્રેટરી જનરલ (United Nations Secretary General) એન્ટોનિયો ગુટેરેસ કાઉન્સિલના સભ્યોને તાલિબાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ તાજેતરની પરિસ્થિતિ અંગે માહિતી આપશે અને સભ્યોને વર્તમાન સ્થિતિથી અવગત કરાશે.

યુનાઈટેડ નેશનલના વડાએ તાલિબાનોને અફઘાનિસ્તાનમાં કરાઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી. તેમણે લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધને સમાપ્ત કરવા માટે સારા હેતુવાળા મંત્રણા માટે પણ અપીલ કરી હતી. તેમણે પ્રારંભિક સંકેતો અંગે પણ દુખ વ્યક્ત કર્યુ હતુ કે તાલિબાન તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને પત્રકારોને નિશાન બનાવીને કડક નિયંત્રણો લાદી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાનના મુદ્દે આ બીજી બેઠક છે.

અગાઉ, અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રવિવારે તાલિબાન અને અન્ય તમામ પક્ષોને જીવનના રક્ષણ માટે અત્યંત સંયમ રાખવાની અને માનવીય જરૂરિયાતો પૂરી થાય તેની સાવચેતી રાખવા જણાવ્યુ. તેમણે એમ પણ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિપૂર્ણ સમાધાનમાં યોગદાન આપવા અને તમામ અફઘાનોના માનવ અધિકારો જળવાય તે માટે પ્રતિબદ્ધ છે.

દેશની રક્ષા માટે છેલ્લા 20 વર્ષથી સમર્પિત જીવન- અશરફ ગની

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોશિયલ મીડિયા મારફતે એક નિવેદનમાં કહ્યું કે આજે અફઘાનિસ્તાનના લોકો સામે એક મુશ્કેલ સમયનો સામનો કરવાની ઘડી આવી પડી છે. ગનીએ કહ્યું કે મારે સશસ્ત્ર તાલિબાનનો સામનો કરવો જોઈએ જે મહેલમાં પ્રવેશવા અથવા પ્રિય દેશ (અફઘાનિસ્તાન) છોડવા માંગતા હતા, જેમના બચાવવા માટે મેં છેલ્લા 20 વર્ષથી મારું જીવન સમર્પિત કર્યું છે.

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ

આ પણ વાંચોઃ NPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">