ફ્રાંસના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને વોક આઉટ દરમ્યાન થપ્પડ મારવા બદલ બે લોકોની ધરપકડ, વિડીયો ક્લિપથી થઇ ઓળખ

ફ્રાંસ (France)ના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને મંગળવારે ને દર્શકોના ટોળામાંથી એક વ્યક્તિ થપ્પડ મારી હતી. આ ઘટના દક્ષિણ ફ્રાન્સમાં વોકઆઉટ દરમિયાન બની હતી. બ્રોડકાસ્ટર્સ બીએફએમ ટીવી અને આરએમસી રેડિયોએ જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને વોક આઉટ દરમ્યાન થપ્પડ મારવા બદલ બે લોકોની ધરપકડ, વિડીયો ક્લિપથી થઇ ઓળખ
ફ્રાંસના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને વોક આઉટ દરમ્યાન થપ્પડ મારવા બદલ બે લોકોની ધરપકડ
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 9:12 PM

ફ્રાંસ (France)ના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને મંગળવારે ને દર્શકોના ટોળામાંથી એક વ્યક્તિ થપ્પડ મારી હતી. આ ઘટના દક્ષિણ ફ્રાન્સમાં વોકઆઉટ દરમિયાન બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે Emmanuel Macron દક્ષિણ-પૂર્વ ફ્રાન્સ(France)ના ડ્રમ ક્ષેત્રની મુલાકાતે હતા.

Emmanuel Macron ત્યાં રેસ્ટોરન્ટ માલિકો અને વિદ્યાર્થીઓને મળ્યા હતા. આ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે કોરોના રોગચાળા પછી જીવન કેવી રીતે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું છે. આ ઘટના પછી તરત જ ગ્રીન ટી-શર્ટ પહેરેલા બે રાષ્ટ્રપતિ રક્ષકોએ હુમલાખોરને ઘેરી લીધો હતો અને મેક્રોનને તેની પાસેથી લઈ ગયા હતા.

રાજકારણીઓએ આ ઘટનાની નિંદા કરી હતી

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

રાજકારણીઓએ થપ્પડ મારવાની ઘટનાની સખત નિંદા કરી છે. ફ્રાંસ(France)ના વડા પ્રધાન જીન કાસ્ટેકસે આ ઘટના પછી થોડા સમય બાદ નેશનલ એસેમ્બલીમાં કહ્યું હતું કે લોકશાહીનો અર્થ ચર્ચા અને કાયદેસર અસહમતિ છે. તેમાં હિંસા, મૌખિક આક્રમણ અને શારીરિક હુમલો ન થવો જોઈએ. જ્યારે ફાર ડાબેરી નેતા જીન-લ્યુક મેલેનચોને આ મુદ્દે રાષ્ટ્રપતિ સાથે રહેતા ટ્વીટ કર્યું હતું. બ્રોડકાસ્ટર્સ બીએફએમ ટીવી અને આરએમસી રેડિયોએ જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સોશયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં Emmanuel Macron દર્શકોના ટોળાને વધાવતા નજરે પડે છે. આ દરમિયાન, તે અવરોધ પાછળ ઉભેલા ગ્રીન ટી-શર્ટ, ચશ્મા અને ફેસ માસ્ક પહેરેલા વ્યક્તિને વધાવવા માટે હાથ લંબાવે છે. પરંતુ તે માણસ “ડાઉન વિથ મેક્રોનીયા” ના અવાજ કરીને મેક્રોનના ચહેરા પર થપ્પડ મારતો જોઇ શકાય છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિના વહીવટીતંત્રે પુષ્ટિ આપી છે કે મેક્રોન પર હુમલો કરવાનો પ્રયાસ થયો છે. પરંતુ તેણે આગળ કંઈપણ કહેવાની ના પાડી.

g clip-path="url(#clip0_868_265)">