AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkiye Earthquake: તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી એક ભારતીયનું મોત, હોટલના કાટમાળમાંથી મળ્યો મૃતદેહ

તુર્કીમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ મળી આવ્યો છે. તેણે કહ્યું કે માલ્ટામાં એક હોટલના કાટમાળ વચ્ચે તેમની ઓળખ થઈ છે.

Turkiye Earthquake: તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી એક ભારતીયનું મોત, હોટલના કાટમાળમાંથી મળ્યો મૃતદેહ
Turkiye EarthquakeImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 9:30 PM
Share

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક ભારતીયના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તુર્કીમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ મળી આવ્યો છે. તેણે કહ્યું કે માલ્ટામાં એક હોટલના કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેમની ઓળખ વિજય કુમાર છે.

આ પણ વાંચો: તુર્કીના લોકોની વ્હારે આવ્યો આ ભારતીય સપૂત, પોતાની હોટેલમાં પીડિતો માટે મફતમાં રહેવા અને જમવાની કરી વ્યવસ્થા

વિજય કુમાર ધંધાકીય હેતુથી તુર્કી ગયો હતો

ભારતીય દૂતાવાસે કહ્યું કે દુઃખ સાથે અમે જાણ કરીએ છીએ કે તુર્કીમાં 6 ફેબ્રુઆરીના ભૂકંપ બાદ ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ મળી આવ્યો છે. તેણે જણાવ્યું કે વિજય કુમાર બિઝનેસના સંબંધમાં તુર્કી આવ્યો હતો. માલ્ટામાં એક હોટલના કાટમાળ નીચે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

દૂતાવાસે જણાવ્યું હતું કે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. અમે તેમના પાર્થિવ દેહને તેમના પરિવારને વહેલામાં વહેલી તકે મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

તુર્કીમાં લગભગ ત્રણ હજાર ભારતીયો

અગાઉ, દૂતાવાસે માહિતી આપી હતી કે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં હજુ સુધી કોઈ ભારતીય ફસાયાના અહેવાલ નથી. તેમણે કહ્યું હતું કે તુર્કીમાં 3,000 ભારતીયો છે અને મોટાભાગના લોકો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોથી દૂર છે. હજુ સુધી કોઈ ભારતીય ફસાયા હોવાની અમને કોઈ માહિતી નથી.

ભારતીય સેનાએ હાટેમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી

તુર્કી-સીરિયાના ભૂકંપમાં ભારતના સહાયતાના પ્રયાસો અંગે ભારતીય રાજદૂતે માહિતી આપી હતી કે ભારતીય સેના દ્વારા હાટે પ્રાંતમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. 30 બેડની આ હોસ્પિટલ બનાવવા માટે તબીબી કર્મચારીઓને બે C-17 એરક્રાફ્ટમાં મોકલવામાં આવ્યા હતા. રાજદૂતે કહ્યું કે તુર્કીમાં સ્થિતિ ઘણી અસ્થિર છે. રોજેરોજ નવી જરૂરિયાતો અમારી સમક્ષ ઊભી થાય છે. ભારત સ્થાનિક જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ઓપરેશન દોસ્ત હેઠળ ભૂકંપગ્રસ્ત તુર્કીમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે વધુમાં વધુ લોકોના જીવન અને સંપત્તિને બચાવવા માટે તેઓ તેમનું સર્વશ્રેષ્ઠ આપશે. સંકટની આ ઘડીમાં ભારત તુર્કીના લોકોની સાથે મજબૂતીથી ઊભું છે.

વડાપ્રધાન મોદીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા કરાયેલ એક ટ્વિટ જોડ્યું જેમાં ભારતીય ટીમો દ્વારા આપવામાં આવતી મદદના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. બાગચીએ કહ્યું કે, ભારતીય સેનાના તબીબી નિષ્ણાતોની ટીમ ઘાયલોને રાહત આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તુર્કીના ઇસ્કેન્ડરનમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 106 થી વધુ લોકોની સારવાર કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">