AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુર્કીના લોકોની વ્હારે આવ્યો આ ભારતીય સપૂત, પોતાની હોટેલમાં પીડિતો માટે મફતમાં રહેવા અને જમવાની કરી વ્યવસ્થા

પોતાના માતા-પિતા પાસેથી પ્રેરણા લઈને દીપેન્દ્ર ગરાઈએ તેમની એક હોટેલ અને ત્રણેય રેસ્ટોરન્ટમાં ભૂકંપ પીડિતો માટે મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે.

તુર્કીના લોકોની વ્હારે આવ્યો આ ભારતીય સપૂત, પોતાની હોટેલમાં પીડિતો માટે મફતમાં રહેવા અને જમવાની કરી વ્યવસ્થા
Indian helping Turkey people
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 3:07 PM
Share

તુર્કીમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે, હજારો લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા છે ત્યારે ભારત સહિતના અનેક દેશો તુર્કી મદદ માટે ટીમ મોકલી છે અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ તબાહી વચ્ચે ભારતનો યુવક લોકોની મદદ આવ્યો છે. આ ભારતીય યુવક મધ્યપ્રદેશના બુરહાનપુરનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે તુર્કીમાં નમસ્તે ઈન્ડિયાના નામથી પોતાની ચાર હોટલ ચલાવે છે. આ વ્યક્તિનું નામ દિપેન્દ્ર ગરાઈ છે જે ભૂકંપ પીડિતો માટે મસીહા બની ગયો છે. આ ભારતીય સપૂત તેની ચારેય રેસ્ટોરન્ટમાં પીડિતો માટે મફત રહેવા અને ભોજનની વ્યવસ્થા કરીને લોકોની સંભાળ લઈ રહ્યો છે.

તુર્કીના એક શહેરમાં ચલાવે છે હોટેલ

દીપેન્દ્ર ગરાઈના માતા-પિતા મધ્યપ્રદેશના બુરહાનપુરની ઈન્દિરા કોલોનીમાં રહે છે અને તેમને એક ભાઈ અને એક બહેન પણ છે. તેના પિતાએ જણાવ્યું કે મારો પુત્ર તુર્કીમાં રહે છે, એક હોટેલ અને ત્રણ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેણે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. દરેક જગ્યાએ કામ કર્યા પછી, તે તુર્કી પહોંચ્યો અને ત્યાં નમસ્તે ઇન્ડિયા નામની એક હોટેલ અને ત્રણ રેસ્ટોરન્ટ ખોલી છે.

તુર્કીના લોકોની મદદ આવ્યો ભારતીય સપૂત

દીપેન્દ્રના પિતાએ વધુમાં કહ્યું કે, સખત મહેનત કર્યા પછી આજે તે તુર્કીમાં ખૂબ કમાણી કરી રહ્યો છે અને ખુશ છે, પરંતુ તેમાંથી અમને ખબર પડી કે તુર્કીમાં ભૂકંપ આવ્યો છે અને ચારેબાજુ અરાજકતા છે. ભારત દેશ તુર્કીને અન્ય રીતે પણ મદદ કરી રહ્યો છે અને ભૂકંપ પીડિતોને તે રીતે મદદ કરી રહ્યો છે. માતા-પિતા પાસેથી પ્રેરણા લઈને દીપેન્દ્ર ગરાઈએ તેમની એક હોટેલ અને ત્રણેય રેસ્ટોરન્ટમાં ભૂકંપ પીડિતો માટે મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે.

જે દેશે મને પગભર કર્યો, આજે હું તેના માટે ઉભો છું: દિપેન્દ્ર

દીપેન્દ્રએ આ સમગ્ર મામલે વીડિયો કોલિંગ દ્વારા તેના માતા-પિતા સાથે તેના અનુભવો શેર કર્યા. દીપેન્દ્રએ તેના પિતાને કહ્યું કે આ દેશ તુર્કીએ મને મારા પગ પર ઉભો કર્યો છે. અહીંના દેશવાસીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, હવે જ્યારે મને ખબર પડી કે તુર્કીમાં ભૂકંપ આવ્યો છે અને ભૂકંપ ચારે તરફ ફેલાઈ ગયો છે, ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.

મેં વિચાર્યું કે હવે મારો વારો છે, જે દેશે મને બધું આપ્યું છે અને જો ભારત સરકાર પણ આ દેશને મદદ કરી રહી છે તો હું પણ ભારત માતાનો પુત્ર છું, મારે પણ આ દેશ માટે કંઈક કરવું જોઈએ. પછી મેં નક્કી કર્યું કે હું મારી એક હોટેલ અને ત્રણેય રેસ્ટોરન્ટમાં પીડિતો માટે મફત રહેવા અને ખાવાની વ્યવસ્થા કરીશ. હવે, મધ્ય પ્રદેશના બુરહાનપુરના લોકોને દીપેન્દ્ર વિશે આ વાતની જાણ થતાં જ બધા દીપેન્દ્રના વખાણ કરવા લાગ્યા અને માત્ર બુરહાનપુરના રહેવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર દેશને દીપેન્દ્ર પર ગર્વ છે.

આ પણ વાંચો: Turkiye Earthquake: તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 24 હજારને પાર, ભારે વરસાદ વચ્ચે બચાવ કાર્ય બન્યું મુશ્કેલ

અમને અમારા દિકરા પર ગર્વ છે: દિપેન્દ્રના માતા-પિતા

દીપેન્દ્રના માતા-પિતાએ કહ્યું હતુ કે દિપેન્દ્ર નાનપણથી જ ખુબ દયાળુ છે અને કોઈની તકલીફ જોઈને તરત જ મદદ કરવા પહોંચી જાય છે. ત્યારે ભૂકંપની સ્થિતિમાં તેણે જે સૂજ-બૂજથી લોકોની મદદ કરી રહ્યો છે તેથી અમને દીપેન્દ્ર પર ગર્વ છે કે દીપેન્દ્ર તુર્કીમાં આવેલા ભૂકંપના પીડિતોની મદદ કરી રહ્યો છે અને તેણે તેની એક હોટેલ અને ત્રણેય રેસ્ટોરન્ટમાં પીડિતો માટે મફતમાં ભોજનની વ્યવસ્થા કરી છે. દીપેન્દ્ર દ્વારા કરવામાં આવેલ આ ખરેખર કામ લોકો માટે પ્રેરણાદાયી છે અને અમે આજે અમારા પુત્ર પર ગર્વ અનુભવી રહ્યા છીએ.

બુરહાનપુરથી તુર્કી કેવી રીતે પહોંચ્યો ?

તેના પિતા અરવિંદ અને માતા મહાદેવી ગરાઈ બુરહાનપુરમાં છે. દીપેન્દ્રનો ભાઈ અરવિંદ દિલ્હીમાં છે, તેમજ એક બહેન પણ છે. તુર્કી પહોંચવાની દિપેન્દ્રની યાત્રા સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલી હતી. દીપેન્દ્રના પિતા જણાવ્યું હતુ કે  હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યા પછી તેણે ઘણી જગ્યાએ કામ કર્યું અને ક્યારેક શેફ તરીકે પણ કામ કર્યું, પરંતુ પછી થાકીને તે બુરહાનપુર આવી ગયો.

પરંતુ પછીથી તુર્કીમાં રહેતા અમારા એક પરિચિતનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે તુર્કીમાં તેની સાથે હોટલ અને રેસ્ટોરન્ટનું કામ શરૂ કર્યું. આજે આ કાર્ય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને તેઓ ભૂકંપ પીડિતોને મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">