ભારત આવી શકે છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ, PM મોદી સાથે કરશે મુલાકાત, તો ભારત અમેરિકાના સંબંધો પૂર્વવત થશે?
વિદેશ વિભાગના અધિકારીએ કહ્યુ, "મને પુરો વિશ્વાસ છે કે તમે બંનેની (PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ) ની મુલાકાત થતી જોશો. તેમણે ભારત- અમેરિકા વચ્ચે વર્તમાન સંપર્કને ઘણા ઉપયોગી ગણાવતા કહ્યુ કે આવનારા મહિનામાં સતત સકારાત્મક પ્રગતિની આશા રાખી શકાય છે. અધિકારીએ કહ્યુ, અમારી વચ્ચે થોડા મતભેદ છે. છેલ્લા થોડા મહિનાઓમાં એ સ્પષ્ટ થઈ ગયુ છે કે અમે મતભેદો દૂર કરવા અંગે કામ કરી રહ્યા છીએ.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી ઘણા સકારાત્મક સંબંધો છે અને બંને નેતાઓની મુલાકાત થશે. અમેરિકી વિદેશ વિભાગના એક અધિકારીએ આ વાત કહી છે. અધિકારીએ એ પણ ખાસ જણાવ્યુ કે આગામી ક્વોડ સમિટ આ વર્ષના અંતે અથવા આવતા વર્ષે આયોજિત કરાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારત આ વખતે ક્વાડ સમિટમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓની યજમાની કરશે. ગયા વર્ષની ક્વાડ સમિટ 2024માં અમેરિકાના વિલમિંગટન ડેલાવેયરમાં થઈ હતી. ક્યારે થશે ક્વાડ સમિટનું આયોજન ? વિદેશ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે જ્યાં સુધી આગામી મિટીંગની વાત છે હું રાષ્ટ્રપતિ તરફથી કોઈપણ ઘોષણા અગાઉ કરવા નથી માગતો. મને પુરો વિશ્વાસ છે કે તમે બંને (PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ)ની મુલાકાત થતી જોશે. અધિકારીએ વધુમાં જણાવ્યુ કે તેમની વચ્ચે ઘમા સકારાત્મક સંબંધો છે. અમે ક્વાડ સમિટની સમિટની યોજના પર કામ...
