AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની સ્ક્રિપ્ટ લખતા લખતા પોતાના જ દેશને ભૂલી ગયા ટ્રમ્પ અને કરી બેઠા મોટુ આર્થિક નુકસાન, અમેરિકી અર્થશાસ્ત્રીએ ચેતવ્યા- વાંચો

રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત અમેરિકાના નિશાને છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ ઝીંક્યો છે. અમેરિકી અર્થશાસ્ત્રી સ્ટીવ હેંકે ચેતવણી આપી છે કે તેનાથી અમેરિકી અર્થવ્યવસ્થાને જ નુકસાન જશે. અમેરિકા મંદીની ઝપેટમાં આવી શકે છે. હેકે કહ્યુ છે કે ટેરિફ અમેરિકી ગ્રાહકો પર લાગનારો ટેક્સ છે.

ભારતની સ્ક્રિપ્ટ લખતા લખતા પોતાના જ દેશને ભૂલી ગયા ટ્રમ્પ અને કરી બેઠા મોટુ આર્થિક નુકસાન, અમેરિકી અર્થશાસ્ત્રીએ ચેતવ્યા- વાંચો
| Updated on: Aug 19, 2025 | 8:34 PM
Share

રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત અમેરિકાના નિશાના પર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મનસ્વી રીતે ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે. પરંતુ, ભારતની સ્ક્રિપ્ટ લખતી વખતે, તેઓ પોતાના દેશને ભૂલી ગયા. તેમની નીતિઓએ અમેરિકાને બર્બાદીની અણી પર લાવી દીધું છે. જેને લઈને અમેરિકન અર્થશાસ્ત્રી સ્ટીવ હેન્કે મોટી ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ભારત પર ટેરિફ લાદવાથી અમેરિકન અર્થતંત્રને જ નુકસાન થશે. અમેરિકા મંદીમાં ફસાઈ જવાની શક્યતા છે. આ ટ્રમ્પ માટે ‘મોટો માથાનો દુખાવો’ બની શકે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના આર્થિક સલાહકાર હેન્કે ‘મિન્ટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમણે ટેરિફને અમેરિકન ગ્રાહકો પર લાદવામાં આવેલ ટેક્સ ગણાવ્યો. પ્રોફેસરે ભારતને આ બાબતે પ્રતિક્રિયા ન આપવાની સલાહ આપી છે.

સ્ટીવ હેન્ક કહે છે કે અમેરિકા મંદીની કગાર પર છે. તેમણે ‘મિન્ટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘અમેરિકા મંદી તરફ આગળ વધી રહ્યું છે.’ટેરિફ પાછળના બધા સિદ્ધાંતો નકારાત્મક છે. આ અમેરિકન અર્થતંત્રને નીચે ધકેલી દેશે. નાણાં પુરવઠામાં ધીમી વૃદ્ધિ નો અર્થ એ છે કે મંદી આવવાની છે. એકવાર મંદી આવશે, તો તે ટ્રમ્પ માટે મોટો માથાન દુખાવો બની જશે.

અમેરિકનો પર જ બોજ છે ટેરિફ

સ્ટીવ હેન્ક પોતાને ફ્રી માર્કેટ ઈકોનોમિસ્ટ (મુક્ત બજાર અર્થશાસ્ત્રી), ક્લાસિકલ લિબરલ અને ફ્રી ટ્રેડર’ તરીકે વર્ણવે છે. તેમણે કહ્યું, “હું બધા ટેરિફ, બધા પ્રતિબંધો, બધા ક્વોટા, બધા બિન-ટેરિફ અવરોધોની વિરુદ્ધ છું. હું શુદ્ધ મુક્ત વ્યાપારના પક્ષમાં છું.”

દિગ્ગજ ઈકોનોમિસ્ટે સમજાવ્યું કે ટેરિફ ખરેખર અમેરિકન ગ્રાહકો પરનો એક ટેક્સ છે. હેન્કેએ કહ્યું, ‘ભારતીય લોકો ટેરિફ માટે ચૂકવણી કરતા નથી. જ્યારે તમે મને કંઈક વેચો છો ત્યારે તમે (ટેરિફ) ચૂકવતા નથી. જો કોઈ ટેરિફ હોય, તો હું જ્યારે હું ભારતમાંથી આયાત કરું છું ત્યારે હું ચૂકવણી કરું છું. તો ટેરિફ માટ આ જ આખો આર્થિક તર્ક છે. તેઓ વેપાર થી થનારા લાભોને નષ્ટ કરી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘તમને દુનિયામાં બહુ ઓછા અર્થશાસ્ત્રીઓ મળશે જે ટેરિફના સમર્થનમાં હોય, તેઓ બધા મૂળભૂત અને સૈદ્ધાંતિક રીતે મુક્ત વેપારીઓ છે.’

ટ્રમ્પનો કોઈ ભરોસો નહીં

  1. ભારત પર અચાનક 50% ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણય પર, હેન્કે કહ્યું કે તે યુએસ રાષ્ટ્રપતિની અણધારી નીતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું, ‘ટ્રમ્પ એ પ્રકારનો માણસ છે જે સવારે મોદી સાથે હાથ મિલાવી શકે છે અને રાત્રે તેમની પીઠમાં છરો ઘોંપી શકે છે. આ પ્રકારની વસ્તુઓનું અનુમાન લગાવવાની કોઈ રીત નથી.
  2. હેન્કે એવો તર્ક આપ્યો કે ‘વૈશ્વિક દક્ષિણના અવાજ’ તરીકે ભારતની નેતૃત્વની ભૂમિકાએ તેને લક્ષ્ય બનાવ્યું છે. તેમણે કહ્યું, ‘ટ્રમ્પ વૈશ્વિક દક્ષિણ અને BRICS ના પ્રભાવને ઘટાડવા માંગે છે. આનો અર્થ એ છે કે તેમણે ભારતનો પ્રભાવ ઘટાડવો પડશે કારણ કે ભારત નેતૃત્વ કરી રહ્યું છે.’
  3. હેન્કેએ આની સરખામણી ચીન પ્રત્યે અમેરિકાની ઉદારતા સાથે કરી. તેમણે બૈજિંગના ખાણકામ, ધાતુશાસ્ત્ર અને સામગ્રી વિજ્ઞાનમાં વર્ચસ્વ તરફ ધ્યાન દોર્યું. હેન્કે કહ્યું, ‘ચીન પાસે ખરેખર લોકો જે વિચારે છે તેના કરતાં વધુ કાર્ડ છે. તેમની પાસે એવી વસ્તુ છે જેને આપણે તેની ગેમમાં આવેલો એક્કો ગણીએ છીએ. ચીન દુનિયા પર હાવિ છે. તે એ ત્રણેય ક્ષેત્રોમાં ટોચ પર છે.’
  4. હેન્કેએ ઈરાન સાથેના સંબંધમાં અમેરિકા દ્વારા પાકિસ્તાની એરપોર્ટના ઉપયોગ પર વાતચીતના અહેવાલોનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાન પ્રત્યે ટ્રમ્પના વલણ તરફ પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યુ “આ મુખ્ય પાસું છે. તે એક પ્રકારે ભારતની સ્થિતિને નબળી પાડે છે કારણ કે એરપોર્ટ પાકિસ્તાનમાં છે.”
  5. આ દબાણો છતાં, હેન્કેએ કહ્યું કે ભારતે પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. તેમણે કહ્યું “રાહ જુઓ એ યોગ્ય બાબત છે. ભારતીય અર્થતંત્ર હવે સારી સ્થિતિમાં છે. તે ખૂબ જ સારી સ્થિતિમાં છે. મને લાગે છે કે રિઝર્વ બેંક સારું કામ કરી રહી છે.”

સંસદને બાયપાસ કરીને નહેરુએ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ કરી નાખી તો… ખુદ કોંગ્રેસી સાંસદોએ નિર્ણયને એકતરફી ગણાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">