ટ્રમ્પે અલાસ્કા બેઠક પહેલા કરી જાહેરાત, પુતિન-ઝેલેન્સ્કી સાથે થશે બીજીવાર મુલાકાત
અલાસ્કામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાતનું કેન્દ્ર યુદ્ધવિરામ પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે, વ્લાદમીર પુતિનની પ્રશંસા કરી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે બીજીવારની મુલાકાતની શક્યતા વ્યક્ત કરી છે. યુક્રેન યુએસ-રશિયા કરારથી ચિંતિત છે અને તેને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે અલાસ્કામાં મળવાના છે. આ બેઠક પહેલા પણ ટ્રમ્પે યુદ્ધવિરામ પર ભાર મૂક્યો છે અને પુતિનની પ્રશંસા કરી છે. અગાઉ, એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ ઝેલેન્સ્કી અને પુતિન સાથે બીજીવારની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે પોતે આ માહિતી આપી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે અલાસ્કામાં બીજીવારની પણ મુલાકાત જોવા માંગે છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે ગુરુવારે જણાવ્યું હતું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે અલાસ્કામાં રૂબરૂ મળશે અને તે પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે.
ટ્રમ્પ બીજી બેઠક કરવા માંગે છે
મીટિંગ પહેલા, ટ્રમ્પે ધમકીભર્યા સ્વરમાં ચેતવણી આપી હતી કે, જો રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ સપ્તાહના અંતે યુદ્ધવિરામ કરાર માટે સંમત નહીં થાય તો તેમને “ખૂબ જ ગંભીર પરિણામો” ભોગવવા પડશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ શુક્રવારની બેઠકનો ઉપયોગ યુક્રેનિયન નેતા ઝેલેન્સકી સાથે “ટૂંક સમયમાં બીજીવારની બેઠક” કરવા માંગે છે, કારણ કે સાથી દેશોએ આવી સમિટ માટે તેમના પર દબાણ કર્યું હતું.
પુતિને ટ્રમ્પની પ્રશંસા કરી
રશિયન રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી. મોસ્કો દ્વારા આક્રમણ શરૂ કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય પછી, બંને નેતાઓ શુક્રવારે અલાસ્કામાં એક મહત્વપૂર્ણ યુએસ-રશિયા શિખર સંમેલનની તૈયારી કરી રહ્યા હતા.
દરમિયાન, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને તેમના યુરોપિયન સાથીઓએ શુક્રવારે અલાસ્કામાં એક સમિટમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચે કોઈપણ સોદો અટકાવવા માટે તેમના પ્રયાસો ઝડપી બનાવ્યા છે, જે યુક્રેનને ભવિષ્યમાં હુમલા માટે સંવેદનશીલ બનાવી શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે 2022ના વર્ષથી યુદ્ધ ચાલે છે. આ યુદ્ધને પગલે વિશ્વના અનેક દેશ ઉપર કોઈને કોઈ અસર થવા પામી છે. રશિયા અને યુક્રેન યુદ્ધ અને તેને સંબંધિત સમચાર જાણવા માટે અહીં ક્લિક કરો.