ખુદને સૌથી મોટા શાંતિદૂત ગણાવનાર ટ્રમ્પે તેના ડિપાર્ટમેન્ટ ઓફ વૉરને પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ કેમ છોડ્યો- વાંચો
એક સમયે શાંતિ દૂત બનીને ફરતા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ડિપાર્ટમેન્ટ ઓફ વૉરને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણનો આદેશ આપ્યો છે. જે ટ્રમ્પ દુનિયાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ રોકવાની વાતો કરી રહ્યા હતા, જે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યુ હોવાનો દાવો કર્યો, ઈરાન-ઈઝરાયેલ વચ્ચે સીઝફાયર કરાવવાનો દાવો કરી નોબેલ પીસ પ્રાઈઝ માટેના ખુદને સૌથી મોટા દાવેદાર ગણાવી રહ્યા હતા, તે ટ્રમ્પ હવે ન્યૂક્લિયર પરીક્ષણની વાતો કરી રહ્યા છે.

હજુ થોડા સપ્તાહ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દેશમાં યુદ્ધ રોકવાનો દાવો કરી નોબેલ પીસ પ્રાઈઝ માટે ક્લેઈમ કરી રહ્યા હતા. ખુદ સચ્ચાઈ જુઓ, તેમનુ કહેવુ હતુ કે વિશ્વમાં શાંતિ લાવવા માટે ચારેતરફ યુદ્ધ બંધ કરાવી રહ્યા છે અને આથી જ તેમને નોબેલ પીસ પ્રાઈઝ મળવો જોઈએ. પરંતુ આવુ ન થયુ, તેમને નોબેલ પીસ પ્રાઈઝ ન મળ્યુ. હવે ટ્રમ્પનો એમનો એજન્ડા સદંતર બદલાઈ ગયો છે. થોડા દિવસ પહેલા જે વ્યક્તિ શાંતિ માટેનું નોબેલ માગી રહ્યો હતો તેમણે તેના રક્ષા મંત્રાલયને પરમાણુ બોંબનુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ વૉરને લગભગ 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ કરવાની છૂટ આપી દીધી છે. પરમાણુ બોંબ બનાવવાની હરિફાઈને ખતમ કરવાના ઉદ્દેશ્યથી 1996માં તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ...
