Breaking News: ટ્રમ્પે વધુ 8 દેશો પર 25% ટેરિફ લાદવાની આપી ધમકી, શું ભારતને પણ લેશે લપેટામાં? વાંચો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટું નિવેદન આપીને વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે. ટ્રમ્પે ખુલ્લેઆમ જાહેરાત કરી છે કે, તેઓ આઠ દેશ પર 25 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં છે.

દુનિયાના રાજકારણ અને વૈશ્વિક વેપાર પર અસર કરનારું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું છે કે, જો ગ્રીનલેન્ડ (Greenland) અમેરિકાને (America) વેચવામાં નહીં આવે, તો 8 યુરોપિયન દેશના સામાન પર ભારે ટેરિફ (Tariff News) લાદવામાં આવશે. ટ્રમ્પે આ જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર કરી છે.
કયા 8 દેશ નિશાને?
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ડેનમાર્ક (Denmark), નોર્વે (Norway), સ્વીડન (Sweden), ફ્રાન્સ (France), જર્મની (Germany), યુનાઇટેડ કિંગડમ (United Kingdom), નેધરલેન્ડ (Netherlands) અને ફિનલેન્ડ (Finland) થી અમેરિકા મોકલવામાં આવતા સામાન પર 1 ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લાદવામાં આવશે.
અહેવાલ મુજબ, આ ટેરિફ 1 જૂનથી વધીને 25 ટકા સુધી પહોંચી જશે. આ ટેરિફ પહેલાથી જ લાગુ પડેલા યુએસ ટેરિફની ઉપર ઉમેરવામાં આવશે. આ દેશોમાંથી આવતા સામાન પર પહેલાથી જ સરેરાશ યુરોપિયન યુનિયન માટે અંદાજે 15 ટકા અને યુનાઇટેડ કિંગડમ માટે અંદાજે 10 ટકા ટેરિફ લાગુ પડે છે.
કેટલાક સંવેદનશીલ ક્ષેત્રો (Sensitive Sectors) જેવા કે, મેટલ્સ અને ઓટોમોબાઇલમાં પહેલાથી જ અસરકારક ટેરિફ 15% થી 25% (Mid-teen to Mid-twenty) ની વચ્ચે પહોંચી ચૂક્યો છે.
EU-US ટ્રેડ એગ્રીમેન્ટ જોખમમાં
યુરોપિયન યુનિયનના કોઈ પણ એક સભ્ય પર ટેરિફ લાદવાનો અર્થ એ છે કે, તે તમામ 27 EU દેશો પર લાગુ થશે. આના કારણે ઓગસ્ટમાં થયેલ EU-US ટ્રેડ એગ્રીમેન્ટ (વ્યાપાર સમજૂતી) ગંભીર જોખમમાં આવી ગયો છે. યુરોપિયન સંસદના વરિષ્ઠ સભ્ય મેનફ્રેડ વેબરે જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં EU-US ટ્રેડ ડીલ શક્ય નથી અને અમેરિકન ઉત્પાદનો પર શૂન્ય ટકા ટેરિફ બંધ કરવો જોઈએ.
ટ્રમ્પે કહ્યું કે, યુરોપિયન દેશોએ ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલ્યા છે, જે વૈશ્વિક સુરક્ષા માટે ખતરનાક પરિસ્થિતિ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડની જરૂર છે. આ પહેલા ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, તેઓ ગ્રીનલેન્ડ મુદ્દે ટેરિફ રણનીતિ અપનાવી શકે છે.
ટ્રમ્પની ધમકીને ફગાવી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, કોઈ પણ પ્રકારની ધમકી કે દબાણ ફ્રાન્સને પ્રભાવિત કરશે નહીં. સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને પણ ટ્રમ્પની ધમકીને ફગાવી દેતા કહ્યું કે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા નિર્ણયો તે દેશો પોતે જ લેશે.
