Pakistan: મુશ્કેલીમાં પડ્યા ઈમરાન ખાન, ચૂંટણી પંચે વિદેશી ફંડના દસ્તાવેજો સાર્વજનિક કરવાનો આપ્યો આદેશ

ઈસીપીની તપાસ સમિતિ તરફથી આ મહિનાની શરૂઆતમાં જાહેર એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ વિદેશી નાગરિકો, કંપનીઓ પાસેથી મેળવેલા પૈસાને ઓછા કરીને બતાવ્યા અને બેન્ક ખાતાઓને પણ છુપાવ્યા.

Pakistan: મુશ્કેલીમાં પડ્યા ઈમરાન ખાન, ચૂંટણી પંચે વિદેશી ફંડના દસ્તાવેજો સાર્વજનિક કરવાનો આપ્યો આદેશ
Prime Minister of Pakistan Imran Khan (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 6:07 PM

પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Pakistan Tehreek-e-Insaf)ની વિરૂદ્ધ વિદેશી ફંડિગ મામલે (Pakistan Foreign Funding Case) જોડાયેલા મહત્વના દસ્તાવેજ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે. આ પગલુ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. મીડિયામાં આવેલા એક અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. ઈસીપીની તપાસ સમિતિ તરફથી આ મહિનાની શરૂઆતમાં જાહેર એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ વિદેશી નાગરિકો, કંપનીઓ પાસેથી મેળવેલા પૈસાને ઓછા કરીને બતાવ્યા અને બેન્ક ખાતાઓને પણ છુપાવ્યા.

તેમાં કહેવામાં આવ્યું છે કે સત્તારૂઢ પાર્ટીએ નાણાકીય વર્ષ 2009-10થી નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન 4 વર્ષના સમયમાં 31.2 કરોડ રૂપિયા ઓછા કરીને બતાવ્યા. વર્ષ મુજબની વિગતો દર્શાવે છે કે એકલા નાણાકીય વર્ષ 2012-13માં જ 14.5 કરોડથી વધુની રકમ ઓછી દર્શાવવામાં આવી હતી. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ આ દસ્તાવેજ આ તપાસ સમિતિની રિપોર્ટનો ભાગ હતા પણ રિપોર્ટની સાથે જાહેર કરવામાં નહતા આવ્યા.

અરજીકર્તાઓને રિપોર્ટ આપવો પડશે

મુખ્ય ચૂંટણી કમિશનર સિકન્દર સુલ્તાન રાજાએ મંગળવારે ત્યારે આદેશ પાસ કર્યો, જ્યારે અરજદારના વકીલે કહ્યું કે રિપોર્ટના કેટલાક મહત્વના ભાગોને ગુપ્ત રાખવામાં આવ્યા છે અને તેમના અસીલને ત્યાં સુધી પહોંચવા દેવામાં નથી આવ્યા. સમાચાર મુજબ સીઈસીએ નિર્દેશ આપ્યો હતો કે રિપોર્ટના કોઈપણ ભાગને ગોપનીય રાખવો જોઈએ નહીં અને સમગ્ર અહેવાલ અરજદારને પૂરો પાડવો જોઈએ.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

વિપક્ષીદળોએ કરી આલોચના

તેમાં કહેવામાં આવ્યું કે ઈસીપીએ દસ્તાવેજોને સાર્વજનિક કર્યા નહતા, કારણ કે પીટીઆઈએ આ મામલે સતારૂઢ પાર્ટીના સંસ્થાપક સભ્ય અને અરજદાર અકબર એસ બાબરની સાથે દસ્તાવેજો શેર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના વિપક્ષી દળોએ આ ખુલાસા બાદ સત્તાધારી પાર્ટીની આલોચના કરી છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન, પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી અને પાકિસ્તાન ડેમોક્રેડિક મૂવમેન્ટે સરકારની આલોચના કરતા તપાસની માંગ કરી છે. સાથે જ વડાપ્રધાન ઈમરાન ખાનને ચોર ગણાવ્યા. પીએમએલ-એનની ઉપાધ્યક્ષ મરિયમ નવાજે કહ્યું કે ઈમરાન ખાને ના માત્ર ચોરી કરી અને છુપાઈ ગયા પણ લોકોના પૈસા પણ લુંટ્યા.

આ પણ વાંચો: શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ, નાદારીથી બચવા શ્રીલંકાએ સોનું વેચવાનું કર્યું શરૂ, ભારતનું આપ્યું ઉદાહરણ

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા, NSA મોઈદ યુસુફે ‘ડર’ના કારણે કાબુલની મુલાકાત રદ કરી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">