અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા, NSA મોઈદ યુસુફે ‘ડર’ના કારણે કાબુલની મુલાકાત રદ કરી

NSA Moeed Yusuf: પાકિસ્તાનના NSA મોઈદ યુસુફે તેમનો કાબુલ પ્રવાસ રદ કર્યો છે. કારણ કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા, NSA મોઈદ યુસુફે 'ડર'ના કારણે કાબુલની મુલાકાત રદ કરી
moeed yusuf ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:26 PM

પાકિસ્તાનના સ્પષ્ટ વક્તા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફે (Pakistani NSA Moeed Yusuf) તેમનો અફઘાનિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. આ પાછળનું કારણ એ છે કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની NSAએ સુરક્ષાના ડરથી ત્યાંનો પ્રવાસ રદ કર્યો હતો. આ સાથે પાકિસ્તાન વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર વ્યક્તિની તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાલિબાનની ગુપ્તચર સંસ્થાએ અઝીમ અઝીમી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જે બાદ કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસે પુષ્ટિ કરી કે યુસુફ હજુ મુલાકાતે નથી આવી રહ્યા

તાલિબાનોએ આક્ષેપ કર્યો હતો કે માનવાધિકાર કાર્યકર્તા અઝીમ અઝીમીએ મોઇદ યુસુફની મુલાકાત પહેલા પાકિસ્તાન વિરોધી વિરોધનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં લોકો અઝીમીનું સમર્થન કરી રહ્યા છે. લોકોનો સવાલ એ છે કે અઝીમી પાકિસ્તાની-તાલિબાની આતંકથી પરેશાન થઈને અફઘાનિસ્તાનની સામાન્ય જનતા સામે દેખાવોનું આયોજન કરી રહી છે. તો તાલિબાન શા માટે તેનાથી આટલા ડરે છે?

તાલિબાને અઝીમીને ગાયબ કરી દીધા

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અઝીમીની તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવી છે. લોકો અઝીમીને બચાવવા સતત અપીલ કરી રહ્યા છે. વિશ્વને તાલિબાનના અત્યાચારોનું નિવારણ કરવા પણ કહે છે. અગાઉ એવા અહેવાલ હતા કે પાકિસ્તાની NSA મોઇદ યુસુફના નેતૃત્વમાં એક આંતર-મંત્રાલય પ્રતિનિધિમંડળ મંગળવારે તાલિબાન સાથે સરહદ વાડના વિવાદ પર ચર્ચા કરશે. આ સાથે જ આ યુદ્ધગ્રસ્ત દેશને માનવતાવાદી મદદ પણ આપશે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

સંયુક્ત રાષ્ટ્ર ચિંતા વ્યક્ત કરે છે.

પાકિસ્તાની મીડિયાએ આ અંગે માહિતી આપી હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું હતું કે યુસુફ 18 અને 19 તારીખે કાબુલની મુલાકાત લેશે. જે દરમિયાન તે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાના માર્ગો વિશે વાત કરશે. કારણ કે દેશ પર વૈશ્વિક પ્રતિબંધોને કારણે માનવીય સંકટ વધુ ઊંડું બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે 13 જાન્યુઆરીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લાખો લોકો “મૃત્યુના આરે ઉભા છે”.

g clip-path="url(#clip0_868_265)">