AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan પર ગુસ્સે થયું વિપક્ષ, કહ્યું- પેટ્રોલમાં ભાવ વધારવાને બદલે રાજીનામું આપવું જોઈએ

બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું કે પેટ્રોલના ભાવમાં વધારો એ ઈમરાન ખાનની નાગરિકોને નવા વર્ષની ભેટ છે અને મોંઘવારીનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો પીટીઆઈ સરકારને વિદાય આપવાનો છે.

Imran Khan પર  ગુસ્સે થયું વિપક્ષ, કહ્યું- પેટ્રોલમાં ભાવ વધારવાને બદલે રાજીનામું આપવું જોઈએ
pakistan Prime Minister Imran Khan (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 9:42 AM
Share

Pakistan : પાકિસ્તાન(Pakistan)માં વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ની આગેવાની હેઠળની સરકારે નવા વર્ષ નિમિત્તે પેટ્રોલના ભાવમાં ચાર રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી વિપક્ષનો ગુસ્સો તેમના પર ફાટી નીકળ્યો છે. વિપક્ષે શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાન પર “પેટ્રોલ બોમ્બ” ફેંકીને નવા વર્ષની ઉજવણી કરવાને બદલે વડાપ્રધાન ઇમરાન ખાને (Prime Minister Imran Khan) તેમના પદ પરથી રાજીનામું આપ્યું હોત તો સારું હોત.

પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારી (Bilawal Bhutto-Zardari) અને નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા અને પીએમએલ-એન પ્રમુખ શાહબાઝ શરીફે અલગ-અલગ નિવેદનોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાના સરકારના નિર્ણયની ટીકા કરી હતી.

ઈમરાને લોકો પર મોંઘવારીનો બોમ્બ ફેંક્યો

પીપીપીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું, ‘દુનિયાભરની સરકારો ભાવ ઘટાડીને તહેવારોની ઉજવણી કરે છે, પરંતુ તેનાથી વિપરીત ઈમરાન નિયાઝીએ લોકો પર મોંઘવારીનો બોમ્બ ફેંક્યો છે.’ પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફે (Shahbaz Sharif) કહ્યું, વડાપ્રધાન ઈમરાનને તેની અસમર્થતાના કારણે લોકોને સજા આપવાને બદલે પદ છોડી દેવું જોઈએ. શાહબાઝે આશા વ્યક્ત કરી કે નવું વર્ષ લોકોને મોંઘવારી, આર્થિક વિક્ષેપ, ભૂખમરો, રોગો અને અન્યાયથી મુક્તિ લાવશે. જો કે ઈમરાન સરકારે તેનાથી વિપરીત કર્યું છે.

ઈમરાન પહેલાની સરકારો પર આરોપ લગાવવામાં વ્યસ્ત

બિલાવલે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારો એ ઇમરાન ખાન દ્વારા નાગરિકોને નવા વર્ષની ભેટ છે અને મોંઘવારીનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો પીટીઆઈ સરકારને વિદાય આપવાનો છે. પીપીપી અધ્યક્ષે કહ્યું, ઈમરાન ખાને દાવો કર્યો હતો કે 2021 સમૃદ્ધિનું વર્ષ હશે, પરંતુ 2022 આવી ગયું છે, તેમના દાવા ક્યાં ગયા?

તેમણે કહ્યું કે પીટીઆઈના કાર્યકાળ દરમિયાન દેશમાં એક વર્ષ પહેલા કરતા વધુ મોંઘવારી જોવા મળી હતી, પરંતુ તેઓ અગાઉની સરકારોને દોષ આપવાનું ચાલુ છે અને તેમને અસમર્થ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે. બિલાવલે દાવો કર્યો કે પીપીપીએ વિશ્વના ઈતિહાસમાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કર્યો, પરંતુ નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવા દીધો નહીં.

પેટ્રોલની કિંમત વધીને 144 રૂપિયા થઈ ગઈ

પીપીપી પ્રમુખે ઈમરાન સરકારને આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ઘટાડવા વિનંતી કરી હતી. બિલાવલે કહ્યું કે, મોંઘવારી ખતમ કરવાનો એકમાત્ર રસ્તો ઈમરાન ખાનને હટાવવાનો છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈમરાન સરકારે પેટ્રોલના ભાવમાં રૂ. 4 વધાર્યા છે. ત્યારબાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 140.82 થી વધીને 144.82 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ ઉપરાંત કેરોસીનના ભાવમાં પણ રૂ. 3.95નો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે મોંઘવારીથી ત્રસ્ત લોકોની મુશ્કેલી વધી છે.

આ પણ વાંચો : Punjab CM ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યપાલને ધમકી આપી, જાણો શું છે સમગ્ર મામલો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">