Toronto News: જસ્ટિન ટ્રુડોને વધુ એક ઝટકો, ટોરોન્ટો યુનિવર્સિટીએ ખુલ્લેઆમ ભારતીય વિદ્યાર્થીઓનું કર્યું સમર્થન
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે મડાગાંઠ ચાલુ છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યા હતા, ભારતે પણ તેનો જોરદાર જવાબ આપ્યો હતો અને તેનના રાજદ્વારીને 5 દિવસમાં ભારત છોડવાનું કહી દીધુ હતું. ભારત પહેલાથી જ કહી રહ્યું છે કે કેનેડા સબૂત આપે.
Toronto News: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે મડાગાંઠ ચાલુ છે. ચારે બાજુથી ઘેરાયા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારત સાથેના સંબંધોને બગડવા દેવા માંગતા નથી.
આ પણ વાંચો: India Canada Relation: નિજ્જર મર્ડર કેસ પર અમેરિકામાં એસ જયશંકરની સ્પષ્ટ વાત, કેનેડા પુરાવા રજુ કરે
તે દરમિયાન, ટોરોન્ટો યુનિવર્સિટીએ શુક્રવારે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું હતું. ભારતીય વિદ્યાર્થીઓનું સમર્થન કરતા કહ્યું કે, યુનિવર્સિટીને ભારતના 2,400થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું ઘર હોવાનો ગર્વ છે, જે શૈક્ષણિક વાતાવરણ અને કેમ્પસ જીવનને સમૃદ્ધ બનાવે છે,
વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું
યુનિવર્સિટીએ વધુમાં કહ્યું કે અમે અસરગ્રસ્ત અમારા સમુદાયના તમામ સભ્યોને આશ્વાસન આપવા માંગીએ છીએ. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ. અમે તમારી ભલાઈની ખાતરી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, યુનિવર્સિટીએ ઇમિગ્રેશન અને વિઝા સહાય, શૈક્ષણિક સહાય સેવાઓ અને સમર્પિત માનસિક સ્વાસ્થ્ય પોર્ટલ સહિતના સંસાધનો ઓફર કર્યા છે.
ફોન અથવા ચેટ દ્વારા 24 કલાકમાં મદદ મળશે
શૈક્ષણિક સહાય માટે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. આના દ્વારા વિદ્યાર્થીઓને તેમના ફેકલ્ટી અથવા કોલેજના રજિસ્ટ્રાર સાથે જોડવામાં સરળતા રહેશે. જ્યારે સ્નાતક વિદ્યાર્થીઓ સહાય માટે તેમના વિભાગ અથવા ગ્રેજ્યુએટ સ્ટડીઝની શાળા સુધી પહોંચી શકે છે. વધુમાં, વ્યક્તિગત સહાયતા સેવાઓમાં માનસિક આરોગ્ય પોર્ટલ અને T Telus હેલ્થ સ્ટુડન્ટ સપોર્ટનો સમાવેશ થાય છે, જે ફોન અથવા ચેટ દ્વારા ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે.
ભારત અને કેનેડા વચ્ચે સબંધમાં દરાર
ભારત અને કેનેડા વચ્ચે સબંધમાં ખારાશ ત્યારે થઈ જ્યારે ટ્રુડોએ કહ્યું કે ભારતની એજન્સીના લોકોનો નિજ્જરની હત્યામાં હાથ છે, જે બાદ ભારતે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારબાદ કેનેડાએ ભારતીય રાજદ્વારીને કેનેડા છોડી જવાનું કહ્યું હતું, જે બાદ ભારતે પણ કેનેડાના રાજદ્વારીને 5 દિવસમાં ભારત છોડી દેવાનું કહ્યું હતું. જો કે ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું પણ બંધ કરી દીધું છે..
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો