ટોરંટો: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત સામે ઉઠાવી આંગળી, વાંચો આ વખતે શું કહ્યું?
ટોરંટો: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુ઼ડોએ ફરી એકવાર ભારત સામે તપાસમાં સહયોગ કરવાની અપીલ કરી છે. 'કાયદાના શાસન'નો રાગ આલાપતા ટ્રુડોએ કહ્યુ કે તે તપાસને આગળ વધારવા જઈ રહ્યા છે. આ અગાઉ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પણ આ મામલે ભારત સામે સહયોગની અપીલ કરી હતી.

ટોરંટો: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ફરી એકવાર ભારત સામે આંગળી ઉઠાવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા અને લોકશાહીનો હવાલો આપતા ભારત પર 40 રાજદૂતોના હકાલપટ્ટી કરી વિયેના કન્વેશનનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો. ભારતે પણ સ્પષ્ટ કર્યુ છે કે રાજદૂતોની હકાલપટ્ટી કરવામાં કોઈપણ કાયદાનો ભંગ કરાયો નથી.
જસ્ટિન ટ્રુડોએ ચેતવણી આપી કે જો મોટા દેશો કોઈ કારણ વિના આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરવા લાગશે તો એ વિશ્વ માટે ઘણા ઘાતક પરિણામો લાવશે. તેમણે કાયદાના શાસન માટે ગમે તેની સામે ઉભા રહેવાની કેનેડાની પ્રતિબદ્ધતા બતાવી. તેમણે ફરી એકવાર કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભારત આ મામલાની તપાસમાં સહયોગ કરે. તેમણે કહ્યું કે તેઓ અન્ય વૈશ્વિક ભાગીદારો સાથે મળીને કામ કરશે અને આ મામલે વધુ તપાસ કરશે.
ભારતે ટ્રુડોને આપ્યો જવાબ
જવાબમાં ભારતે સ્પષ્ટ કર્યુ કે રાજદ્વારીઓને હાંકી કાઢવાથી કોઈ સમજૂતિનો ભંગ થયો નથી. ટ્રુડોએ શનિવારે ઓટાવામાં કહ્યું, “અમને ખબર પડી કે કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતનો હાથ છે તો અમે આ મામલાની તપાસમાં સહયોગ માટેની માગ સાથે ભારત પહોંચ્યા. આંતરરાષ્ટ્રીય કાયદા અને લોકતાંત્રિક સાર્વભૌમત્વના ભંગ બદલ અમે અમેરિકા અને તેના જેવા અમારા મિત્રો અને સહયોગીઓને કાર્યવાહી કરવા હાકલ કરી છે.
નિજ્જર હત્યા કેસમાં અમેરિકાની અપીલ
કેનેડિયન પીએમની ટિપ્પણી અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનના એ નિવેદન બાદ તુરંત આવી છે. જેમા બ્લિંકને કહ્યુ હતુ કે યુએસ કેનેડાને “તેની તપાસમાં આગળ વધતું” જોવા માંગે છે અને ભારતને તેમા કેનેડાની મદદ કરવાની જરૂર છે. જો કે, ટ્રુડોએ કહ્યું કે કેનેડા ભારત સાથે “રચનાત્મક રીતે કામ કરવા” માંગે છે.
આ પણ વાંચો: પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને કરાયા મુક્ત, વાઘા બોર્ડરથી ટ્રેન દ્વારા વડોદરા લવાયા, જુઓ તસવીર
ભારત પર કેનેડાના આરોપો, ભારતે કરી દીધુ સ્પષ્ટ
ગયા મહિને, કેનેડાએ ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા અને કેન્દ્ર સરકારે દ્વારા તેમને મળતા અધિકારી પરત લઈ લેવા સામે ચંડીગઢ, મુંબઈ અને બેંગાલુરુમાં વાણિજ્ય દુતાવાસોમાં તેની વિઝા અને કોન્સુલર સેવા પર પણ રોક લગાવી હતી. ભારતીય રાજદૂતો પર કેનેડાની કાર્યવાહી બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો હતો. સાથએ વિઝા સર્વિસ પર પણ રોક લગાવી હતી જો કે તેને ફરી શરૂ કરવા પર વિચારણા ચાલી રહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
