પપ્પાની Passbookએ પુત્રને બનાવ્યો કરોડપતિ, 60 વર્ષ જૂની પાસબુકે બદલી નાખ્યું નસીબ!

Viral News : કેટલાક લોકો મહેનતમાં વિશ્વાસ રાખે છે તો કેટલાક લોકો નસીબના ભરોસે બેસી રહે છે પણ કેટલીકવાર નસીબ સાથ આપે તો વ્યક્તિનું જીવન બદલાઈ જતું હોય છે.

પપ્પાની Passbookએ પુત્રને બનાવ્યો કરોડપતિ, 60 વર્ષ જૂની પાસબુકે બદલી નાખ્યું નસીબ!
Viral NewsImage Credit source: tv9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 10:30 PM

Viral News: કેટલાક લોકો મહેનતમાં વિશ્વાસ રાખે છે તો કેટલાક લોકો નસીબના ભરોસે બેસી રહે છે. મહેનત કરનારા લોકોને તેમનું ફળ યોગ્ય સમયે મળી રહે છે. જ્યારે નસીબના ભરોસે બેસીને મહેનત કરનારા લોકોના નસીબ ક્યારેક જ ચમકે છે પણ જ્યારે ચમકે છે, ત્યારે આખુ જીવન બદલાઈ જાય છે. આવા કિસ્સાઓ તમે તમારી આસપાસ જોઈ જ હશે. કોઈની લોટરી લાગી જાય તો આખુ જીવન બદલાઈ જાય છે, ગરીબમાંથી અમીર બની જાય છે. હાલમાં આવા જ એક કિસ્સાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઈ છે. એક વ્યક્તિને તેના પપ્પાની જૂની પાસબુકને કારણે તેનું આખુ જીવન બદલાઈ ગયુ છે.

બેન્કોની કેટલીક યોજનાઓને કારણે ઘણીવાર લોકોને પોતાની પૈસા બચાવવામાં અને વધારવામાં મદદ મળે છે. હાલમાં અમેરિકામાં આવી જ એક ઘટના બની છે. દક્ષિણ અમેરિકાના ચિલીમાં રહેતા એક્સકેલ હિનોજોસાના પિતાની 60 વર્ષ જૂની પાસબુકને કારણે તે પોતે કરોડપતિ બની ગયો છે. જો તમારી સાથે આવુ કંઈક થાય તો તમારુ રિએકશન કેવુ હશે?

એક્સકેલ હિનોજોસા બન્યો કરોડપતિ

એક્સકેલ હિનોજોસાએ પોતાના પિતાના 60 વર્ષ જૂની પાસબુકને કારણે કરોડો રુપિયા મેળવ્યા છે. તેના પિતા 1960-70ના સમયમાં ઘર ખરીદવા માટે પૈસા ભેગા કરી રહ્યા હતા. તેમણે લગભગ $163, ભારતીય રુપિયા પ્રમાણે ₹12684 રુપિયા જમા કર્યા હતા. તેના પિતાએ આ રકમ ત્યાંની એક બેન્કમાં મુકી હતી, જે હાલ બંધ થઈ ગઈ છે. તેના પિતાના મૃત્યુ પછી આ બેન્કની પાસબુક એક બોક્સમાં જ પડી રહી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એક દિવસ અચાનક હિનોજોસા કંઈક શોધી રહ્યો હતો, જ્યારે તેણે તેના પિતાના બોક્સમાં આ પાસબુક જોઈ. જો કે આ પાસબુક નકામી લાગતી હતી, પરંતુ હિન્જોસાને બેંકમાં જમા થયેલી રકમ પર એક શબ્દ વાંચવા મળ્યો જેને તેની સ્ટેટ ગેરંટી કહેવાય છે. તે પછી વ્યાજ દર અને મોંઘવારી જોતા, તેને લાગ્યું કે તેના પિતા દ્વારા બચાવેલી રકમ હવે $ 1.2 મિલિયનની નજીક પહોંચી ગઈ હશે. જ્યારે મામલો કોર્ટમાં ગયો ત્યારે હિનોજોસાને તેના પિતાની પાસબુક રજૂ કરવા માટે કહેવામાં આવ્યું. જ્યારે હિનોજોસાને તેના પિતાના જૂના બોક્સમાંથી પાસબુક મળી ત્યારે તેને તે મળી આવી હતી અને તે પછી આ રકમ રાજ્યની ગેરંટી તરીકે મળવાના તેના દાવાને કોર્ટમાં સમર્થન મળ્યુ હતુ.

હિનોજોસાની તરફેણમાં કોર્ટમાં ઘણા નિર્ણયો આવ્યા. આ પછી, સરકારે કહ્યું કે બેંક પાસબુકનું ભવિષ્ય હવે અંતિમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. અપેક્ષા છે કે હિન્જોસાને ટૂંક સમયમાં લગભગ 10 કરોડની રકમ મળવા જઈ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">