2024માં થશે વિશ્વનાં સૌથી રોમાંચક લગ્નો, પૃથ્વીથી 1 લાખ ફીટની ઉંચાઈએ અવકાશમાં કરી શકાશે લગ્નો જાણો કઈ રીતે

દરેક કપલ(couple)નું સ્વપ્ન હોય છે કે પોતાના લગ્ન દિવસને યાદગાર બનાવે. આ માટે કેટલાંક લોકો વિદેશ જઈને અથવા ટાપુ પર જઈને લગ્ન કરતાં હોય છે.જો કે, ડેસ્ટિનેશન વેડિંગ (Destination Wedding) સિવાય લગ્નની ઘણી અદભૂત રીતો પણ જોવા મળી છે. જેમ કે, પાણીની અંદર લગ્ન કરવા અથવાં વિમાનમાં લગ્ન કરવાં. આ અહેવાલમાં આપણે લગ્ન(Marriage) કરવાની આવી […]

2024માં થશે વિશ્વનાં સૌથી રોમાંચક લગ્નો, પૃથ્વીથી 1 લાખ ફીટની ઉંચાઈએ અવકાશમાં કરી શકાશે લગ્નો જાણો કઈ રીતે
સ્પેસ પર્સ્પેક્ટિવ્સ હોટ એર બલૂન (Photo Credit- Space Perspectives)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 20, 2021 | 6:28 PM

દરેક કપલ(couple)નું સ્વપ્ન હોય છે કે પોતાના લગ્ન દિવસને યાદગાર બનાવે. આ માટે કેટલાંક લોકો વિદેશ જઈને અથવા ટાપુ પર જઈને લગ્ન કરતાં હોય છે.જો કે, ડેસ્ટિનેશન વેડિંગ (Destination Wedding) સિવાય લગ્નની ઘણી અદભૂત રીતો પણ જોવા મળી છે. જેમ કે, પાણીની અંદર લગ્ન કરવા અથવાં વિમાનમાં લગ્ન કરવાં.

આ અહેવાલમાં આપણે લગ્ન(Marriage) કરવાની આવી એક જ નવી રીત વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. જે જાણ્યાં પછી લગ્ન ઈચ્છુક કપલ પૃથ્વીની બહાર અવકાશમાં જઈને લગ્ન(Wedding in Space) કરી શક્શે.

આ ટેકનીકનો વિકાસ 2024 સુધીમાં થવાની આશા છે. ફ્લોરિડા સ્થિત સ્પેસ પર્સપેક્ટિવ્સ કંપની આ ટેકનીકનો વિકાસ કરશે, જે કપલને સ્પેસ બલૂન દ્વારા અવકાશમાં મોકલશે જ્યાં તેઓ એક કેપ્સ્યુલની અંદર લગ્ન કરી શક્શે. જેનો આકાર ફૂટબોલ સ્ટેડિયમ જેવો હશે. અને તે સમુદ્ર સપાટીથી 100,000 ફૂટ (19 માઇલ) ઉપર તરતું હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીની કેપ્સ્યુલ ફ્લાઇટનો ખર્ચ , 125,000 ડોલર (લગભગ 1 કરોડ) થશે. અંતરિક્ષમાં લગ્ન કરવા માંગતા લોકોનું આ સ્વપ્ન 2024 સુધીમાં પૂરું થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  આઠ લોકોને પૃથ્વીની સપાટીથી 100,000 ફૂટ ઉપર કેપ્સ્યુલ સુધી અવકાશીય બલૂન છ કલાકની અંદર લઈ જશે. કંપનીએ જૂનના અંત સુધીમાં ફ્લાઇટ્સનું વેચાણ શરૂ કરી દીધું છે.

ફર્મએ કહ્યું કે , લોકોએ પોતાની ઈવેન્ટ માટે પુરે પુરા કેપ્સ્યુલ ખરીદી લીધાં છે. અને હજુ વધારે લોકો અંતરીક્ષમાં લગ્ન કરવા ઉત્સુક છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રસ ધરાવતા લોકો તેમના જન્મદિવસની પણ ઉજવણી કરી શકે છે અથવા કેપ્સ્યુલમાં કોર્પોરેટ ઇવેન્ટ પણ ગોઠવી શકે છે. કંપનીનો દાવો છે કે લોકો આ કેપ્સ્યુલની અંદરથી પૃથ્વીના કદનો આહલાદક નજારો જોઈ શક્શે. મહેમાનોને કેપ્સ્યુલની અંદર બાથરૂમ, બાર અને વાઇ-ફાઇ જેવી સુવિધાઓ પણ મળશે.

કંપનીએ જૂન મહિનામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરની બાજુમાં આવેલા સ્પેસ કોસ્ટ સ્પેસપોર્ટથી પરીક્ષણ વાહન – નેપ્ચ્યુન વન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ચાલો અમે તમને એ પણ જણાવી દઈએ કે  ફ્લોરિડા(florida)ના ટેબર મેક્લમ અને જેન પોયન્ટર નામના પતિ – પત્ની સ્પેસ પર્સપેક્ટિવ્સ કંપનીનું સંચાલન કરે છે. 2024 માટેની તમામ સીટો બુક થઈ ગઈ છે પરંતુ 2025 માટેની સીટો હજી ઉપલબ્ધ છે.

આ પણ વાંચોમુંબઈના બોરીવલીમાં ગુંડારાજ, ધોળા દિવસે વકિલ પર કરાયો હુમલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati