વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 17 માર્ચે જણાવ્યું હતું કે ભારતે બેઇજિંગને આ મામલે સૌહાર્દપૂર્ણ વલણ અપનાવવા વિનંતી કરી છે, કારણ કે કડક નિયંત્રણો ચાલુ રાખવાથી હજારો ભારતીય વિદ્યાર્થીઓની (Indian Students) શૈક્ષણિક કારકિર્દી જોખમમાં આવી રહી છે.

વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:45 AM

ભારતે (India) ચીનના નાગરિકોને (Chinese civilians)આપવામાં આવતા પ્રવાસી વિઝા (Tourist Visa) સસ્પેન્ડ કરી દીધા છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને 20 એપ્રિલે તેના સભ્ય કેરિયર્સને આ માહિતી આપી હતી. ચીનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા લગભગ 22,000 ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે ભારત ચીનને ટકોર કરતુ રહે છે. તમને જણાવી દઈએ કે, ડ્રેગનના કડક નિયંત્રણોને પગલે આ વિદ્યાર્થીઓ ત્યાં જઈને અભ્યાસ કરી શકતા નથી. ચીનમાં વર્ષ 2020 માં કોવિડ -19 (Covid 19) રોગચાળાના કારણે, આ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અધવચ્ચે છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું. ત્યારે હાલ ડ્રેગનને (China) ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારત અંગે 20 એપ્રિલે જાહેર કરાયેલા આદેશમાં IATAએ કહ્યું કે ચીનના નાગરિકોને આપવામાં આવેલા પ્રવાસી વિઝા હવે માન્ય નથી.

ડ્રેગનની અવળચંડાઈને પગલે ભારતનું કડક વલણ

આદેશમાં કહેવામાં આવ્યું છે કે નીચેના મુસાફરોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે, જેમાં ભૂટાન, માલદીવ અને નેપાળના નાગરિકો, ભારત દ્વારા જાહેર કરાયેલ નિવાસ પરમિટ ધરાવતા પ્રવાસીઓ, ભારત દ્વારા જાહેર કરાયેલ વિઝા અથવા ઈ-વિઝા ધરાવતા પ્રવાસીઓ, ભારતીય મૂળના વ્યક્તિ (PIO) કાર્ડ અને રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા મુસાફરો,OCI કાર્ડ અથવા બુકલેટ ધરાવતા મુસાફરોનો સમાવેશ થાય છે. IATA એ એમ પણ કહ્યું હતું કે દસ વર્ષની વેલિડિટીવાળા ટૂરિસ્ટ વિઝા હવે માન્ય નથી. તમને જણાવી દઈએ કે, EATA 290 સભ્યો સાથેની વૈશ્વિક એરલાઇન સંસ્થા છે.

ભારતે બેઇજિંગને આ મામલે સૌહાર્દપૂર્ણ વલણ અપનાવવા વિનંતી કરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 17 માર્ચે જણાવ્યું હતું કે ભારતે બેઇજિંગને (Beijing) આ બાબતે સૌહાર્દપૂર્ણ વલણ અપનાવવા વિનંતી કરી છે, કારણ કે કડક નિયંત્રણો ચાલુ રાખવાથી હજારો ભારતીય વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી જોખમમાં આવી રહી છે. વધુમાં બાગચીએ જણાવ્યું હતું કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 8 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે ચીન આ મામલાને સમન્વયિત રીતે જોઈ રહ્યું છે અને વિદેશી વિદ્યાર્થીઓને ચીન પરત ફરવા દેવાની વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી હોવાનો આલાપ રટ્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થાય તો હું પુતિનને મળવા તૈયાર છું : ઝેલેન્સકી , જાણો યુદ્ધ સાથે જોડાયેલી 10 વાતો

g clip-path="url(#clip0_868_265)">