UAE જતા મુસાફરો માટે મહત્વના સમાચાર, UAEએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલને લઈ કર્યો મોટો ફેરફાર, જાણો સમગ્ર વિગત
ભારતથી સંયુક્ત આરબ અમીરાત (UAE) જનારા મુસાફરો માટે "વિઝા-ઓન-એરાઇવલ"ને લઈ મોટો ફેરફાર કરી દીધો છે.
ભારતથી સંયુક્ત આરબ અમીરાત (UAE) જનારા મુસાફરો માટે “વિઝા-ઓન-એરાઇવલ” સુવિધાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. એતિહાદ એરવેઝે કહ્યું છે કે, જે લોકો છેલ્લા બે અઠવાડિયાથી ભારતમાં છે તેઓ પણ તેનો ઉપયોગ કરી શકશે નહીં. ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા અને નામીબીયાથી આવતા પ્રવાસીઓ માટે વિઝાની વ્યવસ્થા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સંયુક્ત આરબ અમિરાત (UAE) રાષ્ટ્રીય વાહક ઇતિહાદ એરવેઝે એક પ્રશ્નનો જવાબ આપતાં ટ્વિટ કર્યું હતું કે, “યુએઇ સત્તાવાળાઓએ છેલ્લા 14 દિવસમાં ભારતથી આવતા અથવા ભારતમાં રોકાયેલા મુસાફરો માટે વિઝા-ઓન-અરાઇવલ સુવિધા અસ્થયીરુપે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે અમારી વેબસાઇટને અપડેટ કરવા માટે કામ કરી રહ્યા છીએ, કૃપા કરીને નવા નિયમો માટે વેબસાઇટ- etihad.com તપાસો.”
એતિહાદ એરવેઝે માહિતી આપી
એતિહાદ એરવેઝે કહ્યું કે, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, અફઘાનિસ્તાન, નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા અને નામીબીયાથી આવતા મુસાફરો માટે પણ આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તે જ સમયે, યુએઈની મુસાફરી કરતા મુસાફરોએ કોવિડ-19 નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો પડશે અને રિપોર્ટ વિમાનમાં બેસતા પહેલા છ કલાકનો હોવો જોઈએ.
મુસાફરીના નિયમોમાં ફેરફાર
સાઉદી અરેબિયાએ એવી જાહેરાત કરીને મુસાફરીના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે કે, જે ભારતીય નાગરિકોએ સાઉદી અરેબિયામાં રસીના બંને ડોઝ લીધા છે અને ભારત પ્રવાસ કર્યો છે. આ લોકો હવે કોઈપણ ત્રીજા દેશમાં ક્વોરન્ટાઈનનો સમયગાળો વિતાવ્યા વિના સીધા સાઉદી પરત ફરી શકે છે. સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે આ વાત જણાવી છે.
એરલાઇન્સે મુસાફરોને નવીનતમ નિયમોથી વાકેફ રહેવાની અપીલ પણ કરી છે. યુએસ, યુકે અથવા ઇયુ સભ્ય દેશો દ્વારા વિઝા અથવા રહેઠાણ પરમિટ ધરાવતા પ્રવાસીઓને નવો મુસાફરી નિયમ લાગુ પડે છે. કોવિડ-19ની પરિસ્થિતિને જોતા, સંયુક્ત આરબ અમીરાતમાં આવવા-જવાની મુસાફરીના નિયમો તાજેતરના અઠવાડિયામાં વારંવાર બદલાયા છે.
અફઘાનિસ્તાનની સ્થિતિ પર 7 દેશમાં થશે ચર્ચા
Afghanistan Update: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ફસાયેલા વિશ્વના ઘણા દેશોના લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે. અમેરિકા માટે અફઘાનિસ્તાન છોડવાનો સમય હવે માત્ર થોડા દિવસોનો છે. જે બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનો રાજ્યાભિષેક થશે.
અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ તાલિબાન શાસન શરૂ થશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું વિશ્વના મોટા દેશો તાલિબાન સરકારને માન્યતા આપશે. ચીન, રશિયા અને પાકિસ્તાને પોતાનું સ્ટેન્ડ લગભગ સાફ કરી દીધું છે. ભારત માત્ર રાહ જોશે. દરમિયાન, G-7 દેશોએ અફઘાન સંકટ પર તાકીદની બેઠક બોલાવી છે.