China: ઘટતી જતી વસ્તીથી ચિંતિત થયુ ડ્રેગન, શાસક પક્ષે યુવાનોના લગ્ન કરાવવા ભર્યું આ પગલુ
સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન હવે ઘટતી જતી વસ્તીથી એટલુ પરેશાન થઈ ગયુ છે કે, શાસક પક્ષે મેચમેકરની ભૂમિકા ભજવવી પડી રહી છે. જી હા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી હાલ એક પરિચય કાર્યક્રમનું આયોજન કરી રહી છે.
China: ચીનની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC) હવે મેચમેકરની ભૂમિકા ભજવી રહી છે. ચીનના યુવાનો હાલ CPCનો સંપર્ક કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં સ્થાનિક સ્તરે આવી પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. યુવાનોને જીવનસાથીની શોધમાં ભટકવું ન પડે તે માટે CPC દ્વારા પરિચય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આટલું જ નહીં, એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા કિસ્સાઓમાં લગ્ન (Wedding) માટે યુવાન છોકરાઓ પૈસા આપીને પણ દુલ્હન ખરીદતા હોય છે.
યુવાનો લગ્ન માટે CPCના આશરે
સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ સરકાર ચીનમાં ઘટતી વસ્તીને લઈને ઘણી ચિંતિત છે અને જન્મ દર વધારવા માટે યુવાનોને લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. મળતી માહિતી મુજબ શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી હાલ મેચમેકરની (Match maker) ભૂમિકા ભજવી રહી છે.
લગ્ન દરમાં પણ ઘટાડો જોવા મળ્યો
અહેવાલો મુજબ ચીનમાં જન્મ દર અને લગ્ન દર ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં CPC પક્ષ અને સ્થાનિક અધિકારીઓ વધુને વધુ મેચમેકરની ભૂમિકા ભજવી રહ્યા છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર 2013માં 13.47 મિલિયનની સરખામણીએ 2020માં માત્ર 8.14 મિલિયન યુગલોએ લગ્ન માટે નોંધણી કરાવી હતી. જ્યારે ગયા વર્ષે જન્મ દર ઘટીને પ્રતિ 1000 લોકો દીઠ 7.52 ટકા થયો હતો, જે 1949માં સામ્યવાદી ચીનની સ્થાપના પછીનો સૌથી નીચો હતો.
કુટુંબ નિયોજનના નિયમોમાં છૂટછાટ
CPCના પરિચય કાર્યક્રમોના સહભાગીઓનું કહેવુ છે કે આ મેચમેકિંગની ઘણી સાઈટ્સ છે, તેમજ વિગતો ભર્યા પછી લગ્ન માટે કોલ પણ આવે છે. બીજી તરફ નિષ્ણાતોનુ માનવુ છે કે, ‘વન ચાઈલ્ડ પોલિસી'(one child policy) ના કારણે ચીનમાં દીકરીઓ કરતાં પુત્રોને પ્રાધાન્ય આપવામાં આવતુ હતુ અને તેના કારણે આજની તારીખમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેનું સંતુલન સંપૂર્ણપણે બગડી ગયું છે. જોકે, ચીન હવે કડક કુટુંબ નિયોજનના નિયમોમાં છૂટછાટ આપી રહ્યુ છે. મે 2021માં ચીને જાહેરાત કરી હતી કે યુગલો ત્રણ બાળકો પેદા કરી શકે છે.
આ પણ વાંચો : Cousin Marriage in Pakistan: પાકિસ્તાનમાં પિતરાઈ ભાઈઓ સાથે લગ્નને કારણે આ રોગના જોખમમાં થયો છે વધારો