લોકડાઉનને કારણે લંડનના લોકો ઘરમાં હતા ત્યારે વડાપ્રધાને ઉડાડયા નિયમના ધજાગરા, હવે થશે તપાસ

બ્રિટનના પીએમ બોરિસ જોન્સન ( Boris Johnson) પર કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન તેમના નિવાસસ્થાને પાર્ટી કરવાનો આરોપ છે. તે સમયે લોકો તેમના ઘરોમાં બંધ હતા.

લોકડાઉનને કારણે લંડનના લોકો ઘરમાં હતા ત્યારે વડાપ્રધાને ઉડાડયા નિયમના ધજાગરા, હવે થશે તપાસ
British PM Boris Johnson ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:04 PM

બ્રિટન વડા પ્રધાન બોરિસ જ્હોન્સન (British Prime Minister Boris Johnson) આરોપોનો સામનો કરી રહ્યા છે કે તેમણે અને તેમના સ્ટાફે 2020 માં કોરોનાવાયરસ (Corona) લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે લંડનના લોકો સંક્ર્મણના જોખમને કારણે ઘરની બહાર નીકળવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારે વડાપ્રધાન પાર્ટી કરી રહ્યા હતા. એક ચેનલે એક ઈમેલ જાહેરર્યો છે, જેના પછી વિપક્ષી નેતાઓ આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. પાર્ટીના આમંત્રણ પત્રમાં લખ્યું હતું, ‘સોશિયલ ડિસ્ટન્સિંગ ડ્રિંક્સ’.

તેનું આયોજન મે મહિનામાં પીએમના નિવાસસ્થાન અને ઓફિસ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કરવામાં આવ્યું હતું. આ મેલ્સ માર્ટિન રેનોલ્ડ્સ વતી ઘણા લોકોને મોકલવામાં આવ્યા હતા. માર્ટિન વડા પ્રધાન બોરિસ જોન્સનના ખાનગી સચિવ છે. કાર્યક્રમની તારીખ 20 મે, 2020 હતી. આ તે જ દિવસે છે જ્યારે સરકારે લોકોને યાદ અપાવવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું કે તેઓ તેમના ઘરની બહાર માત્ર એક જ વ્યક્તિને મળી શકે છે. લંડનની પોલીસે આ દિવસે સામાન્ય લોકો માટે નિયમો જાહેર કર્યા હતા.

પ્રથમ લોકડાઉન માર્ચ 2020 માં લાદવામાં આવ્યું હતું

માર્ચ 2020 માં બ્રિટનમાં પ્રથમ વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન લોકોને કેટલાક સામાજિક કાર્યો સિવાય બાકીનામાં આયોજન અથવા ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તે ફક્ત તેના કાર્યસ્થળ અથવા અંતિમ સંસ્કાર જેવા કાર્યક્રમોમાં જ જઈ શકતો હતો. જોકે, આ પહેલીવાર નથી જ્યારે જોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટી પર નિયમો તોડવાનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ તેમની પાર્ટી પર ઘણી વખત આવા આરોપો લગાવવામાં આવ્યા છે. જોન્સનની ઓફિસમાં કામ કરતા લોકોએ 2020માં જ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરીને લોકડાઉનના નિયમો તોડ્યા હતા.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

પીએમ સામેના આરોપોની તપાસ કરવામાં આવશે

હવે વરિષ્ઠ પોલીસ અધિકારી સ્યુ ગ્રે પણ આ તાજેતરના દાવાની તપાસ કરશે. સરકાર દ્વારા તેમની સામે અગાઉના આરોપોની તપાસ માટે પણ તેમની નિમણૂક કરવામાં આવી હતી. આ મામલે બોરિસ જોન્સનનું કહેવું છે કે તેણે અંગત રીતે નિયમો તોડ્યા નથી. જ્યારે ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન અને તેમની પત્ની કેરી જોન્સને પાર્ટીમાં સામેલ થઈને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આરોગ્ય પ્રધાન એડવર્ડ એર્ગર કહે છે કે તેઓ સમજી શકે છે કે લોકો આટલા ગુસ્સામાં કેમ છે. પરંતુ હજુ સુધી કેસની તપાસના પરિણામ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : જેમ્સ વેબ ટેલિસ્કોપ ક્યાં સુધી અવકાશમાં રહેશે ‘જીવંત’ અને બ્રહ્માંડ વિશે માહિતી આપશે? નાસાએ આપ્યો આ જવાબ

આ પણ વાંચો : India-China border Talks: ભારત અને ચીન વચ્ચે આજે 14માં તબક્કાની થશે સૈન્ય વાટાઘાટો, બંને દેશોને સાર્થક વાતચીતની આશા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">