Afghanistan: સુપર પાવર અમેરીકા અફઘાનિસ્તાનની આ ગુફાથી કેમ ડરી ગયું ખબર છે ? વાંચો રસપ્રદ સ્ટોરી

TV9 GUJARATI

|

Updated on: Aug 31, 2021 | 9:52 PM

તે 2002 નો યુગ હતો. અમેરિકન દળોએ અફઘાનિસ્તાનમાં પગ મૂક્યાને એક વર્ષ વીતી ગયું. પઠાણલેન્ડમાં છૂપાયેલા આતંકવાદીઓની શોધમાં, અમેરિકન દળો દરેક જગ્યાએ શોધ કરી રહ્યા હતા.

Afghanistan: સુપર પાવર અમેરીકા અફઘાનિસ્તાનની આ ગુફાથી કેમ ડરી ગયું ખબર છે ? વાંચો રસપ્રદ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર

Follow us on

અફઘાનિસ્તાનની બિરાન ટેકરીઓ અને રેતાળ મેદાન માઇલ સુધી ફેલાયેલું હતું. લગભગ 20 વર્ષ સુધી આ પર્વતોમાં, અમેરિકન સેનાએ આતંકવાદી  લડવૈયાઓનો સામનો કરવાનું ચાલુ રાખ્યું. 20 વર્ષમાં આવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે અફઘાનિસ્તાનના આ નિર્જન પર્વતોની છાતીમાં દફનાવેલા રહસ્યોએ અમેરિકાને આશ્ચર્યચકિત કરી દીધુ. કંદહારની ગુફા જેમાં 8 યુએસ મરીન કમાન્ડરોના  ગુમ થવાની વાર્તા કથિત રીતે સંકળાયેલી છે. આ જ ગુફાથી થોડા માઈલ દૂર યુએસ આર્મીના ભયનું બીજું કેન્દ્ર પણ આવેલું છે. અમેરિકા આજ સુધી આ ગુફા સાથે જોડાયેલા રહસ્યોને દુનિયાથી છુપાવી રહ્યું છે.

તે 2002 નું વર્ષ હતુ. અમેરિકન દળોએ અફઘાનિસ્તાનમાં પગ મૂક્યાને એક વર્ષ વીતી ગયું. પઠાણલેન્ડમાં છૂપાયેલા આતંકવાદીઓની શોધમાં, અમેરિકન દળો દરેક જગ્યાએ શોધ કરી રહ્યા હતા. 2002 માં અમેરિકાએ અલ કાયદા અને તાલિબાનને ખતમ કરવા માટે સૌથી ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું.

અફઘાનિસ્તાનની બિરાન ટેકરીઓ જેટલી સુંદર દેખાય છે એટલી જ ભયાનક પણ છે કારણકે 2001 માં તાલિબાન અને અલ કાયદાના આતંકવાદીઓ આ પર્વતોમાં બનેલી ગુફાઓમાં આશરો લેતા હતા. વર્ષ 2002 માં આ ગુફાઓમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે અમેરિકી સેનાનું ગુપ્ત ઓપરેશન શરૂ થયું હતું.

યુએસ આર્મીએ ઓપરેશન માટે અનેક ટુકડીઓ બનાવી. દરેક ટુકડીમાં લગભગ 20 મરીન કમાન્ડો હતા. યુએસ આર્મીના સશસ્ત્ર કમાન્ડો હેલિકોપ્ટરની મદદથી તે દૂરના વિસ્તારોમાં પહોંચ્યા. આ એક એવો વિસ્તાર હતો જ્યાં માણસોની હાજરીનો કોઈ પત્તો નહોતો. પરંતુ અમેરિકન ગુપ્તચર એજન્સી CIA ના હાથમાં આ ગુફાઓમાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. આવી સ્થિતિમાં, યુએસ આર્મીના  કમાન્ડોની ટુકડી એક આવી જ ગુફામાં દાખલ થઈ

જે ગુફામાં પેટ્રોલિંગ ટીમ ઉતરી. ત્યાં અંધારું હતું. આવી પરીસ્થિતિમાં, ટનલમાં એક ડગલું પણ આગળ વધવું એ પણ જીવન જોખમમાં મૂકવા જેવું હતું. યુએસ મરીન કમાન્ડો સમક્ષ પડકાર એ હતો કે કેવી રીતે અંધારી ગુફામાં આગળ વધવું. આશરે 15 મિનિટના વિચાર -વિમર્શ પછી, યુ.એસ. આર્મીના કમાન્ડો પોતાના જીવને દાવ પર લગાવીને  ગુફામાં આગળ વધ્યા.

મરીન કમાન્ડોની અન્ય ટીમ પણ ગુફામાં આગળ વધી રહી હતી. વધતા પગલાઓ સાથે ગુફામાં ચોંકાવનારા રહસ્યો ખુલી રહ્યા હતા. મરીન કમાન્ડોની બીજી ટીમને ગુફામાં અનેક હાડપિંજર મળ્યા. વળી, ગુમ થયેલા સૈનિકોના સંદેશાવ્યવહારના સેટ પણ ગુફામાંથી મળી આવ્યા હતા.  આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું. પણ તેમ છતાં હીમ્મત પુર્વક યુએસ આર્મીની ટુકડીએ  આગળ વધવાનું શરૂ કર્યું. ત્યારે જ સર્ચ ઓપરેશન  ટીમની સામે કેટલાક વિચિત્ર પડછાયાઓ જોવા મળ્યા. આ જોઈને સર્ચ ટીમે પોઝીશન લઈ લીધી. બધાએ વિચાર્યું કે ગુફાની અંદર એક મોટું પ્રાણી છે. પણ  તે વિશાળ મહામાનવ જેવો દેખાતો  15 ફૂટ ઉંચો માણસ આંખો સામે હતો. આ જોઈ દરેકના હોંશ ઉડી ગયા. જીવ તાળવે ચોટી ગયો.

અમેરિકન સૈનિકોએ 15 ફૂટ ઉંચા માણસ પર ગોળીબાર કર્યો હતો.ઘણી  ગોળીઓ ચલાવીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. ત્યારબાદ તમામ અમેરિકન સૈનિકો ગુફામાંથી બહાર આવ્યા અને ત્યાં વિસ્ફોટ પણ કરીને  ટનલ ભરી દીધી.

એવો પણ દાવો છે કે જે સુરંગમાં યુએસ આર્મી દ્વારા મહામાનવની હત્યા કરવામાં આવી હતી. વિસ્ફોટથી તે ગુફાને પણ ઉડાડવામાં આવી. આ વિસ્ફોટ સાથે, મહામાનવ સાથે જોડાયેલા દરેક રહસ્યને ગુફામાં દફનાવી દીધા હતા. પરંતુ સોશિયલ મીડિયા પર અમેરિકાના આ ઓપરેશનને લગતા ઘણા લેખો છે.

વર્ષ 2002 માં આ ઘટના પર, યુ.એસ. આર્મીએ આજ સુધી કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન આપ્યું નથી અને સૌથી મહત્વની બાબત એ છે કે આ ઘટનાનું કોઈ સાક્ષી પણ નથી.  તેમજ કોઈએ ક્યારેય ઉલ્લેખ પણ કર્યો નથી. તેમ છતાં આજે પણ છેલ્લા બે દાયકાઓ જુની અફઘાનિસ્તાનની રહસ્યમય ગુફાની આ વાર્તા દરેકને આશ્ચર્યચકિત કરે છે. ગુફામાં રહેલા મહામાનવની વાર્તા વાસ્તવિક છે કે નહી તેનું સત્ય, સુપરપાવર અમેરિકા પોતે જ  જાણે છે.  જે આજ સુધી ક્યારેય તે ગુફામાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી.

આ પણ વાંચો :  જાણો કંદહારની એ ગુફાનુ રહસ્ય, જ્યાં અમેરીકન સૈનિકો પણ જતા ડરે છે

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati