જાણો કંદહારની એ ગુફાનુ રહસ્ય, જ્યાં અમેરીકન સૈનિકો પણ જતા ડરે છે

વિશ્વના સૌથી શક્તિશાળી માણસ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગુફામાં મળેલા 5,000 વર્ષ જૂના વિમાનોનું રહસ્ય જાણવા પહોચ્યા હતા. જ્યારે આ સમાચાર રશિયા સુધી પહોંચ્યા ત્યારે રશિયાના કાન ઉચાં થઈ ગયા.

જાણો કંદહારની એ ગુફાનુ રહસ્ય, જ્યાં અમેરીકન સૈનિકો પણ જતા ડરે છે
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:03 PM

જે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ યુદ્ધ લડ્યું. 2001 માં તાલિબાનને સત્તા પરથી હટાવનાર અમેરીકા સુપર પાવર તરીકે ઓળખાય છે, તે કોઈનાથી પણ ડરતું નથી. પરંતુ પઠાણલેન્ડનું એવું એક રહસ્ય છે, જેના કારણે અમેરિકા હજુ પણ ડરે છે.

આ કથા અફઘાનિસ્તાનની ગુફાઓ સાથે જોડાયેલી છે. તે ગુફાઓ એક સમયે અલ-કાયદા અને તાલિબાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન હતી. આ ગુફાઓમાં, યુએસ આર્મીએ 5000 વર્ષ જૂનું કથિત રહસ્ય જોયું હતું. જેનો પુરાવો વેદોમાં મળે છે. આજે અમે તમને પઠાણલેન્ડની એવી જ માયાવી દુનિયાની ગુફા યાત્રા પર લઈ જઈશું. જ્યાં સુપર પાવર્સ અમેરિકાના ભયનું કેન્દ્ર પણ રહેલું છે.

સુપર પાવર અમેરિકાના સૈનિકો, સુપર પાવર અમેરિકાના શાસકો આજે પણ, અફઘાનિસ્તાનની જાદુઈ ગુફાનું નામ સાંભળીને ડરી જાય છે. આ ગુમનામ ગુફામાં જેમાં કોઈ 5000 વર્ષ જૂની શક્તિ યુ.એસ. આર્મીનો કાળ બની હતી. તે ગુફા કેવી છે ? તે ગુફામાં દ્વાપર યુગનું તે ફાઇટર પ્લેન કેવુ  છે ? જેની ટાઈમ વૈલ ખેંચવામાં આવતા જ, 8 અમેરિકન સૈનિકો ગાયબ થઈ ગયા હતા.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ અફઘાનિસ્તાનની આ જ ગુમનામ ગુફાની વાર્તા. જેનો જાદુ જોવા માટે બરાક ઓબામા પોતે અફઘાનિસ્તાન આવ્યા હતા. જેની શક્તિની વાર્તાઓ સાંભળીને રશિયાના કાન ઉભા થઈ ગયા. જેમાં છુપાયેલા 5000 વર્ષ જૂના રહસ્યનું રશિયા દ્વારા ગુપ્ત રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં, તે 5000 વર્ષ જૂની આશ્ચર્યજનક વાર્તાઓનો જાદુ અને રહસ્યો પરથી આજે પડદો પડી જશે.

જે અફઘાનિસ્તાન આજે તાલિબાનના બારુદી અંગારાથી સળગી રહ્યું છે. જે અફઘાન આજે તાલીબાની સલ્તનતના અત્યાચારોથી કાંપી રહ્યું છે. લગભગ 2 દાયકા પહેલા પણ પરિસ્થિતિ બરાબર આવી જ હતી. તે વર્ષ 2001 હતું, જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનનો ઝંડો લહેરાઈ રહ્યો હતો. 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ અમેરિકા પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલા થયા હતા. આ હુમલામાં 2900 થી વધુ અમેરિકનો માર્યા ગયા હતા. આ હુમલાનો તાર અલ કાયદા સાથે જોડાયેલો હતો. જેમને તાલિબાનોએ આશ્રય આપ્યો હતો.

7 ઓક્ટોબર 2001 ના રોજ અમેરીકી લડાકું વિમાનોએ વોશિંગ્ટનથી ઉડાન ભરી હતી. તેમના નિશાના પર તાલિબાન અને અલ કાયદાના આતંકવાદીઓના ઠેકાણા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કરીને તાલિબાનને સત્તાની બહાર ફેંકી દીધું.

અમેરિકાએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. પરંતુ 9/11 હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન હજુ પણ અમેરિકાની પહોંચની બહાર હતો. લાદેન સુધી પહોંચવા માટે એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં અમેરિકન સૈનિકો તે રહસ્યમય ગુફા સુધી પહોંચી ગયા હતા.

સમગ્ર વિશ્વ જાણે છે તેમ 10 વર્ષ સુધી અમેરિકી દળોએ અફઘાનિસ્તાનમાં અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનની શોધ કરી હતી. અંતે એપ્રીલ 2011 માં, લાદેન કંદહારમાં છુપાયો છે તેવી માહીતી અમેરિકન દળોને મળી. સ્પેશિયલ મરીન કમાન્ડોની ટીમ બનાવવામાં આવી. કંદહારની બિરાન ટેકરીઓમાં સર્ચ ઓપરેશન શરૂ થયું. યુએસ મરીન કમાન્ડો કંદહારની અંધારી ગુફાઓમાં લાદેનને શોધી રહ્યા હતા. પછી અમેરિકન સૈનિકોએ કંદહારની તે રહસ્યમય ગુફામાં પગ મૂક્યો, જેનો ભય હજુ પણ મહાશક્તિને ડરાવે છે.

સર્ચ ઓપરેશન સવારથી સાંજ સુધી ચાલું હતું. કંધહારની ગુફાઓમાં અંધારું ગાઢ બની રહ્યું હતું. નાઇટ વિઝન કેમેરાવાળા યુએસ મરીન કમાન્ડરો ગુફાના મુખ તરફ આગળ વધી રહ્યા હતા. નાઇટ વિઝન કેમેરા દરેક ચાલને કેદ કરી રહ્યા હતા. અંધારી ગુફામાં અચાનક એક તેજસ્વી પ્રકાશ ચમક્યો. જેને જોઈને અમેરિકન સૈનિકો આગળ વધ્યા. આ પછી ગુફામાં જોરદાર અવાજ આવ્યો અને અમેરિકન સૈનિકો કંદહારની ગુફામાં આ દ્રશ્ય જોઈને ચોકી ગયા. અમેરિકન સૈનિકોની સામે હથિયારો ભરેલું 5000 વર્ષ જૂનું વિમાન હતું.

કંદહારની ગુફામાં, અમેરીકન સૈનિકો સામે એવું જ વિમાન હતુ, જેનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. વિમાનની ચારે બાજુ રોશની હતી. ચાર પૈડા પર હથિયારો હતા. આ વિમાન શકુમ વિમાન જેવું જ હતું. એવો દાવો કરવામાં આવે છે કે તેનો ઉપયોગ મહાભારત કાળમાં થયો હતો.

વેદમાં જણાવાયું છે કે દ્વાપરમાં, દેવતાઓ આવા વિમાનમાં પૃથ્વી પર આવતા હતા. મહાભારત કાળમાં પણ આવા વિમાનનો ઉપયોગ યુદ્ધમાં થતો હતો. આ પ્લેન અમેરિકન કમાન્ડો માટે આશ્ચર્યજનક હતું. એવો દાવો કરવામાં આવે છે કે અમેરિકન સૈનિકો દ્વારા ભૂલથી આ વિમાનનો ટાઈમ વેલ શરૂ કરી દીધી જેના કારણે 8  કમાન્ડો વિમાનમાંથી નીકળતા તેજસ્વી પ્રકાશમાં ગાયબ થઈ ગયા. આ ભયંકર દ્રશ્ય જોઈને બાકીના સૈનિકો ગુફા છોડીને ભાગી ગયા.

પૌરાણિક ગ્રંથો, વેદમાં આવા 113 થી વધુ વિમાનોનો ઉલ્લેખ છે. તો શું આ વિમાન ખરેખર દ્વાપર યુગનું હતું ? રશિયન ફોરેન્સિકનો રિપોર્ટ તેને મહાભારત કાળનુ કહે છે. મહાભારત ગ્રંથમાં આવા વિમાનનો ઉલ્લેખ છે. બીજી એક હકીકત એ છે જે કંદહારની ગુફામાં જોવા મળતા વિમાનને દ્વાપર સાથે જોડે છે.

મહારાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી ગાંધારની રાજકુમારી હતી. મહાભારત કાળમાં અફઘાનિસ્તાન આર્યવર્તનો એક ભાગ હતો અને તે સમયે કંદહાર ગાંધારનું રાજ્ય હતું. વિમાનને ગુફામાંથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ટાઈમ વેલને કારણે 5000 વર્ષ જૂનું વિમાન બહાર કાઢી શકાયું નથી.

વિશ્વના સૌથી શક્તિશાળી માણસ, તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગુફામાં મળેલા 5000 વર્ષ જૂના વિમાનોનું રહસ્ય જાણવા પહોચ્યા હતા. જ્યારે આ સમાચાર રશિયા સુધી પહોંચ્યા ત્યારે રશિયાના કાન ઉંચા થઈ ગયા.

અફઘાનિસ્તાનની ઉજ્જડ ટેકરીઓ પર બરાક ઓબામાના આગમનથી રશિયાની બેચેની વધી રહી હતી. તેથી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગુફામાં મળેલા રહસ્યની સત્ય તપાસની જવાબદારી ગુપ્તચર એજન્સીઓને સોંપી. એવો દાવો કરવામાં આવે છે કે રશિયાએ કંદહાર ગુફામાં મળેલા વિમાનની ગુપ્ત રીતે તપાસ કરી હતી.

એવો પણ દાવો કરવામાં આવે છે કે રશિયા સિવાય, ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીએ પણ વિમાન સાથે સંબંધિત રહસ્ય શોધી કાઢ્યું હતું. પરંતુ આજ સુધી આ વિમાન સંબંધિત રહસ્ય એક કોયડો છે. 8 યુએસ મરીન કમાન્ડો ગુફામાંથી ગાયબ થઈ ગયા હતા કે નહીં એ સત્ય ફક્ત અમેરીકા જ જાણે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કંદહારની ગુફામાંથી મળેલ વિમાન 5000 વર્ષ જૂનું છે અને તેનું જાદુ હજુ પણ સંશોધનનો વિષય છે.

અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં 2400 થી વધુ અમેરિકન સૈનિકો માર્યા ગયા. 20 વર્ષમાં અમેરિકાએ હજારો આતંકવાદીઓને મારી નાખ્યા છે. પરંતુ વર્ષ 2002 માં યુ.એસ. આર્મીની ટુકડીએ એવા મહામાનવનો સામનો કર્યો. જેણે ઘણા અમેરિકન સૈનિકોને મારી નાખ્યા. તે વિશાળ મહામાનવ અફઘાનિસ્તાનના નિર્જન વિસ્તારમાં હાજર આવી રહસ્યમય ગુફામાં રહેતો હતો. જ્યાં આજે પણ અમેરિકન સેન્ય જવાની હિંમત કરતું નથી.

આ પણ વાંચો :  Boycott China : ચીટર ચીનનું ચિટીંગ, દુનિયાને ઓનલાઇન ગેમ્સનો ચસ્કો લગાવીને પોતાના દેશમાં કરી પ્રતિબંધિત

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">