ઓપરેશન સિંદૂર- ઓપરેશન મહાદેવ બાદ POK માં ટ્રેનિગ કેમ્પ શરૂ કરનાર આતંકી કમાન્ડરને લોકોએ ધોઈ નાખ્યો
પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (POK) ના એક પત્રકારે દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પછી પીઓકેની અંદર ફરીથી તાલીમ શિબિરો શરૂ થઈ ગયા છે. લશ્કર એ તોઈબા, એચએમ, હુજી સહિત અલ કાયદાએ અહીં તાલીમ શિબિરો શરૂ કરી દીધા છે.

ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પછી, પીઓકે સ્થિત એક પત્રકારે મોટો દાવો કર્યો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સ્થિત આ પત્રકારે એવો દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ બાદ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની અંદર ફરીથી આતંકવાદીઓના તાલીમ શિબિરો શરૂ થઈ ગયા છે. ઓપરેશન સિંદૂરમાં ભારે નુકસાન પછી, સામાન્ય લોકોએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં ભરતીનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. લોકોએ આતંકી ટ્રેનિગ કેમ્પ શરૂ કરનાર આતંકવાદી કમાન્ડરને જાહેરમાં માર માર્યો હતો.
ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પછી, પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના એક પત્રકાર તરફથી એક મોટો દાવો આવ્યો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (POK) ના એક પત્રકારે દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પછી પીઓકેની અંદર ફરીથી તાલીમ શિબિરો શરૂ થઈ ગયા છે. લશ્કર એ તોઈબા, એચએમ, હુજી સહિત અલ કાયદાએ અહીં તાલીમ શિબિરો શરૂ કરી દીધા છે. ઓપરેશન સિંદૂરમાં જાનમાલના ભારે નુકસાન પછી, સ્થાનિક લોકોમાં આતંકવાદી સંગઠનો સામે ઘણો રોષ જોવા મળ્યો છે. જેમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં સામાન્ય લોકોમાં આતંકવાદી સંગઠનોમાં કરાતી આતંકી ભરતી સામે ખુલ્લેઆમ વિરોધ શરૂ થયો છે. લોકોએ જાહેરમાં આતંકવાદી કમાન્ડરને માર માર્યો હતો.
આતંકવાદી કમાન્ડરોને ખુલ્લેઆમ માર મારવામાં આવી રહ્યો છે. ઓપરેશન મહાદેવમાં સુરક્ષા દળોના હાથે માથામાં ગોળી મારીને ઠાર મારવામાં આવેલા આતંકવાદી હબીબ તાહિર ઉર્ફે છોટુની નમાજ-એ-જનાઝા દરમિયાન લશ્કર એ તૈઈબાના કમાન્ડરને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા JKUM કમાન્ડર રિઝવાન હનીફને PoK ના કુઇયાન ગામમાં ગ્રામજનો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. લોકરોષથી અપમાનિત થયા બાદ તે તેના સશસ્ત્ર સાથીઓ સાથે ગામમાંથી ભાગી ગયો હતો. આતંકવાદી ભરતી અને પ્રવૃત્તિઓનો સંયુક્ત જવાબ આપવા માટે ગ્રામજનો હવે જાહેર જિર્ગા (સ્થાનિક પંચાયત) બોલાવવાની તૈયારી કરી રહ્યા છે.
લશ્કર કમાન્ડરને લાતો અને મુક્કાઓથી માર્યો માર
શ્રીનગરના હરવાનના જંગલમાં માર્યા ગયેલા આતંકવાદી હબીબ તાહિર ઉર્ફે છોટુ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો અને તે જ સંગઠને તેને ભરતી અને તાલીમ આપી હતી. 30 જુલાઈ 2025 ના રોજ સાંજે 4 વાગ્યે, તેના અંતિમ સંસ્કાર વિધિ PoK માં મૃતદેહ વિના કરવામાં આવી હતી. પરિવારે સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો કે, લશ્કર અથવા તેના સહયોગીઓએ તેમાં ભાગ ના લેવો જોઈએ, છતાં લશ્કર એ તૈયબાનો કમાન્ડર રિઝવાન હનીફ તેના સશસ્ત્ર અંગરક્ષકો સાથે ત્યાં પહોંચ્યો. અંતિમ સંસ્કાર દરમિયાન, જ્યારે રિઝવાનના ભત્રીજાએ બંદૂકથી લોકોને ધમકી આપી ત્યારે વિવાદ થયો. આનાથી લોકો ગુસ્સે થયા અને તેઓએ રિઝવાનને લાતો અને મુક્કાઓથી માર માર્યો.
વહીવટીતંત્રની કડક નજર
કોઠિયાન પીઓકેના રહેવાસી નૌમાન શહઝાદે ખુરાહટ (તહેસીલ હરી ગહલા, જિલ્લો- બાગ) માં એક કોન્ફરન્સ માટે પરવાનગી માંગી હતી. માહિતી મળી હતી કે કેટલાક સશસ્ત્ર લોકો પણ તેમાં હાજરી આપી શકે છે. ભારત સાથેની વર્તમાન સ્થિતિ અને લોકોમાં જોવા મળતા ભારે રોષને પગલે ઊભી થયેલ સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે આ કાર્યક્રમ માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આયોજકોને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી કે, આવા કોઈપણ કાર્યક્રમનું આયોજન ન કરો. એસડીએમ હરી ગહલા અને એસએચઓ સિટી બાગને આદેશનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
પાકિસ્તાન અંગેના તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.