ઈમરાન ખાન અને સેના વચ્ચે તણાવ, તાલિબાન સાથે દોસ્તી કરનાર ફૈઝ હમીદને ISI પ્રમુખ પદથી હટાવવાને લઈ પાકિસ્તાની પીએમ નારાજ

Pakistan Army: પાકિસ્તાન આર્મીએ ફૈઝ હમીદને આઈએસઆઈ ચીફના પદ પરથી હટાવીને બદલી કરી છે. જેની સાથે ઈમરાન ખાન ખુશ નથી.

ઈમરાન ખાન અને સેના વચ્ચે તણાવ, તાલિબાન સાથે દોસ્તી કરનાર ફૈઝ હમીદને ISI પ્રમુખ પદથી હટાવવાને લઈ પાકિસ્તાની પીએમ નારાજ
PM Imran Khan and Qamar Javed Bajwa

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન (Pakistan) સૈન્યમાં ફેરફાર થયા છે. સેનાએ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (Faiz Hameed)ની બદલી કરી છે અને તેમને પેશાવર કોર્પ્સ કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. હમીદ તે છે જે પાકિસ્તાન તરફથી તાલિબાન (Taliban) પાસે ગયો અને ત્યાં સરકાર રચવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ પાછો ફર્યો હતો. 

 

પરંતુ આમ છતાં તેમને ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના વડા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમને આ પોસ્ટ આપવામાં આવી છે. આ અચાનક ફેરફાર બાદ પાકિસ્તાનની સરકાર અને સેના વિશે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

 

આ કેસમાં પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર નજમ સેઠીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન સરકાર અને સેના વચ્ચે તણાવ છે. વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાની સેનાના નિર્ણયથી ખુશ નથી, તેમને હમીદની ટ્રાન્સફર સાથે કોઈ લેવાદેવા નથી. દેશના વડાપ્રધાન પરંપરા મુજબ સેના પ્રમુખની સલાહ લઈને આવી નિમણૂકો કરે છે. તેથી, નિમણૂકો સંબંધિત જાહેરાત વડાપ્રધાન કાર્યાલય તરફથી પણ આવવી જોઈએ.

 

હમીદના જવાથી ઈમરાન ખુશ નથી


બદલીઓ અને નવી નિમણૂકો સંબંધિત અખબારી યાદી ઈસ્લામાબાદથી નહીં પરંતુ રાવલપિંડીથી આવી હતી. ત્યારથી આવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સરકાર અને સેના વચ્ચે વિવાદ છે. નજમ સેઠીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે વડાપ્રધાન હમીદના જવાથી ખુશ નથી અને તેથી જ નિમણૂકોની સૂચના પર હજુ સુધી સહી કરવામાં આવી નથી.

 

સેનામાં ફેરફાર સાથે સંબંધિત જાહેરાત પણ સેનાની મીડિયા વિંગ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. એવી માહિતી છે કે આ નિર્ણયથી ઈમરાન ખાન અને સેના વચ્ચે તણાવ પેદા થયો છે.

 

હમીદે ઈમરાને બોલાવેલી બેઠકમાં હાજરી આપી હતી


નમાઝ સેઠીએ કહ્યું કે આ મુદ્દે બેઠકો થઈ રહી છે પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાન તેમના નિર્ણય પર અડગ છે. ઈમરાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને બોલાવેલી બેઠકમાં ફૈઝ હમીદે પણ હાજરી આપી હતી. તેમના ટ્રાન્સફરનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તેઓ આઈએસઆઈ ચીફ તરીકે બેઠકમાં હાજર રહ્યા હતા.

 

સેઠી એમ પણ કહે છે કે કેટલાક કેબિનેટ સભ્યો હસ્તક્ષેપ કરવા આગળ આવ્યા હતા પણ કોઈ ફાયદો થયો ના હતો. ફૈઝ હમીદ અને ઈમરાન ખાનને એકબીજાની ખૂબ નજીક માનવામાં આવે છે. કદાચ એટલે જ ઈમરાન ખુશ નથી.

 

આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Yojnaને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જલ્દી જ કરી લો આ કામ નહીં તો નહીં મળે પૈસા

 

આ પણ વાંચો : OMG !! મહિલાને પાર્કમાંથી મળ્યો 4 કેરેટનો હીરો, પાર્કમાંથી હમણાં સુધી 75 હજાર હીરા મળી ચૂક્યા છે, જાણો સમગ્ર વિગત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati