AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Samman Nidhi Yojnaને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જલ્દી જ કરી લો આ કામ નહીં તો નહીં મળે પૈસા

જે ખેડૂતોની અરજીમાં કોઈપણ પ્રકારની ભૂલો હશે, તેમની અરજીઓ સ્વીકારવામાં આવી રહી નથી. અરજીઓ સુધારા માટે પણ પરત મોકલવામાં આવી રહી છે. માહિતી અનુસાર કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી કેટલીક વેરિફાઈડ અરજીઓમાં PFMS દ્વારા ફંડ ટ્રાન્સફર સમયે અનેક પ્રકારની ભૂલો જોવા મળી છે.

PM Kisan Samman Nidhi Yojnaને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જલ્દી જ કરી લો આ કામ નહીં તો નહીં મળે પૈસા
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 4:42 PM
Share

ખેડૂતો (farmers) માટે એક સારા સમાચાર છે. જો તમે પણ PM કિસાન સમ્માન નિધિ યોજનાના (PM Kisan Samman Nidhi yojna) લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યોજનાનો 10મો હપ્તો 15 ડિસેમ્બર સુધી આવી જશે. હપ્તો ટ્રાન્સફર કરવા માટે સરકાર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જેને આવેદન કરતા સમયે આ ભૂલ કરી હોય તે ખેડૂતો લાભથી વંચિત રહેવું પડી શકે છે.

સુધારણા માટે અરજી પરત મોકલવામાં આવી રહી છે

જે ખેડૂતોની અરજીમાં કોઈપણ પ્રકારની ભૂલો હશે. તેમની અરજીઓ સ્વીકારવામાં આવી રહી નથી. અરજીઓ સુધારા માટે પણ પરત મોકલવામાં આવી રહી છે. માહિતી અનુસાર કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી કેટલીક વેરિફાઈડ અરજીઓમાં PFMS દ્વારા ફંડ ટ્રાન્સફર સમયે અનેક પ્રકારની ભૂલો જોવા મળી છે. તેના કારણે કિસાન સન્માન નિધિની રકમ ટ્રાન્સફર થતી નથી. અરજીઓમાં આ ભૂલો સુધારવા માટે પરત મોકલવામાં આવી રહી છે.

લાખો ખેડૂતોના હપ્તા અટકી જશે

કૃષિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે 12.26 કરોડથી વધુ લોકો નોંધાયેલા છે. RFT સાઈન એટલે કે ફંડ ટ્રાન્સફર માટેની રિકવેસ્ટ પર 10.59 કરોડથી વધુ ખેડૂતોના હસ્તાક્ષર થયા હતા. આ પછી 10.50 કરોડથી વધુ ખેડૂત પરિવારોની FTO જનરેટ થઈ છે.

એટલે કે ફંડ ટ્રાન્સફર કરવાના ઓર્ડર આપવામાં આવ્યા છે. 72 લાખથી વધુ એવા ખેડૂતો છે જેમની ચુકવણી કોઈ કારણસર નિષ્ફળ ગઈ છે. જ્યારે 58.50 લાખથી વધુ ખેડૂતોનો હપ્તો માહિતી જાહેર ન કરવાને કારણે અટકી ગયો છે.

પોર્ટલ પર સ્ટેટસ જરુર ચેક કરો

જો તમને કોઈ કારણસર કિસાન સન્માન નિધિની રકમ ન મળી રહી હોય તો એકવાર તમારે પોર્ટલ પર તમારૂ સ્ટેટ્સ ચેક કરવું પડશે. એવું બની શકે છે કે કેટલીક નાની ભૂલને કારણે તમારી રકમ અટવાઈ છે. જો એમ હોય તો તમે તેને તરત જ ઓનલાઈન સુધારી શકો છો.

આ કારણોસર અરજી ફગાવી દેવામાં આવી છે

ખેડૂતનું નામ “ENGLISH” માં હોવું જોઈએ. જે ખેડૂતનું નામ એપ્લિકેશનમાં “હિન્દી”માં દેખાય છે. તેના નામમાં ફેરફાર કરો. અરજીમાં અરજદારના નામ અને બેંક ખાતામાં અરજદારના નામ વચ્ચે તફાવત. ખેડૂતે પોતાની બેંક શાખામાં જઈને આધાર અને અરજીમાં આપેલા નામ મુજબ બેંકમાં પોતાનું નામ નોંધાવવાનું રહેશે. IFSC કોડ લખવામાં ભૂલ. બેંક ખાતા નંબર લખવામાં ભૂલ. ગામના નામની ભૂલ.

તમને જણાવી દઈએ કે સરકારે અત્યાર સુધીમાં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. હવે કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી એટલે કે 10મો હપ્તો બહાર પાડવાની યોજના બનાવી રહી છે. નોંધનીય છે કે સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો :  Gandhinagar : 11 માસનું તરછોડાયેલું બાળક મળ્યું, નિર્દયી માતાપિતાની માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો કરો સંપર્ક

આ પણ વાંચો :Navratri 2021: નવરાત્રીમાં પ્રાપ્ત કરો દેવી લક્ષ્મીની કૃપા, ક્યારેય ઘરમાં નહીં વર્તાય ધનની ખોટ !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">