પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરની નજીકના સાથીદારની અજાણ્યાએ ગોળી મારી કરી હત્યા
પાકિસ્તાનના કરાચીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ જાણીતા ધાર્મિક નેતા મૌલાના રહીમુલ્લા ઉર્ફે મૌલાના રહીમુલ્લાહ તારિકની હત્યા કરી નાખી છે. મૌલાના એક ધાર્મિક મેળાવડામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

પાકિસ્તાનમાં મૌલાના રહીમુલ્લા તારિકની, કેટલાક અજાણ્યાઓએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. મૌલાના રહીમુલ્લા તારિક કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે મૌલાના રહીમુલ્લા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની ખૂબ નજીકની વ્યક્તિ છે. જો કે મૌલાનાના જૈશ કનેક્શન અંગે પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલોમાં કોઈ નક્કર માહિતી મળી નથી.
પાકિસ્તાનના કરાચીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ જાણીતા ધાર્મિક નેતા મૌલાના રહીમુલ્લા ઉર્ફે મૌલાના રહીમુલ્લાહ તારિકની હત્યા કરી નાખી છે. મૌલાના એક ધાર્મિક મેળાવડામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ મૌલાના રહીમુલ્લા પર ગોળીઓ ચલાવી હતી, જે બાદ તેનું મોત થયું હતું. કરાચી પોલીસનું કહેવું છે કે મૌલાનાની હત્યાનો સંબંધ ટાર્ગેટ કિલિંગ સાથે હોઈ શકે છે. મૌલાના રહીમુલ્લાહ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે જૈશ-એ-મોહમ્મદના વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરની નજીક છે.
મૌલાનાના જૈશ-એ-મોહમ્મદ કનેક્શન અંગે સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કોઈ માહિતી સામે આવી નથી. તાજેતરના મહિનાઓમાં, પાકિસ્તાનમાં ઘણી વ્યક્તિઓને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી છે. અગાઉ ખૈબર પખ્તુનખ્વાના બાજૌરમાં, લશ્કર-એ-તૈયબાના કથિત વરિષ્ઠ કમાન્ડર અકરમ ખાન ગાઝીની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દાવો કરવામાં આવે છે કે તે લશ્કર આતંકવાદી સેનામાં ભરતી કરનાર તરીકે કામ કરતો હતો. દાવા મુજબ, તે ભારતમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા અને કાશ્મીર ખીણમાં કથિત રીતે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં સામેલ હતો.
પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ
પાકિસ્તાનમાં વારંવાર થતી ટાર્ગેટ કિલિંગની આસપાસના સંજોગો અસ્પષ્ટ છે અને આ હત્યાઓની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. નોંધનીય છે કે આ ઘટનાઓ માટે પાકિસ્તાને ખુલ્લેઆમ ભારતીય ગુપ્તચર એજન્સીઓ પર તેની સરહદોની અંદર અપહરણ અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે એક ભારતીય એજન્સી આ હત્યાઓને અંજામ આપી રહી છે અને તેની પાસે આના પુરાવા છે. જોકે, ભારતે પુરાવા વિના આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો