Afghanistan: તાલિબાનનું નવું ફરમાન, મહિલા એક્ટર્સવાળા શો બંધ કરે ટીવી ચેનલ, એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય
Taliban New Religious Guidelines: તાલિબાને દોહા કરારમાં વચન આપ્યું હતું કે તે પહેલાની જેમ શાસન નહીં કરે અને ખુલ્લા મન સાથે આવ્યા હતા. પરંતુ તેમ છતાં તેણે નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું અને જણાવવાનું શરૂ કર્યું કે મહિલાઓ શું પહેરી શકે છે અને શું નહીં.
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો જમાવનાર તાલિબાને એક નવો ફરમાન બહાર પાડીને મહિલાઓ પરના પ્રતિબંધમાં વધારો કર્યો છે. તેણે રવિવારે ‘ધાર્મિક માર્ગદર્શિકા’ જારી કરી છે. જેમાં દેશની ટેલિવિઝન ચેનલોને તે ટીવી સિરિયલો (Afghan TV Serials) બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં મહિલા અભિનેત્રીઓ કામ કરે છે. તાલિબાન (Taliban)ના નૈતિકતા અને ગેરવર્તણૂક નાબૂદી મંત્રાલયે અફઘાન મીડિયાને આ પ્રકારનો પ્રથમ આદેશ જારી કર્યો છે.
આ સાથે તાલિબાને ટેલિવિઝન પરની મહિલા પત્રકારોને કહ્યું છે કે તેઓએ ન્યૂઝ રિપોર્ટ્સ રજૂ કરતી વખતે હિજાબ પહેરવો પડશે. મંત્રાલયે ચેનલોને પ્રોફેટ મુહમ્મદ અથવા અન્ય મહાનુભાવો (Taliban Rules For Afghan Media) વિશે કંઈપણ દર્શાવતી ફિલ્મો અથવા કાર્યક્રમોનું પ્રસારણ ન કરવા જણાવ્યું છે. તેણે ઇસ્લામિક અને અફઘાન મૂલ્યોની વિરુદ્ધ હોય તેવી ફિલ્મો અથવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે.
આદેશમાં ધાર્મિક માર્ગદર્શિકાઓ કહેવામાં આવી નથી
મંત્રાલયના પ્રવક્તા હકીફ મોહાજીરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ નિયમો નથી પરંતુ ધાર્મિક માર્ગદર્શિકા છે. આ નવી માર્ગદર્શિકા રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી છે (Taliban New Religious Guidelines). તાલિબાને દોહા કરારમાં વચન આપ્યું હતું કે તે પહેલાની જેમ શાસન નહીં કરે અને ખુલ્લા મન સાથે આવ્યા હતા. પરંતુ તેમ છતાં તેણે નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું અને જણાવવાનું શરૂ કર્યું કે મહિલાઓ શું પહેરી શકે છે અને શું નહીં.
પત્રકારો પર અત્યાચાર
આ સાથે તાલિબાને મીડિયાની આઝાદીનું વચન આપ્યું હતું, પરંતુ અફઘાનિસ્તાનમાં ઘણા પત્રકારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટે દેશ પર કબજો જમાવનાર તાલિબાન 20 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યા છે. અહીં બે દાયકાઓથી પશ્ચિમ સમર્થિત સરકારનું શાસન રહ્યું છે. જે તાલિબાન દ્વારા કબજો કર્યા બાદ સરકાર પડી ગઈ હતી.
પશ્ચિમ સમર્થિત સરકારના સમયમાં અફઘાન મીડિયાએ ઘણી પ્રગતિ કરી છે (Taliban Rule in Afghanistan). 2001માં તાલિબાનને સત્તા પરથી હટાવ્યા બાદ ખાનગી ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું છે. ડઝનેક ટીવી અને રેડિયો ચેનલો શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર
આ પણ વાંચો: જર્મન પુરાતત્વવિદોને ઈઝરાયેલમાથી 12 હજાર વર્ષ જૂની એવી વસ્તુ મળી જેને જોતા જ બધા સ્તબ્ધ થઈ ગયા!