Sydney News: ઓસ્ટ્રેલિયન ખેલાડીની ધરપકડના કેસમાં નવો વળાંક, ડ્રગ્સ ડીલ અંગે થયો મોટો ખુલાસો

કોકેઈન સપ્લાયના આરોપમાં ધરપકડ કરાયેલ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર ​​સ્ટુઅર્ટ મેકગિલના કેસમાં નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં, પોલીસે આ ખેલાડી પર કોકેઈન ડીલમાં મોટી ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે મંગળવારે મેકગિલની ધરપકડ કરી હતી જોકે તે હાલમાં જામીન પર બહાર છે. મેકગિલનું એપ્રિલ 2021માં સિડનીના નોર્થ શોરથી અપહરણ કરવામાં આવ્યું હતું એવો તેને દાવો કર્યો છે.

Sydney News: ઓસ્ટ્રેલિયન ખેલાડીની ધરપકડના કેસમાં નવો વળાંક, ડ્રગ્સ ડીલ અંગે થયો મોટો ખુલાસો
Stuart MacGill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 12:00 AM

શુક્રવારે કોકેઈન સપ્લાયના આરોપમાં ઓસ્ટ્રેલિયા (Australia) ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર ​​સ્ટુઅર્ટ મેકગિલની ધરપકડ કરવામાં આવ્યા બાદ સિડની પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આ ધરપકડ અંગે જણાવવામાં આવ્યું હતું કે, 52 વર્ષીય સ્ટુઅર્ટ મેકગિલ (Stuart MacGill) ની મંગળવારે ચેટ્સવુડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પ્રતિબંધિત દવાઓના મોટા વેપારી જથ્થાના સપ્લાયનો ભાગ હોવાનો આરોપ હતો.

મેકગિલે તેના અપહરણ વિશે કરી પુષ્ટિ

સ્ટુઅર્ટ મેકગિલે તેના અપહરણ વિશે પોલીસને જણાવ્યું હતું કે, ‘તેને વારંવાર માથાના ભાગ પર મારવામાં આવ્યો હતો જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. તેને નોર્થ સિડનીથી બળજબરીથી કારમાં બેસાડવામાં આવ્યો હતો અને સાઉથ સિડનીના બ્રિગલી તરફ લઈ જવામાં આવ્યો હતો. તેને બેલમોર છોડવાના એક કલાક પહેલા ત્રણ હુમલાખોરોએ તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.

26 ઓક્ટોબરે મેનલી લોકલ કોર્ટમાં હાજર થશે

આ કેસની છેલ્લી સુનાવણીમાં એક ન્યાયાધીશે બે કથિત અપહરણકર્તાઓને પૂછ્યું હતું કે શું મેકગિલ તેની ઈચ્છાથી કારમાં બેઠો હતો? વર્ષ 2021માં મેકગિલે કહ્યું હતું કે તેની આમાં કોઈ સંડોવણી નથી. તેણે કંઈ ખોટું કર્યું નથી. ભૂતપૂર્વ સ્પિનરને ડ્રગના આરોપમાં શરતી જામીન આપવામાં આવ્યા હતા અને તેણે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો હતો. સ્ટુઅર્ટ મેકગિલ હવે 26 ઓક્ટોબરે મેનલી લોકલ કોર્ટમાં હાજર થશે.

આ પણ વાંચો : New York News : 11-દિવસીય ‘સેન ગેન્નારો ફેસ્ટિવલ’ માટે ન્યૂયોર્કના લિટલ ઈટાલીમાં તૈયારીઓ શરૂ

સ્ટુઅર્ટ મેકગિલની સફળત ટેસ્ટ કારકિર્દી

સ્ટુઅર્ટ મેકગિલ ઓસ્ટ્રેલિયા તરફથી 44 ટેસ્ટ અને 3 ODI મેચ રમી ચૂક્યો છે. મેકગિલે 44 ટેસ્ટમાં 208 વિકેટ અને 3 ODI મેચમાં 6 વિકેટ લઈ ચૂક્યો છે. શેન વોર્ન બાદ તેને ઓસ્ટ્રેલિયાનો નવી સ્પિન કિંગ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ તે માત્ર ટેસ્ટમાં જ સારી કારકિર્દી બનાવી શક્યો હતો અને વનડેમાં તેને કોઈ ખાસ ચાંસ મળ્યો જ નહીં.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video