Sweden News: સ્વીડનમાં હમાસ સામે વિરોધ, ઇઝરાયેલનો ધ્વજ લહેરાવીને યહૂદી રાજ્ય સાથે પોતાની એકતા વ્યક્ત કરી, Video Viral
સ્વીડનમાં રહેતો ઇરાકી શરણાર્થી સલવાન મોમિકા ઇઝરાયેલના ધ્વજને ચુંબન કરતો અને કુરાનની નકલને પગથી કચડી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે 20 ઓક્ટોબરના રોજ સલવાન મોમિકાએ જાહેરાત કરી હતી, "આવતીકાલે હું ઇઝરાયેલનો ધ્વજ ઉઠાવીશ, ઇઝરાયેલ સાથે મારી એકતા જાહેર કરીશ અને સ્ટોકહોમમાં કુરાન અને પેલેસ્ટિનિયન ધ્વજને બાળીશ.

Sweden News: ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક્ટિવિસ્ટ સલવાન મોમિકાએ કુરાન પર પગ મૂકી અને ઇઝરાયેલનો ધ્વજ લહેરાવીને યહૂદી રાજ્ય સાથે પોતાની એકતા વ્યક્ત કરી હતી. આ ઘટના શનિવાર 21 ઓક્ટોબરના રોજ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બની હતી.
આ પણ વાંચો: Sweden News: ISISમાંથી પરત ફરનારાઓને શાળાઓમાં નોકરી આપવા પર સ્વીડનમાં આક્રોશ
સ્વીડનમાં રહેતો ઈરાકી શરણાર્થી સલવાન મોમિકા ઈઝરાયેલના ધ્વજને કીસ કરતો અને કુરાનની નકલને પગથી કચડતો જોવા મળી રહ્યો હતો.
આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર થયો છે વાયરલ
માત્ર એક દિવસ પહેલા, શુક્રવારે 20 ઓક્ટોબરના રોજ સલવાન મોમિકાએ જાહેરાત કરી હતી, “આવતીકાલે હું ઇઝરાયેલનો ધ્વજ ઉઠાવીશ, ઇઝરાયેલ સાથે મારી એકતા જાહેર કરીશ અને સ્ટોકહોમમાં કુરાન અને પેલેસ્ટિનિયન ધ્વજને બાળીશ.
નોંધનીય છે કે આ વર્ષે 28 જૂનના રોજ સ્વીડિશ પોલીસે સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની બહાર એક પ્રદર્શનમાં એક ઈરાકી શરણાર્થીને કુરાન બાળવાની મંજૂરી આપી હતી. આ ઘટનાક્રમ ઈદ અલ-અદહા પહેલા સામે આવ્યો હતો, જ્યારે સ્વીડિશ અદાલતે કુરાન સળગાવવાના પ્રદર્શનો પરનો પોલીસના પ્રતિબંધ હટાવ્યો હતો.
Idag förklarar jag min solidaritet med det stora #Israel#Stockholm #salwan_momika #سلوان_موميكا pic.twitter.com/3m8577g5Io
— Salwan momika (@salwan_momika1) October 21, 2023
આયાત પર પ્રતિબંધ મૂકનાર યમન પહેલો ઇસ્લામિક દેશ
યમનમાં હૂતી બળવાખોરોએ સ્વીડનમાં આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હૂથી વિદ્રોહી સંચાલિત ટીવી ચેનલ અલ મસિરાહે વેપાર પ્રધાનને ટાંકીને કહ્યું કે, મુસલમાનોના પવિત્ર પુસ્તકનું અપમાન કર્યા પછી સ્વીડિશ માલની આયાત પર પ્રતિબંધ મૂકનાર યમન પહેલો ઇસ્લામિક દેશ છે.
સ્વીડનથી આયાત મર્યાદિત છે
તેમણે અન્ય ઇસ્લામિક દેશોને પણ આ સ્કેન્ડિનેવિયન દેશમાંથી આયાત પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી. જો કે, હૂતીના વેપાર પ્રધાને કહ્યું કે સ્વીડનથી આયાત મર્યાદિત છે અને પ્રતિબંધનું માત્ર પ્રતીકાત્મક મૂલ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે કુરાન સળગાવવાના વિરોધમાં તે સૌથી નાની ચીજ હતી, જે તેઓ કરી શકે છે.
અગાઉ જાન્યુઆરી 2023માં ડેનિશ રાજકારણી રાસ્મસ પાલુદને દેશની રાજધાનીમાં તુર્કી દૂતાવાસની બાજુમાં કુરાનની એક નકલ પણ બાળી નાખી હતી, જેના કારણે તુર્કીને તેના નાટો સભ્યપદ અંગે સ્વીડન સાથેની ચર્ચાઓ અટકાવવાની ફરજ પડી હતી.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો